ઇતિહાસ – ગુજરાત
જામ રાવળ
જામ રાવળ : કચ્છના જાડેજા વંશનો રાજવી. જામનગર રાજ્યનો સ્થાપક. કચ્છના જાડેજા વંશની મુખ્ય ગાદી લાખિયાર વિયરામાં હતી ત્યારે રાજ્ય કરતા જામ ગજણના નાના પુત્ર જેહાનો પુત્ર અબડો અબડાસા(પશ્ચિમ કચ્છ)માં આવી રાજ્ય કરવા લાગ્યો. એ વંશના જામ લાખાનો જામ રાવળ પુત્ર થાય. કોઈ કારણે જામ લાખાનું કચ્છના સંઘારોએ કે બીજા…
વધુ વાંચો >જામ હમીરજી
જામ હમીરજી : કચ્છના હબાય(તા. ભૂજ)માં 1429માં સર્વ સત્તા ધારણ કરતા જામ ભીમાજીના ભત્રીજા. હમીરજીએ પોતાની કાબેલિયતથી નામના કાઢી હતી અને ગુજરાતના સુલતાન મહમૂદ શાહ બેગડા સાથે ગાઢ સંબંધો સ્થાપ્યા હતા. એણે બેગડાને પોતાની પુત્રી કમાબાઈ લગ્નમાં આપી હતી. અબડાસા(તા. નખત્રાણા)ના જામ લાખાની ઉત્તરક્રિયામાં જામ ભીમોજી અને કુમાર હમીરજી ઉપસ્થિત…
વધુ વાંચો >જેઠવા વંશ
જેઠવા વંશ : સૌરાષ્ટ્રનો સૌથી જૂનો રાજવંશ. જેઠવાઓ સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યા અને જેઠવા તરીકે કઈ રીતે ઓળખાયા એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. તેઓ જ્યાં રાજ્ય કરતા હતા એ પ્રદેશ દસમી સદીની મધ્યમાં જ્યેષ્ઠુકદેશ તરીકે ઓળખાતો હતો. ડૉ. વિલ્સન એમને જાટ તરીકે ઓળખાવે છે, જ્યારે ડૉ. જૅક્સન એમને હૂણ લોકોની…
વધુ વાંચો >જેઠવો, ભાણ
જેઠવો, ભાણ (શાસનકાળ 1360) : પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘૂમલીનો જેઠવા વંશનો રાજવી. ઘૂમલીના જેઠવા રાજવંશના 1120–1150માં હયાત રાણા સંઘજીની પહેલાં જેનો સમય જાણવામાં નથી તેવા બે, 140મો ભાણજી 1લો તથા 145મો ભાણજી 2જો અને 151મો ભાણજી 3જો (1172–1179 રાજ્યકાલ) જાણવામાં આવ્યા છે. ઇતિહાસમાં ‘ભાણ જેઠવા’ તરીકે જાણીતો 159મો રાજવી ભાણજી 4થો…
વધુ વાંચો >જૈત્રસિંહ
જૈત્રસિંહ : ગુજરાતના ઇતિહાસમાં ચાર જૈત્રસિંહો જાણવામાં આવ્યા છે. આમાંનો એક ચૌલુક્યયુગના અંતભાગના સુપ્રસિદ્ધ અમાત્ય વસ્તુપાલનો પુત્ર હતો. વીસલદેવ વાઘેલાના અમાત્યપદે વસ્તુપાલનો ભાઈ તેજપાલ હતો. ચાર વર્ષ બાદ તેજપાલનું અવસાન થતાં નાગડ નામનો નાગર બ્રાહ્મણ અમાત્યપદે આવ્યો હતો. ત્યારે અન્ય સામંતો અને અધિકારીઓ સલખણસિંહ, મહાપ્રધાન રાણક, શ્રીવર્દન, વસ્તુપાલનો પુત્ર જૈત્રસિંહ,…
વધુ વાંચો >જોટે, રત્નમણિરાવ ભીમરાવ
જોટે, રત્નમણિરાવ ભીમરાવ (જ. 19 ઑક્ટોબર 1895, ભુજ (કચ્છ); અ. 24 સપ્ટેમ્બર 1955) : ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસક્ષેત્રના અન્વેષક, સંશોધક અને લેખક. સ્વજનો અને મિત્રોમાં ‘ભાણાભાઈ’ના હુલામણા નામથી ઓળખાતા રત્નમણિરાવ જ્ઞાતિએ સાઠોદરા નાગર અને મૂળ અમદાવાદના વતની હતા. તેમણે પ્રાથમિક, માધ્યમિક તથા કૉલેજશિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. 1914માં મૅટ્રિક અને 1919માં સંસ્કૃત સાહિત્ય…
વધુ વાંચો >ઝવેરી, શાંતિદાસ
ઝવેરી, શાંતિદાસ (જ. 1585 અને 90ની વચ્ચે અમદાવાદ; અ. 1659/60) : મુઘલ બાદશાહોના રાજ્યમાન્ય ઝવેરી તથા શરાફ અને અમદાવાદના પ્રથમ નગરશેઠ, મુત્સદ્દી અને ધર્મપરાયણ જૈન શ્રેષ્ઠી. સિસોદિયા રાજપૂત જાગીરદાર હતા; પરંતુ જૈન ધર્મ અંગીકાર કરનારા પદ્મસિંહના વંશજ અને રાજસ્થાન છોડીને અમદાવાદમાં ઝવેરાતનો ધંધો કરનાર ઓસવાળ વણિક સહસ્રકિરણના પુત્ર. શાંતિદાસને પિતાનો…
વધુ વાંચો >ઝાલાઓ
ઝાલાઓ : ઉત્તર સૌરાષ્ટ્રમાં શાસન અને વસવાટ કરતા ક્ષત્રિયો. સૈન્ધવો જેમ સિંધમાંથી આવી સૌરાષ્ટ્રમાં સ્થિર થયા તે પ્રમાણે ઝાલા પણ સિંધના નગરપારકર પ્રદેશમાંથી આવ્યા હોવાનું કહેવાય છે. આ રાજવંશ મૂળ મકવાણા(સિંધ)નો (મકવાણા) વંશ હતો અને સિંધના નગરપારકર નજીક કેરંતી નગરનો શાસક હતો. પાછળથી આ વંશના રાજવીઓ ઝાલા વંશના કહેવાયા. કેરંતી…
વધુ વાંચો >ઝાલા, ગોકુળજી
ઝાલા, ગોકુળજી (જ. 1824; અ. 1878) : જૂનાગઢના નવાબ મહબતખાન બીજાના (1851-82) દીવાન તથા વેદાંતના પ્રખર અભ્યાસી. જૂનાગઢના વડનગરા નાગર. નવાબ મહબતખાન બીજાની સગીર વય દરમિયાન અંગ્રેજ અધિકારી કૉલસન અને ઝાલા રીજન્સી કાઉન્સિલના સભ્યો હતા. તે ડુંગરશી દેવશીના રાજીનામા બાદ જૂનાગઢના દીવાન બન્યા. તેમણે રાજમાતા નજુબીબીના હસ્તક્ષેપને અવગણીને જૂનાગઢ રાજ્યનો…
વધુ વાંચો >ઝાલાવાડ
ઝાલાવાડ : રાજસ્થાનના 33 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લામથક. તે પૂર્વ રાજસ્થાનમાં મધ્યપ્રદેશની સરહદે આવેલ છે. તેની પૂર્વ દિશાએ રાજસ્થાનનો બરન જિલ્લો અને મધ્યપ્રદેશનો ગુના જિલ્લો, દક્ષિણે મધ્યપ્રદેશનો રતલામ જિલ્લો, ઉત્તર દિશાએ રાજસ્થાનનો કોટા જિલ્લો અને પશ્ચિમે મધ્યપ્રદેશનો મંદસોર જિલ્લો આવેલા છે. આમ ઝાલાવાડની ત્રણ બાજુએ મધ્યપ્રદેશના જિલ્લાઓ આવેલા…
વધુ વાંચો >