ઇતિહાસ – ગુજરાત

સુકૃત-સંકીર્તન

સુકૃત–સંકીર્તન : કવિ અરિસિંહ ઠક્કુરે 11 સર્ગોનું રચેલું કાવ્ય. તેમાં વસ્તુપાલનાં સુકૃત્યોનું વર્ણન કરેલું છે. કવિએ વનરાજથી લઈ સામંતસિંહ સુધીના ચાવડા રાજાઓ, મૂલરાજથી શરૂ કરીને ભીમદેવ 2જા સુધીના ચૌલુક્ય (સોલંકી) રાજાઓ તથા અર્ણોરાજથી લઈને વીરધવલ સુધીના વાઘેલા વંશના રાજાઓનો ઇતિહાસ ટૂંકમાં નિરૂપ્યો છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

સુદર્શન તળાવ

સુદર્શન તળાવ : ભારતનું માનવસર્જિત સૌથી પ્રાચીન તળાવ. જૂનાગઢ-ગિરનારમાં સમ્રાટ અશોકનો લેખ કોતરેલો છે તે જ શૈલ પર આવેલા ક્ષત્રપ રાજા રુદ્રદામા 1લા અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શિલાલેખોને આધારે આ પ્રાચીનતમ તળાવ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ગિરિનગર – વર્તમાન જૂનાગઢમાં આવેલું આ તળાવ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય (સૂબા) વૈશ્ય…

વધુ વાંચો >

સુરાષ્ટ્ર

સુરાષ્ટ્ર : જુઓ સૌરાષ્ટ્ર.

વધુ વાંચો >

સુવર્ણમંજરી-વિષય

સુવર્ણમંજરી–વિષય : અપરસુરાષ્ટ્રમંડલ(પશ્ચિમ સૌરાષ્ટ્ર)ના સૈંધવ વંશના રાજાઓની સત્તા હેઠળનો પ્રદેશ. સૈંધવ વંશના રાણકના ઈ.સ. 874-75ના, અગ્ગુક 3જાના ઈ.સ. 886-87ના તથા જાઈક 2જાના ઈ.સ. 915ના દાનશાસનમાં સુવર્ણમંજરીનો ઉલ્લેખ થયો છે. આ દાનશાસનોમાંના એ વિષયનાં ગામોના સંદર્ભમાં એ વિષયના વડા મથક સુવર્ણમંજરીનું સ્થાન નિશ્ચિત કરવાના પ્રયાસો થયા છે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ રાજકોટ…

વધુ વાંચો >

સુંદરજી સોદાગર

સુંદરજી સોદાગર (જ. 1764, ગુંદિયાળી, કચ્છ; અ. 1822, માંડવી, કચ્છ) : બાહોશ, સાહસિક અને દાનવીર વેપારી. શિવજી હીરજી બ્રહ્મક્ષત્રિયના ખેતી અને રંગાટીકામ પર નિર્ભર સાધારણ કુટુંબમાં સુંદરજી ચાર ભાઈઓમાં બીજા ક્રમે આવતા. સુંદરજી નાનપણમાં ટટ્ટુ પર સવાર થઈ ઘેટાં ચારવા જતા હતા. તે દરમિયાન ઘોડા વિશે તેમણે ઊંડી જાણકારી પ્રાપ્ત…

વધુ વાંચો >

સૂર્યાપુર

સૂર્યાપુર : મૈત્રક કાલ (ઈ. સ. 468-786) દરમિયાનનો એક વહીવટી વિભાગ. તે હાલના પંચમહાલ જિલ્લામાં ગોધરા પાસે આવેલો હતો. મૈત્રક વંશના રાજા શીલાદિત્ય 6ઠ્ઠાના લુણાવાડામાંથી મળેલા તામ્રપત્રના ઈ. સ. 759ના દાનશાસનમાં સૂર્યાપુર વિષય(વહીવટી વિભાગ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજા શીલાદિત્ય છઠ્ઠાની છાવણી ગોદ્રહક(ગોધરા)માં હતી ત્યારે તે દાનશાસન આપવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

સેન્દ્રક વંશ (ઈસવી સનની સાતમી સદી)

સેન્દ્રક વંશ (ઈસવી સનની સાતમી સદી) : ઈસવી સનની સાતમી સદીમાં દક્ષિણ ગુજરાતમાં રાજસત્તા ભોગવતો ગૌણ રાજવંશ. આશરે ઈ. સ. 620માં કટચ્યુરિ રાજ્યની સત્તા દક્ષિણના ચાલુક્ય રાજા પુલકેશી 2જાને હાથે નાશ પામી. તે પછી ઉત્તર લાટમાં ગુર્જરોની સત્તા પ્રવર્તી અને દક્ષિણ લાટમાં સેન્દ્રક વંશની સત્તા સ્થપાઈ. સેન્દ્રકો ભુજગેન્દ્ર અથવા ફણીન્દ્ર…

વધુ વાંચો >

સૈન્ધવ રાજ્ય

સૈન્ધવ રાજ્ય : સૌરાષ્ટ્રમાં 8મી સદીમાં અહિવર્મા 1લાના પુત્ર પુષ્યેણે આશરે ઈ. સ. 711માં સ્થાપેલ રાજવંશ. સૌરાષ્ટ્રના આ સૈન્ધવ વંશમાં કુલ 14 શાસકો થયા હતા, જેનો છેલ્લો શાસક જાઈક 2જો આશરે ઈ. સ. 900થી 920 દરમિયાન સત્તા ઉપર હતો. આ વંશના મૂળપુરુષને સિંધદેશનો માનવામાં આવે છે. આ વંશનો મૂળપુરુષ આરબ…

વધુ વાંચો >

સૈફખાન-1થી 4

સૈફખાન-1 : તારીખ 5 એપ્રિલ, 1526થી તારીખ 26મી મે, 1526 દરમિયાન ગુજરાત પર શાસન કરનાર સુલતાન સિકંદરખાનને પોતાના જ શયનખંડમાં મારી નાખનારા કાવતરાબાજોમાંનો એક. આ કાવતરાખોરોની ટોળકીમાં બહાઉલ્મુલ્ક, દાર-ઉલ-મુલ્ક, એક હબસી ગુલામ અને કેટલાક તુર્ક ગુલામો સાથે તે પણ સામેલ થયો હતો. સૈફખાન સહિત તમામની માહિતી ‘મિરાતે સિકંદરી’નો કર્તા આપે…

વધુ વાંચો >

સૈયદ મુહમ્મદ શાહે આલમ

સૈયદ, મુહમ્મદ શાહે આલમ : જુઓ શાહઆલમ સિરાજુદ્દીન મોહંમદ.

વધુ વાંચો >