આયુર્વેદ

નારાયણ તૈલ

નારાયણ તૈલ : આયુર્વેદિક ઔષધિ. અશ્વગંધા, બલામૂળ, બીલીનું મૂળ, કાળીપાટ, ઊભી ભોંરિંગણી, બેઠી ભોંરિંગણી, ગોખરુ, અતિબલા, લીમડાની છાલ, શ્યોનાકનું મૂળ, સાટોડીનાં મૂળ, પ્રસારિણીનું મૂળ તથા અરણીનું મૂળ – આ દરેક ઔષધ સરખા પ્રમાણમાં લઈ અધકચરું ખાંડીને સોળગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લે છે. પછી…

વધુ વાંચો >

નાસારોગ (નાકના રોગો)

નાસારોગ (નાકના રોગો) : આયુર્વેદમાં ‘નાસા’ એટલે ‘નાક’. નાકના 31 પ્રકારના રોગ પંડિત ભાવમિશ્રે બતાવ્યા છે. (1) પીનસ અથવા અપીનસ, (2) પૂતિનસ્ય, (3) નાસાપાક, (4) રક્તપિત્ત, (5) પૂયશોણિત (પૂયરક્ત), (6) ક્ષવથુ, (7) ભ્રંશથુ, (8) દીપ્ત, (9) નાસાનાહ/પ્રતિનાહ, (10) પરિસ્રવ, (11 થી 15) નાસાશોષ (પાંચ પ્રકાર), (16 થી 19) ચાર પ્રકારના…

વધુ વાંચો >

નિઘંટુ

નિઘંટુ : મૂળમાં વૈદિક શબ્દોનો કોશ-ગ્રંથ. એને નિઘંટુ કહેવાનું કારણ એ છે કે વૈદિક મંત્રોના ગૂઢાર્થ એમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આમ વૈદિક શબ્દોનો આ કોશમાંથી પાઠ કરાતો હોવાથી પણ એને ‘નિઘંટુ’ કહે છે. વેદાર્થ જ્ઞાન માટે નિઘંટુમાં સમાવિષ્ટ શબ્દો જ સ્વીકૃત ગણાય છે. નિઘંટુમાં પાંચ અધ્યાય છે. પ્રથમ ત્રણ…

વધુ વાંચો >

નિદ્રા (આયુર્વેદ)

નિદ્રા (આયુર્વેદ) : નિદ્રા એ સ્વાભાવિક પ્રક્રિયા છે. ત્રણ ઉપસ્તંભમાં નિદ્રાની ગણતરી કરવામાં આવી છે. ત્રણેય દોષો શરીરના સ્તંભ છે. તેના ઉપર જીવન ટકી રહે છે. ત્રણ ઉપસ્તમ્ભ આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ત્રણ સ્તંભવાળા શરીરને ટેકારૂપ છે. બ્રહ્મચર્યનો અર્થ ઇન્દ્રિયનિગ્રહ એવો થાય છે. મહર્ષિ સુશ્રુતે નિદ્રાને વૈષ્ણવી શક્તિ અથવા વિષ્ણુની…

વધુ વાંચો >

નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ)

નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગના યુફોરબિયેસી (એરંડાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Croton tiglium Linn. (સં. દ્રવન્તી, જયપાલ, દન્તિબીજ, બૃહદંતી, જેપાલ; હિં. જમાલગોટા; બં. જયપાલ; પં. જપોલોટા મ. જેપાળબીજ; ગુ. નેપાળો; તા. લાલ., નિર્વીલ; તે. નૈપાલવેમું; તુ. બ્યારીબિટ્ટુ; ફા. બેદઅંજીહખતાઈ, તુમ્ખેબંદે; અ. હબુસ્સલાતીન; અં. પર્જિંગ ક્રોટોન) છે.…

વધુ વાંચો >

પટોલ

પટોલ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા કુકરબીટેસી (કૂષ્માન્ડાદિ) કુળની વનસ્પતિ. તેની બે જાતિઓ થાય છે : એક જાતિનું વૈજ્ઞાનિક નામ Trichosanthes cucumerina L. (સં. અમૃતફળ, કષ્ટભંજન, કુલક, પટોલ, કટુપટોલી, કર્કશચ્છદ, તિક્તોત્તમ; હિં. કડવે પરવલ, જંગલી ચિંચોડા, વનપટોલ; બં. પલતાલના, તિત્ પલતા, તિત્ પટોલ; મ. સોન-કટુ પડવળ, રાન પરવલ, ગુ. કડવી…

વધુ વાંચો >

પતંગ-1

પતંગ–1 : વનસ્પતિઓના દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ સીઝાલ્પિનિયેસી (પૂતિકરંજાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Haematoxylon campachianum Linn., syn. cymsepalum baronial Baker (સં.  પતંગ, રક્તકાષ્ઠ, રક્તસાર, પત્રાંગ, રંજન, પટ્ટરંજક; હિં. પતંગ; બકમ, બં. બોક્કાન; બકમ, તે. ગબ્બી, બુક્કપુચેટ્ટુ; ક. પર્તંગા; અં. લૉગ્વૂડ, કૅમ્પીઅચી ટ્રી) છે. વિતરણ : પતંગ મૅક્સિકો (કૅમ્પેચીનો અખાત…

વધુ વાંચો >

પથ્યાદિ ક્વાથ

પથ્યાદિ ક્વાથ : આંખ, કાન, દાંત વગેરેની પીડામાં, માથા-લમણાંના દુખાવા-આધાશીશીમાં, જીર્ણજ્વર, વિષમજ્વર વગેરેમાં વપરાતી આયુર્વેદિક ઔષધિ. હરડે અને બહેડાંની છાલ, આમળાં, કરિયાતું, હળદર અને લીમડાની ગળો – આ છ ઔષધોને સરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડણી-દસ્તા વડે અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકો 20થી 25 ગ્રામ જેટલો લઈ તેમાં…

વધુ વાંચો >

પરમદ

પરમદ : ‘પરમદ’ એટલે પરમ મદ કે ઘેન. નીતિનિયમનું પાલન કરી, ઔષધ રૂપે પ્રમાણસર લેવાયેલ મદ્ય એક ઔષધ છે; પરંતુ નિયમબહાર, પ્રમાણબહાર વ્યસન રૂપે મદ્ય લેવાતાં તે શરીરમાં અનેક ભયાનક રોગો પેદા કરે છે અને તેથી અચાનક અકાળે મૃત્યુ પણ થાય છે. આયુર્વેદમાં વધુ પડતા મદ્યપાનથી ઉત્પન્ન થતાં દર્દોને ‘મદાત્યય’…

વધુ વાંચો >

પરાશર

પરાશર : વેદકાળના પરાશર-ગોત્રપ્રવર્તક ઋષિ. આયુર્વેદના એ નામના આચાર્ય, જેમનો ચરકે ઉલ્લેખ કર્યો છે. અત્રિ નામના આચાર્યના શિષ્ય. વસિષ્ઠ મૈત્રાવરુણિના પૌત્ર. પિતાનું નામ શક્તિ, માતાનું નામ અષ્યંતિ. રાક્ષસો પોતાના પિતા શક્તિને ખાઈ ગયાની ખબર બાળક પરાશરને પડતાં રાક્ષસસત્ર કરીને તેમણે પોતાના તપોબળથી અનેક રાક્ષસોને બાળી મૂક્યાનો ઉલ્લેખ છે. પુલસ્ત્ય ઋષિની…

વધુ વાંચો >