આયુર્વેદ
સેન ગણનાથ પંડિત
સેન, ગણનાથ પંડિત (જ. ઈ. સ. 1877; અ. 1944) : સંસ્કૃતના અને આયુર્વેદના બંગાળી વિદ્વાન. ભારતમાં વિદેશી શાસનકાળ દરમિયાન આયુર્વેદ ક્ષેત્રે 18મી-19મી સદીમાં ભારે અંધકાર-યુગ હતો. આ સમયે આયુર્વેદના ઉત્થાન માટે તાતી આવશ્યકતા હતી. આવા સમયે ભારતના સંસ્કૃતજ્ઞ ઘણા વિદ્વાનોને આયુર્વેદની પ્રગતિ માટે જરૂરી વૈદકવિદ્યાના ગ્રંથોની ખાસ આવશ્યકતા હતી, તેવા…
વધુ વાંચો >સેન શિવદાસ પંડિત
સેન, શિવદાસ પંડિત : ભારતમાં 14મી15મી સદીમાં આયુર્વેદના પ્રાચીન મૂળ ગ્રંથો ‘ચરકસંહિતા’, ‘સુશ્રુતસંહિતા’, ‘અષ્ટાંગહૃદય’ (વાગ્ભટ્ટ) જેવા ગ્રંથો ઉપર ટીકા-વિવેચન કરનારા ટીકાકારોમાંના એક. તેમનો જીવનકાળ 15મી શતાબ્દીનો ગણાય છે. ‘સેન’ અટકથી તેઓ બંગાળી વૈદ્ય હોવાનું તેમજ તેમણે એક પુસ્તકમાં લખેલ મંગલાચરણ ઉપરથી તેઓ વૈષ્ણવ હોવાનું જણાય છે. તેમણે પોતે પોતાના એક…
વધુ વાંચો >સેનાપતિ ગોપીનાથ
સેનાપતિ, ગોપીનાથ (જ. 24 નવેમ્બર 1915, બનપુર, ઓરિસા) : ઊડિયા કવિ. આયુર્વેદિક ચિકિત્સાકાર્ય સાથે તેમણે સામાજિક સેવા કરી. તેમણે સત્યાગ્રહ ચળવળમાં ભાગ લીધો. ગોદાવરીશ કૉલેજમાં વ્યવસ્થાપક મંડળના સભ્ય; મોહપાત્ર સાહિત્યચક્ર; બનપુરના સેક્રેટરી; ઓરિસા રાજ્ય પાલગાયક પરિષદના સલાહકાર. તેમણે 13 ગ્રંથો આપ્યા છે. ‘પ્રમાદ વારા’ (1981); ‘શાલિયા નૈરા ધેવ’ (1982) અને…
વધુ વાંચો >સોઢલ (વૈદ્ય)
સોઢલ (વૈદ્ય) : ગુજરાતમાં 12મા શતકમાં થઈ ગયેલા પ્રસિદ્ધ વૈદ્ય. તેઓ વૈદક ઉપરાંત જ્યોતિષવિદ્યાના પણ પંડિત હતા. તેમણે ‘ગુણ-સંગ્રહ’ નામે એક નિઘંટુ (વનસ્પતિશાસ્ત્રનો કોશ) તથા ‘ગદનિગ્રહ’ નામે એક ચિકિત્સાગ્રંથ લખેલ છે. વૈદ્ય સોઢલે પોતે રચેલા નિઘંટુના અંતે પોતાનો પરિચય આપતાં લખ્યું છે કે પોતે વત્સગોત્રના રાયકવાળ બ્રાહ્મણ વૈદ્ય નન્દનના પુત્ર…
વધુ વાંચો >સોમલતા
સોમલતા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sarcostemma acidum Voigt syn. S. brevistigma Wight & Arn. (સં. સોમવલ્લી, સોમક્ષીરી; મ. રાનશેર, સોમવલ્લી; તે. કોન્ડાપાલા, પાલ્માકાશ્તામ; ક. હંબુકલ્લી, સોમલતા; અં. મૂન પ્લાન્ટ) છે. તે સામાન્યત: પર્ણવિહીન સંધિમય ક્ષુપ છે અને 1.0 મી. કે તેથી વધારે લંબાઈ…
વધુ વાંચો >સોમલ (White Arsenic) વિષ
સોમલ (White Arsenic) વિષ : તીવ્ર ઝેરી ખનિજ-દ્રવ્ય. જગતના તીવ્રતમ ઝેરમાં તેની ગણતરી થાય છે. સોમલ કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવતું ભયંકર ઝેરી ખનિજ છે. તેની 123 મિગ્રા. જેટલી માત્રા પણ વ્યક્તિના પ્રાણ સદ્ય હરી લે છે. તે સર્પવિષ કરતાં પણ ઝડપી મારકતા ધરાવતું દ્રવ્ય છે. આ ખનિજ-દ્રવ્યનો આયુર્વેદના રસવૈદ્યો…
વધુ વાંચો >સ્વરભેદ (hoarseness of voice)
સ્વરભેદ (hoarseness of voice) : આયુર્વેદમાં બોલતી વખતે શબ્દોના ઉચ્ચારણમાં થતા વિકાર કે ખામીથી અવાજ ઘોઘરો થવો, બોલતાં પૂરા શબ્દો ન બોલી શકાવા કે અવાજ સાવ બેસી જવાના વિકારને ‘સ્વરભંગ’ રોગ કહેલ છે. પ્રાય: કઠંમાં રહેલ સ્વરયંત્ર(larynx)ની સ્થાનિક વિકૃતિ તથા મગજમાં રહેલ વાણીકેન્દ્રની વિકૃતિને કારણે કંઠમાં સોજો આવવાથી આ દર્દ…
વધુ વાંચો >હરડે
હરડે દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia chebula Retz. (સં. હરીતકી, અભયા, પથ્યા; હિં. હરડ, હડ, હર્રે; બં. હરીતકી; મ. હિરડા; ક. અણિલેકાયી; ત. કદુક્કાઈ; તે. કરક્કાઈ; ઉ. કારેવી; અ. એહલીલજ; ફા. હલીલ; અં. ચિબુલિક માયરોબેલન) છે. સ્વરૂપ : તે 15–24 મી. ઊંચું, 1.5–2.4 મી.ના…
વધુ વાંચો >હરમો
હરમો : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ougeinia oojeinensis (Roxb) Hochr. Syn. O. dalbergioides Benth. (સં. તિનિશ; હિં. તિનસુના, તિરિચ્છ; બં. તિલિશ; મ. તિવસ, કાળા પળસ; ક. તિનિશ; ગુ. હરમો, તણછ; તે. તેલ્લા મોટુકુ; તમ. નરિવેંગાઈ; મલ. માલાવેન્ના; ઉ. બંધોના, બંજન) છે. તે નાનાથી માંડી…
વધુ વાંચો >હરમો બાવળ
હરમો બાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia leucophloea willd. syn. A. alba willd. (સં. અરિમેદ, શ્વેત બુરબુર; બં. સફેદ બબુલ; હિં. સફેદ કીકર, સફેદ બબુલ; મ. હીવર, નીમ્બરી, પાન્ઢરી બબુલ; ગુ. હરમો બાવળ, પીળો બાવળ, હરી બાવળ; ક. બીલીજાલી; ત. વેલ્વાયાલમ; તે. તેલ્લા…
વધુ વાંચો >