આયુર્વિજ્ઞાન
મૂત્રપરીક્ષણ
મૂત્રપરીક્ષણ : જુઓ, ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન)
વધુ વાંચો >મૂત્રપિંડજન્ય અસ્થિવિકાર
મૂત્રપિંડજન્ય અસ્થિવિકાર : જુઓ, મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી.
વધુ વાંચો >મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી
મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી (Chronic Renal Failure, CRF) લાંબો સમય ચાલતી મૂત્રપિંડની ક્રિયાનિષ્ફળતા. તેને દીર્ઘકાલી મૂત્રપિંડ અનુપાત અથવા અપર્યાપ્તતા (chronic renal insufficiency) પણ કહે છે. તેના નિદાન માટે મુખ્ય આવશ્યકતાઓ રૂપે કેટલીક સ્થિતિઓ, ચિહનો અને લક્ષણો છે; જેમ કે, મહિનાઓ કે વર્ષો સુધી સતત વધતી જતી નત્રલવિષરુધિરતા (azotaemia), મૂત્રવિષરુધિરતા(uraemia)નાં લાંબા સમય સુધી…
વધુ વાંચો >મૂત્રપિંડ-પ્રતિરોપણ
મૂત્રપિંડ–પ્રતિરોપણ : જુઓ, પ્રતિરોપણ અને નિરોપ.
વધુ વાંચો >મૂત્રપિંડ બહુકોષ્ઠી
મૂત્રપિંડ બહુકોષ્ઠી : જુઓ, મૂત્રપિંડી કોષ્ઠીરોગો.
વધુ વાંચો >મૂત્રપિંડરુગ્ણતાઓ, સગુચ્છ
મૂત્રપિંડરુગ્ણતાઓ, સગુચ્છ (glomerulo-nepheropathies) : મૂત્રકગુચ્છ(glomerulus)નો કોઈ ભાગ અસરગ્રસ્ત થવાથી થતા મૂત્રપિંડના રોગો. તેમને ગુચ્છમૂત્રપિંડરુગ્ણતા પણ કહે છે. મૂત્રકગુચ્છના વિવિધ ભાગો અસરગ્રસ્ત થઈ શકે છે; જેમ કે, અધિચ્છદ(epithelium)ના પાદકોષો (podocytes), તલપટલ (basement membrane), કેશવાહિનીઓનું અંતશ્ચછદ (endothelium) અને મધ્યપેશી (mesangium). મોટાભાગે તે શોથ(inflammation)ના વિકાર રૂપે જોવા મળે છે. શોથના વિકારના ભાગ રૂપે…
વધુ વાંચો >મૂત્રપિંડશોથ, અંતરાલીય
મૂત્રપિંડશોથ, અંતરાલીય (Interstitial Nephritis) : તાવ, ચામડી પરનો સ્ફોટ (rash), ટૂંકા સમયથી થયેલી મૂત્રપિંડ-નિષ્ફળતા તથા પેશાબમાં લોહી તથા ક્યારેક પૂયકોષો (pus cells) જતા હોય તેવી સ્થિતિવાળો વિકાર. મૂત્રપિંડમાં બે પ્રકારની પેશી હોય છે : મુખ્ય કાર્ય કરતી પ્રમુખપેશી (દા.ત., મૂત્રક – nephron) તથા મૂત્રકોની વચ્ચે આવેલી અંતરાલીય પેશી (interstitial tissue).…
વધુ વાંચો >મૂત્રપિંડશોથ, સગુચ્છ
મૂત્રપિંડશોથ, સગુચ્છ : જુઓ, મૂત્રપિંડરુગ્ણતાઓ, સગુચ્છ.
વધુ વાંચો >મૂત્રપિંડશોથ, સદ્રોણી
મૂત્રપિંડશોથ, સદ્રોણી (Pyelonephritis) : તાવ, કેડમાં દુખાવો તથા પેશાબ કરતી વખતે તકલીફ થાય તેવો મૂત્રપિંડ અને મૂત્રપિંડ-દ્રોણી(renal pelvis)નો ચેપજન્ય વિકાર. મૂત્રપિંડમાં આવેલા મૂત્રકો(nephrones)માં તૈયાર થયેલું મૂત્ર નાની નાની નળીઓ દ્વારા એકઠું થઈને મૂત્રપિંડનળીમાં વહે છે. મૂત્રાશયનળીનો ઉપલો છેડો નાળચા જેવો પહોળો હોય છે. તેને મૂત્રપિંડ-દ્રોણી અથવા મૂત્રપિંડ-કુંડ (renal pelvis) કહે…
વધુ વાંચો >મૂત્રપિંડશોફ, સજલ અને સપૂય
મૂત્રપિંડશોફ, સજલ અને સપૂય (Hydronephrosis and Pyonephrosis) : મૂત્રવહનમાં અવરોધને કારણે ફૂલી ગયેલા મૂત્રપિંડનો વિકાર. તેને સજલ મૂત્રપિંડશોફ અથવા મૂત્રપિંડજલશોફ (hydronephrosis) કહે છે અને તેમાં પરુ ભરાયેલું હોય તો તેને સપૂય મૂત્રપિંડશોફ અથવા મૂત્રપિંડપૂયશોફ (pyonephrosis) કહે છે. જો મૂત્રપિંડનળીમાં અટકાવ આવેલો હોય તો તેને મૂત્રપિંડનળીરોધ (ureteric obstruction) કહે છે. એક…
વધુ વાંચો >