ઇતિહાસ – ગુજરાત

મીનનગર

મીનનગર : ભારતનું એક પ્રાચીન નગર. ‘પેરિપ્લસ’ નામના પુસ્તકમાં બે ઠેકાણે આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ પૂર્વાપર સંબંધ જોતાં આ ઉલ્લેખ સુરાષ્ટ્ર પ્રદેશના મુખ્ય નગરને જ લાગુ પડે છે. (1) સિરાસ્ત્રી (સુરાષ્ટ્ર) દેશનું પાટનગર મીનનગર હતું. ‘પેરિપ્લસ’નો લેખક સુરાષ્ટ્રની રાજધાનીનું નામ મીનનગર જણાવે છે. પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના મતાનુસાર…

વધુ વાંચો >

મીનળદેવી (મયણલ્લાદેવી)

મીનળદેવી (મયણલ્લાદેવી) (અગિયારમી સદી) : સોલંકી રાજા કર્ણદેવ(રાજ્યકાલ : 1064–1094)ની રાણી અને સિદ્ધરાજ જયસિંહ(રાજ્યકાલ : 1094–1142)ની માતા. તે ચંદ્રપુર(કોંકણ)ના કદંબ વંશના રાજા જયકેશીની પુત્રી હતી. જયકેશી કર્ણાટકના ચાલુક્ય રાજાનો સામંત હતો. ગુજરાતના રાજા કર્ણદેવ સાથે લગ્ન કરવાનો નિશ્ર્ચય કરી તે પાટણ આવી હતી; પરંતુ એ કદરૂપી હોવાથી કર્ણદેવે તેના પ્રત્યે…

વધુ વાંચો >

મીરઝા અઝીઝ કોકા

મીરઝા અઝીઝ કોકા (જ. 1544 આશરે; અ. 1624, અમદાવાદ) : મુઘલ સમ્રાટ અકબરે નીમેલો ગુજરાતનો પ્રથમ સૂબેદાર. તે ‘ખાન આઝમ’ તરીકે જાણીતો અને અકબરનો દૂધભાઈ હતો. તેને કુલ ચાર વાર ગુજરાતનો સૂબેદાર નીમવામાં આવ્યો હતો. તેની પ્રથમ સૂબાગીરી (1573–75) દરમિયાન રાજા ટોડરમલે ગુજરાતમાં છ માસ રહીને દસ વર્ષ માટે મહેસૂલ-પદ્ધતિ…

વધુ વાંચો >

મીર, સૈયદઅલી કાશાની

મીર, સૈયદઅલી કાશાની (સોળમી સદી) : ગુજરાતનો ઇતિહાસકાર. ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજા(ઈ. સ. 1511–1526)નો તે દરબારી ઇતિહાસકાર અને કવિ હતો. તેણે ‘તારીખે મુઝફ્ફરશાહી’ નામનો ઇતિહાસનો ગ્રંથ લખ્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં સુલતાન મુઝફ્ફરશાહ બીજાના શાસન-સમયનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. આ ગ્રંથનો 50 ટકા ભાગ લેખકની કે અન્ય કવિઓની કાવ્ય-પંક્તિઓથી ભરપૂર છે.…

વધુ વાંચો >

મીરા દાતાર સૈયદઅલી

મીરા દાતાર સૈયદઅલી (જ. 1474, ગુજરાત; અ. 1492, મીરા દાતાર, ઉનાવા, જિ. મહેસાણા) : સલ્તનતકાલીન ગુજરાતના એક પ્રસિદ્ધ પીર. ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામમાં પુષ્પાવતી નદીના કાંઠે મીરા દાતાર સૈયદઅલીની દરગાહ છે. મીરા દાતાર સૈયદઅલીના પિતાનું નામ ડોસુમિયાં હતું. તેમને બે પુત્રો હતા. મોટો પુત્ર અબુ મહંમદ અને…

વધુ વાંચો >

મુકાદમ, વામનરાવ સીતારામ

મુકાદમ, વામનરાવ સીતારામ (જ. 26 જાન્યુઆરી 1885, ગોધરા, જિ. પંચમહાલ; અ. 16 ફેબ્રુઆરી 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની, લોકસેવક. તેમના પિતાશ્રી મધ્યમવર્ગના મહારાષ્ટ્રીય દેવકુળે બ્રાહ્મણ હતા. મૅટ્રિક સુધીનું શિક્ષણ ગોધરામાં લીધા બાદ, વામનરાવ ત્યાંની ન્યૂ હાઇસ્કૂલમાં શિક્ષક બન્યા. તેમના ઇતિહાસના શિક્ષણકાર્યથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થતા હતા. લોકમાન્ય ટિળકના મરાઠી સાપ્તાહિક ‘કેસરી’ના વાચનથી…

વધુ વાંચો >

મુકબિલ તિલંગી

મુકબિલ તિલંગી (શાસનકાળ ઈ. સ. 1339થી 1345) : ગુજરાતનો નાઝિમ (સૂબો). દિલ્હીના સુલતાન મહંમદશાહ તુગલુકે ઈ. સ. 1339(હિજરી સંવત 740)માં ગુજરાતના નાઝિમ તરીકે મલેક મુકબિલ તિલંગીને વહીવટ સોંપ્યો હતો. મુકબિલ તિલંગી જન્મે હિન્દુ હતો. પરંતુ ઇસ્લામના સિદ્ધાંતો અને શાસકધર્મના પ્રભાવ તળે તેણે ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. તે હલકી જાતિનો હતો,…

વધુ વાંચો >

મુખ્તસર તારીખે ગુજરાત

મુખ્તસર તારીખે ગુજરાત (1847) : અમદાવાદના સારાભાઈ નાગરે ફારસી ભાષામાં લખેલ ઇતિહાસનો ગ્રંથ. તેમાં તેમણે દિલ્હીના શહેનશાહોએ નીમેલા મુઘલ સૂબાઓને વિશે સંક્ષિપ્ત માહિતી આપી છે. એમાં મુઘલ સૂબાઓ તથા સમકાલીન મરાઠા સરદારો વચ્ચે ગુજરાતમાં જુદાં જુદાં સ્થળે થયેલી લડાઈઓની વિગતો પણ આપવામાં આવી છે, જે નોંધપાત્ર છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

મુજાહિદખાન

મુજાહિદખાન : ગુજરાતના સુલતાન મહમૂદશાહ ત્રીજા(ઈ. સ. 1537–1554)નો રાજ્યરક્ષક અને મહત્વનો અમીર. સુલતાને હલકી મનોવૃત્તિવાળા લોકોની સલાહથી ઘણાં અયોગ્ય કાર્યો કર્યાં; તેથી આલમખાન અને મુજાહિદખાન જેવા મહત્વના અમીરોએ સુલતાન ઉપર દેખરેખ રાખવા માંડી તથા તે નજરકેદમાં હોય એવી સ્થિતિ નિર્માણ કરી. આ દરમિયાન અમીરોમાં અંદરોઅંદર કુસંપ થયો. અમીર મુજાહિદખાન પરદેશી…

વધુ વાંચો >

મુઝફ્ફરશાહ પહેલો

મુઝફ્ફરશાહ પહેલો (સુલતાનપદ : 1407–1410) : ગુજરાતનો સ્વતંત્ર સુલતાન. દિલ્હીના સુલતાન નાસિરુદ્દીન મુહમ્મદશાહ તુગલુકે ઈ. સ. 1391માં તેને નાઝિમ નીમી ગુજરાતમાં મોકલ્યો હતો. ત્યારે તેનું નામ ઝફરખાન હતું. તે દૂરંદેશી અને મુત્સદ્દી હતો. તિમુરની ચડાઈ બાદ દિલ્હી સલ્તનતમાં અંધાધૂંધીનો લાભ લઈ ત્યાંના સુલતાનની અવગણના કરી, તેણે ગુજરાતમાં સ્વતંત્ર શાસન કરવા…

વધુ વાંચો >