ઇતિહાસ – ભારત
પુલકેશી-2
પુલકેશી-2 : બાદામીના ચાલુક્ય વંશનો શ્રેષ્ઠ રાજવી. વાતાપીના ચાલુક્ય વંશનો પ્રથમ સ્વતંત્ર રાજા પુલકેશી-1 (ઈ. સ. 535થી 566) હતો. તેના પછી તેના મોટા પુત્ર કીર્તિવર્મન્ ઉર્ફે કીર્તિરાજે 566થી 597 સુધી રાજ્ય કર્યું. કીર્તિવર્મન્ના અવસાન-સમયે એના પુત્રો નાની વયના હતા. તેથી એના પછી એનો નાનો ભાઈ મંગલેશ (597-610) ગાદીએ આવ્યો. એણે…
વધુ વાંચો >પુલિંદ
પુલિંદ : ભારતની મહત્વની આદિમ જાતિ. તે જાતિઓમાં પુલિંદ જાતિ જાણીતી છે. શબરો, આભીરો, પુલ્કસો વગેરેની જેમ એ આર્યેતર જાતિ હતી. આ પુલિંદોનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ(7.92.18)માં મળે છે, જેમાં આંધ્રો, શબરો, પુંડ્રો અને મૂતિબો જેવી સરહદી પ્રદેશોમાં રહેતી દસ્યુ જાતિઓ સાથે તેનો ઉલ્લેખ કરાયો છે. વિશ્વામિત્રના શાપિત પુત્રોમાંથી આવી જાતિઓ…
વધુ વાંચો >પુષ્કલાવતી
પુષ્કલાવતી : ગાંધાર દેશની પ્રાચીન રાજધાની. વિષ્ણુપુરાણમાં જણાવ્યા મુજબ ભરતના પુત્ર પુષ્કરે પોતાના નામ પરથી પુષ્કલાવતી કે પુષ્કરાવતી નામે નગર વસાવેલું. ગ્રીક વર્ણનોમાં એનો ‘પ્યૂકેલૉટિસ’ નામથી ઉલ્લેખ થયેલો છે. સિકંદરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે પુષ્કલાવતી એક સ્વતંત્ર રાજ્ય હતું અને તે કાબુલથી સિંધુ નદી સુધીના માર્ગ પર આવેલું હતું.…
વધુ વાંચો >પુષ્પગુપ્ત
પુષ્પગુપ્ત : ઈ. સ. પૂ. ચોથી સદીમાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનો સૌરાષ્ટ્રનો રાજ્યપાલ. રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢ-શૈલલેખમાં ગિરિનગરના ‘સુદર્શન’ નામે જળાશયના સેતુ(બંધ)ના સમારકામની સમકાલીન ઘટના નિમિત્તે એ જળાશયના નિર્માણનો પૂર્વવૃત્તાંત પણ આપવામાં આવ્યો છે. એ અનુસાર આ જળાશયનું નિર્માણ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્તે કરાવ્યું હતું. પુષ્પગુપ્ત વૈશ્ય હતો ને સુરાષ્ટ્રના…
વધુ વાંચો >પુષ્પભૂતિ વંશ
પુષ્પભૂતિ વંશ : ઉત્તર ભારતનો છઠ્ઠી અને સાતમી સદી દરમિયાનનો રાજવંશ. પૂર્વ પંજાબમાં શ્રીકંઠ નામે દેશ હતો. એનું પાટનગર સ્થાણ્વીશ્વર (કે થાનેશ્વર – થાનેસર) સરસ્વતી નદીના તીરે આવ્યું હતું. ત્યાં પુષ્પભૂતિ રાજાએ પોતાનું રાજ્ય સ્થાપ્યું. એ વૈશ્ય હતો. શંકરનો ઉપાસક હતો. ભૈરવાચાર્ય નામે શૈવ આચાર્યની કૃપાથી મળેલ ‘અટ્ટહાસ’ નામે ખડ્ગ…
વધુ વાંચો >પુષ્યમિત્ર શૃંગ
પુષ્યમિત્ર શૃંગ : શૃંગ વંશનો સ્થાપક તથા છેલ્લા મૌર્ય સમ્રાટ બૃહદ્રથનો બ્રાહ્મણ સેનાપતિ. વૈદિક સાહિત્યમાં શૂંગ આચાર્યોના ઉલ્લેખો મળે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ‘શૌંગીપુત્ર’નો શિક્ષક તરીકે ઉલ્લેખ છે. તે પતંજલિનો સમકાલીન હતો અને મહાભાષ્યમાં ‘અમે પુષ્યમિત્ર માટે યજ્ઞો કરીએ છીએ’ એવો ઉલ્લેખ છે. ‘યવનોએ સાકેત અને માધ્યમિકોને ઘેરો ઘાલ્યો હતો’ એવો…
વધુ વાંચો >પુષ્યવર્મા વંશ
પુષ્યવર્મા વંશ : આસામમાં ચોથીથી સાતમી સદી દરમિયાન થઈ ગયેલો વંશ. પુષ્યવર્મા વંશના સાતમા રાજા નારાયણવર્માએ છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં ગુપ્ત સામ્રાજ્યનું આધિપત્ય ફગાવી દીધું. એના પુત્ર ભૂતિવર્માએ આસપાસના પ્રદેશો પર સત્તા પ્રસારી કામરૂપના રાજ્યનો વિસ્તાર કર્યો. આ વંશના રાજાઓ ‘મહારાજાધિરાજ’ બિરુદ ધારણ કરી અશ્વમેધ યજ્ઞ કરવા લાગ્યા. ભૂતિવર્મા પછી એનો…
વધુ વાંચો >પૃથ્વીષેણ (ઈ. સ. 250)
પૃથ્વીષેણ (ઈ. સ. 250) : વાકાટક વંશનો એક પ્રતાપી રાજા. વાકાટક વંશની સત્તા ઈ. સ. 250ના અરસામાં વિન્ધ્ય-પ્રદેશમાં સ્થપાઈ હતી. સમ્રાટ પ્રવરસેન પહેલાના સમય(લગભગ ઈ. સ. 275-335)માં એ છેક બુંદેલખંડથી હૈદરાબાદ સુધી વિસ્તરી હતી. એના પૌત્ર રુદ્રસેન પહેલાના અભ્યુદયમાં એના માતામહ ભારશિવ રાજા(ભવનાગ)નો સક્રિય સહકાર રહેલો હતો. ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તે…
વધુ વાંચો >પેશ્વા
પેશ્વા : શિવાજીના પ્રધાનમંડળમાંનો મુખ્ય પ્રધાન. શિવાજીની શાસન-વ્યવસ્થામાં આઠ પ્રધાનોને જુદાં જુદાં ખાતાંઓ આપવાની વ્યવસ્થા હતી. તેમાં મુખ્ય પ્રધાનને પેશ્વા તરીકે ઓળખવામાં આવતો. આ પ્રધાનો રાજાને સીધા જવાબદાર રહેતા. દરેક પ્રધાન સ્વતંત્ર રીતે કામ કરતો. રાજાની ગેરહાજરીમાં પેશ્વા રાજ્યના વડા તરીકે કામ કરતો અને રાજાના જેટલી સત્તા ભોગવતો. શરૂઆતમાં રાજાની…
વધુ વાંચો >પોતદાર દત્તો વામન
પોતદાર, દત્તો વામન (જ. 5 ઑગસ્ટ 1890, બિરવાડી, મહાડ તાલુકો, મહારાષ્ટ્ર; અ. 6 ઑક્ટોબર 1979, પુણે) : જાણીતા ઇતિહાસકાર, કેળવણીકાર અને પ્રકાંડ પંડિત. પિતાનું નામ વામનરાવ, જે બાળાસાહેબ તરીકે પણ જાણીતા હતા અને માતાનું નામ આનંદીબાઈ. દત્તોપંત છ વર્ષની વયે પુણે આવ્યા અને ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં પ્રાથમિક અને માધ્યમિક…
વધુ વાંચો >