આયુર્વેદ

ખદિરાદિવટી

ખદિરાદિવટી : આયુર્વેદિક ઔષધ. સફેદ ખેરના ક્ષાર તથા વિટ્-ખદિરના ક્ષારનો ક્વાથ બનાવી ગાળી ફરી ઉકાળતાં ઘટ્ટ થાય ત્યારે તેમાં સફેદ ચંદન, પદ્મકાષ્ઠ, ખસ, મજીઠ, ધાવડીનાં ફૂલ, નાગરમોથ, પુંડરીકકાષ્ઠ, જેઠીમધ, તજ, ઇલાયચી, તમાલપત્ર, નાગકેસર, લાખ, રસવંતી, જટામાંસી, ત્રિફલા, લોધ્ર, વાળો, હળદર, દારુહળદર, પ્રિયંગુ, એલચો, લાજવંતી, કાયફળ, વજ, જવાસો, અગર, પતંગ, સોનાગેરુ…

વધુ વાંચો >

ખલ્લી

ખલ્લી : પગ, પિંડી, જાંઘ કે હાથમાં સ્નાયુની ખેંચ (સંકોચન) પેદા કરી, ગોટલા બાઝી જવાનું દર્દ. આયુર્વેદમાં 80 પ્રકારના ‘વાતવ્યાધિ’ દર્શાવ્યા છે. તે એક સ્નાયુગત વાતવ્યાધિ છે. આ દર્દમાં વાયુદોષ વિકૃત થઈ પેટ, પેઢું, નિતંબ, જાંઘ, પગની પિંડીઓ અને હાથ(બાવડા)માં પ્રસરીને સ્નાયુસંકોચન કરી, કઠિનતા તથા શૂળ પેદા કરે છે. ખાલી…

વધુ વાંચો >

ગદાધર

ગદાધર (આશરે તેરમી સદી) : આયુર્વેદ ગ્રંથના ટીકાકાર. આયુર્વેદના ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના એક ટીકાકાર હેમાદ્રિ છે. તેમણે ‘અષ્ટાંગહૃદય’ પર ‘આયુર્વેદ રસાયન’ નામની ટીકા લખી છે, જે અપૂર્ણ ઉપલબ્ધ છે. હેમાદ્રિએ પોતાની ટીકામાં તથા ‘અષ્ટાંગહૃદય’ના અન્ય ટીકાકાર વિજયરક્ષિત (ઈ. સ. 1240 લગભગ) અને શ્રીકંઠ દત્તની ‘વૃંદ’ ગ્રંથની ટીકામાં ગદાધરનો એક ટીકાકાર તરીકે…

વધુ વાંચો >

ગયદાસ (સાતમો–આઠમો સૈકો)

ગયદાસ (સાતમો–આઠમો સૈકો) : આયુર્વેદના ટીકાકાર. આયુર્વેદના સર્જરીના ગ્રંથ ‘સુશ્રુત’ના પ્રાચીનતમ ટીકાકારોમાં જેજ્જટ પછી ગયદાસનું નામ આવે છે. ગયદાસે સુશ્રુત ઉપર ‘પંજિકા’ નામની ટીકા લખી છે. સુશ્રુતના ત્રીજા ટીકાકાર ડલ્હણે વારંવાર ગયદાસનો ઉલ્લેખ કરેલ છે. ડલ્હણાચાર્યે પોતે સુશ્રુતની ટીકામાં ગયદાસના પાઠોને મોટા ભાગે સ્વીકાર્યા છે. આ ગયદાસે સુશ્રુતના ટીકાકાર જેજ્જટનો…

વધુ વાંચો >

ગલગંડ

ગલગંડ (આયુર્વેદોક્ત – કંઠરોગ) (Goitre) : આયુર્વેદના રોગ-નિદાનના ખાસ ગ્રંથ ‘માધવ નિદાન’માં ગળાની આસપાસ થતા રોગોમાં ગલગંડ, ગંડમાળા (કંઠમાળા), અપચી તથા અર્બુદ રોગો-(ગાંઠ – tumour)નું વર્ણન એક જ પ્રકરણમાં આપેલ છે. તેમાં ગળા (ગ્રીવા) ઉપર અને નીચલા જડબાની નીચે ગળાના આગલા ભાગે અજમેરી બોરથી માંડીને સફરજન જેવડી મોટી, પોચા સોજાવાળી,…

વધુ વાંચો >

ગળજીભી

ગળજીભી : આયુર્વેદિક વનસ્પતિ. સં. खरपर्णी, गोजिहवा; હિં. गोजिया, तितली; મ. गोजीम, पाथरी; ગુ. ગળજીભી, ભોંપાથરી; ફા. કલમરૂમી; ક. યલુન લગે; લૅ. Elephantopas scaber Linn. આ વનસ્પતિ ગુજરાત અને ભારતમાં સર્વત્ર ખડકાળ, પડતર, ભીની અને છાંયાવાળી જમીનમાં ભોંયસરસા થતા છોડ જેવી હોય છે. તેનાં પાન ગાયની જીભ જેવા આકારનાં, મૂળમાંથી…

વધુ વાંચો >

ગંગાધર ચૂર્ણ

ગંગાધર ચૂર્ણ : આયુર્વેદીય ઔષધ. નાગરમોથ, ઇન્દ્રજવ, બીલાનો ગર્ભ, લોધર, મોચરસ અને ધાવડીનાં ફૂલ સરખા ભાગે લઈ ખાંડીને તૈયાર કરેલું વસ્ત્રગાળ ચૂર્ણ. ત્રણથી પાંચ ગ્રામ જેટલી માત્રા દિવસમાં બેથી ત્રણ વાર છાશ તથા ગોળ સાથે લેવાથી અતિસાર, મરડો અને રક્તાતિસારમાં લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

ગંગેટી (જીતેલી)

ગંગેટી (જીતેલી) : આયુર્વેદિક ઔષધિ. સં. नागबला, गांगेरुकी; હિ. गुलसकरी, कुकरविचा, कुकरांड; મ. गोवाली, गांगी, गांगेरुकी; ગુ. ગંગેટી, ગંજેટી, જીતેલી, બાજોલિયું, ઊંધી ખાટલી; લૅ. Grewia tenax (Forsk). ગુલ્મ પ્રકારની વનસ્પતિના વર્ગમાં ગંગેટીના મધ્યમ ઊંચાઈના છોડ-ઝાડ 3થી 10 ફૂટનાં થાય છે. તેમાં અનેક શાખા-પ્રશાખાઓ હોય છે, જે એકબીજીમાં ગૂંચવાયેલી હોય છે.…

વધુ વાંચો >

ગુડુચી સત્વ (ગળોસત્વ)

ગુડુચી સત્વ (ગળોસત્વ) : આયુર્વેદનું ઔષધ. લીમડાની ગળોના ચાર ચાર આંગળના કકડા કરી છૂંદીને કલાઈવાળા વાસણમાં પાણી નાખી ચાર પ્રહર સુધી પલાળવા. ત્યારબાદ હાથ વડે ખૂબ મસળીને કપડાથી ગાળી લેવામાં આવે છે. વાસણમાં નીચે ગળોનું સત્વ સફેદ પાઉડર રૂપે તૈયાર થાય ત્યારે પાણી નિતારી તેને સૂકવીને બાટલીમાં ભરી લેવાથી ગળોનું…

વધુ વાંચો >

ગુડૂચ્યાદિ ક્વાથ

ગુડૂચ્યાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. આયુર્વેદમાં ગળો (ગડૂચી કે અમૃતા) એક ખૂબ મહત્વની ઔષધિ છે. તેના યોગથી આયુર્વેદના અનેક ગ્રંથોમાં વિવિધ ક્વાથ-ઔષધિઓનાં વિવિધ રોગલક્ષી, અનેક ભિન્ન પાઠ આપેલા છે. શારંગધર સંહિતામાં જ ગુડૂચ્યાદિ ક્વાથના નામથી ક્વાથ ઔષધોની યાદીમાં 5 જાતના અને આર્યભિષક ગ્રંથમાં ગળોના પ્રકરણમાં 8 પ્રકારના, ગુડૂચ્યાદિ ક્વાથના પાઠ…

વધુ વાંચો >