ઇતિહાસ – ગુજરાત
વૈજવાપાયન વંશ
વૈજવાપાયન વંશ : રાજપીપળાનો એક રાજવંશ. નંદપદ્ર – આજના રાજપીપળામાંથી મળેલ તામ્રદાનશાસન ઉપરથી (વિ. સં. 1347) ઈ. સ. 1290માં આ પ્રદેશમાં વૈજવાપાયન રાજવંશની સત્તા હોવાનું જાણવા મળે છે. આ દાનશાસનમાં મહારાજકુલ શ્રી ચાચિગદેવથી શરૂઆત કરી એના પુત્ર મહારાણક શ્રી સોઢલદેવ, એનો પુત્ર મહારાણક શ્રી જેસલદેવ, એનો પુત્ર મહારાજકુંવર શ્રી જૈત્રસિંહ…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ
શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ (જ. 24 જાન્યુઆરી 1882, અમરેલી; અ. 29 નવેમ્બર 1952) : ગુજરાતના ઇતિહાસકાર. દુર્ગાશંકરનો જન્મ પ્રશ્ર્નોરા નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા કેવળરામ શાસ્ત્રી ગોંડલની સંસ્કૃત પાઠશાળાના શિક્ષક હતા. દુર્ગાશંકરે હાલના દસમા ધોરણ સુધીનું શિક્ષણ ગોંડલમાં લીધા બાદ, શાળાનો અભ્યાસ છોડી સંસ્કૃતનું અધ્યયન કર્યું. તેમણે પિતાના માર્ગદર્શન હેઠળ…
વધુ વાંચો >શાહઆલમ, સિરાજુદ્દીન મોહંમદ
શાહઆલમ, સિરાજુદ્દીન મોહંમદ (જ. 1407; અ. 1475, અમદાવાદ) : અમદાવાદના ખૂબ મશહૂર મુસલમાન સંત. એમનું આખું નામ ‘સિરાજુદ્દીન અબુલ બરકાત સૈયદ મુહમ્મદ હજરત શાહઆલમસાહેબ બુખારી’ હતું. તેઓ વટવાના જાણીતા સંત કુતુબેઆલમસાહેબના અગિયારમા પુત્ર હતા. ઈ. સ. 1453માં પિતાના અવસાન બાદ તેમણે બુખારી સૈયદોની આગેવાની લીધી. તેમની માતાનું નામ બીબી અમીના…
વધુ વાંચો >શાહ ગઝની
શાહ, ગઝની (જ. ?, અ. ઈ.સ. 1512, અમદાવાદ) : અમદાવાદના સોળમી સદીના મુસ્લિમ સંત. ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાહ ગઝની ઘણા જ નજીકના સગા થતા હતા. પરિણામે તેઓ અત્યંત ગર્વિષ્ઠ બની ગયેલા અને આમપ્રજાને પજવતા હતા. એક વખત તો તેમણે સંત શાહઆલમસાહેબના એક મુરીદ (સેવક) શેખ અહમદ પાસેથી પૈસા ખૂંચવી લીધા…
વધુ વાંચો >શાહ, પીરમોહંમદ
શાહ, પીરમોહંમદ (જ. ?; અ. 1749) : અમદાવાદના સૂફીસંત. શાહ પીર મોહમંદ આમલોકોમાં હજરત પીર મોહંમદ શાહ નામે જાણીતા હતા. તેઓ પોતાની યુવાનીમાં અમદાવાદ આવ્યા હતા. ‘મિરાતે અહમદી’નો કર્તા નોંધે છે તેમ તેઓ અમદાવાદમાં આવ્યા પછી જુમા મસ્જિદમાં રહેતા હતા. તેમના જ્ઞાનની ખ્યાતિ ચારેય બાજુ ફેલાયેલી હતી. તેઓ કાદરી કળાપરંપરાના…
વધુ વાંચો >શુજાતખાન
શુજાતખાન (જ. ?; અ. 1701) : ગુજરાતનો મુઘલ કાલનો સૂબેદાર. તેમણે 1685થી 1701 સુધી ગુજરાતના સૂબા તરીકે કામ કર્યું. ગુજરાતના સૂબા મુખતારખાનનું અવસાન થતાં બાદશાહ ઔરંગઝેબે સૂરતના સૂબા કારતલબખાનને 1685માં ગુજરાતના સૂબા તરીકે નીમ્યો. મારવાડમાં રાઠોડ સરદાર દુર્ગાદાસની ગેરીલા પ્રવૃત્તિઓ ખતરનાક બનવાથી ઔરંગઝેબે 1687માં ગુજરાતની સૂબેદારી અને જોધપુરની ફોજદારીને સંયુક્ત…
વધુ વાંચો >શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ
શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ (જ. 1338, દિલ્હી; અ. 1446, સરખેજ, અમદાવાદ) : ગુજરાતના સુલતાન અહમદશાહ સાથે અમદાવાદની સ્થાપનામાં ભાગ લેનાર ચાર ઓલિયા અહમદોમાંના એક અને ભારતના પ્રસિદ્ધ છ મુસ્લિમ સંતોમાંના એક. તેમના પિતા મલિક ઇખ્તિખારુદ્દીન સુલતાન ફિરોજશાહના દૂરના સગા થતા હતા. તેમનું નામ વજીહુદ્દીન હતું. પિતાના અવસાન બાદ મોટી મિલકત…
વધુ વાંચો >શેખ, કબીરુદ્દીન
શેખ, કબીરુદ્દીન (ઈ. સ.ની 15મી સદી) : ગુજરાતના ઇસ્માઇલી નિઝારીઓ એટલે કે ખોજાઓના ‘સતપંથ’ સંપ્રદાયના એક પીર. ગુજરાતમાં ઈસુની 12મી સદીમાં નૂર સતગરે પાટનગર પાટણથી ઇસ્લામનો પ્રચાર શરૂ કર્યો હતો. એમનું મૂળ નામ નૂરુદ્દીન અથવા નૂરશાહ હતું અને ‘નૂર સતગર’ એમણે ધારણ કરેલું ઉપનામ હતું. એમણે એમના પંથમાં કેટલાંક હિંદુ…
વધુ વાંચો >શેખ, મુહમ્મદસાહેબ
શેખ, મુહમ્મદસાહેબ (જ. ઈ. સ. 1549; અ. 1631, અમદાવાદ) : મુસલમાનોના ચિશ્તી સંપ્રદાયના અમદાવાદ ખાતેના મહત્ત્વના પીર. એમના દાદા જમાલુદ્દીન જમ્મનશાહસાહેબ પાટણથી અમદાવાદ આવ્યા. એમના પિતા શેખ હુસેન મુહમ્મદસાહેબ તેમના વારસ થયા. પિતા પાસેથી શેખ મુહમ્મદસાહેબને સમૃદ્ધ જ્ઞાનરૂપી વારસો મળ્યો હતો. એમણે સ્વસાધનાથી આધ્યાત્મિક ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી હતી. તેમના…
વધુ વાંચો >