આયુર્વિજ્ઞાન

મૂત્રકનલિકાગત અમ્લતાવિકાર

મૂત્રકનલિકાગત અમ્લતાવિકાર (Renal Tubular Acidosis) : મૂત્રપિંડના વિકારને કારણે શરીરમાં અમ્લતાનું પ્રાધાન્ય વધે તેવો વિકાર. કોઈ દ્રાવણમાં જ્યારે વિદ્યુત તરંગ પસાર કરાય ત્યારે તેમાં દ્રવિત થયેલા (dissolved) રસાયણમાંના ધન અને ઋણ આયનો છૂટા પડીને પ્રવાહમાં ડુબાડેલા વીજાગ્રો (electrolytes) તરફ ગતિ કરે છે. આવી રીતે અલગ પડી શકે તેવા રસાયણમાંના ધનાયન…

વધુ વાંચો >

મૂત્રણ (micturition)

મૂત્રણ (micturition) : મૂત્રાશયમાં પેશાબનો સંગ્રહ કરીને તેને સમયાંતરે ખાલી કરવાની ક્રિયા. તેના પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. મૂત્રાશય(urinary bladder)ના મુખ્ય બે ભાગ છે – મૂત્રાશય-કાય તથા મૂત્રાશય-ત્રિભુજ (trigone). મૂત્રાશય-કાય એક પોલી તથા પેશાબના સંગ્રહ સાથે અમુક અંશે પહોળી થઈ શકતી કોથળી છે. તે મૂત્રક્ષેપી સ્નાયુ(detrusor muscle)ની બનેલી છે. મૂત્રાશયની…

વધુ વાંચો >

મૂત્રદાહ

મૂત્રદાહ : પેશાબ કરતી વખતે અથવા ત્યારપછી તુરત થતી પીડા. દુર્મૂત્રતા(dysuria)ની સંજ્ઞાથી ઓળખાતી તકલીફોમાં ઘણી વખત પીડાકારક મૂત્રણ (micturition) ઉપરાંત મૂત્રણક્રિયામાં અટકાવ કે અવરોધ અનુભવાય તેનો પણ સમાવેશ કરાય છે. મૂત્રદાહ(દુ:મૂત્રતા)  કરતા વિવિધ વિકારોમાં મૂત્રમાર્ગમાં ચેપ, ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) પછી થતી ઇસ્ટ્રોજન નામના અંત:સ્રાવની ઊણપ, યોનિશોથ(vaginitis), જનનાંગોમાં ચેપ, અંતરાલીય મૂત્રાશયશોથ (intestitial…

વધુ વાંચો >

મૂત્રપરીક્ષણ

મૂત્રપરીક્ષણ : જુઓ, ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન)

વધુ વાંચો >

મૂત્રપિંડજન્ય અસ્થિવિકાર

મૂત્રપિંડજન્ય અસ્થિવિકાર : જુઓ, મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી.

વધુ વાંચો >

મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી

મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી (Chronic Renal Failure, CRF) લાંબો સમય ચાલતી મૂત્રપિંડની ક્રિયાનિષ્ફળતા. તેને દીર્ઘકાલી મૂત્રપિંડ અનુપાત અથવા અપર્યાપ્તતા (chronic renal insufficiency) પણ કહે છે. તેના નિદાન માટે મુખ્ય આવશ્યકતાઓ રૂપે કેટલીક સ્થિતિઓ, ચિહનો અને લક્ષણો છે; જેમ કે, મહિનાઓ કે વર્ષો સુધી સતત વધતી જતી નત્રલવિષરુધિરતા (azotaemia), મૂત્રવિષરુધિરતા(uraemia)નાં લાંબા સમય સુધી…

વધુ વાંચો >

મૂત્રપિંડ-પ્રતિરોપણ

મૂત્રપિંડ–પ્રતિરોપણ : જુઓ, પ્રતિરોપણ અને નિરોપ.

વધુ વાંચો >

મૂત્રપિંડ બહુકોષ્ઠી

મૂત્રપિંડ બહુકોષ્ઠી : જુઓ, મૂત્રપિંડી કોષ્ઠીરોગો.

વધુ વાંચો >

મૂત્રપિંડરુગ્ણતાઓ, સગુચ્છ

મૂત્રપિંડરુગ્ણતાઓ, સગુચ્છ (glomerulo-nepheropathies) : મૂત્રકગુચ્છ(glomerulus)નો કોઈ ભાગ અસરગ્રસ્ત થવાથી થતા મૂત્રપિંડના રોગો. તેમને ગુચ્છમૂત્રપિંડરુગ્ણતા પણ કહે છે. મૂત્રકગુચ્છના વિવિધ ભાગો અસરગ્રસ્ત થઈ શકે છે; જેમ કે, અધિચ્છદ(epithelium)ના પાદકોષો (podocytes), તલપટલ (basement membrane), કેશવાહિનીઓનું અંતશ્ચછદ (endothelium) અને મધ્યપેશી (mesangium). મોટાભાગે તે શોથ(inflammation)ના વિકાર રૂપે જોવા મળે છે. શોથના વિકારના ભાગ રૂપે…

વધુ વાંચો >

મૂત્રપિંડશોથ, અંતરાલીય

મૂત્રપિંડશોથ, અંતરાલીય (Interstitial Nephritis) : તાવ, ચામડી પરનો સ્ફોટ (rash), ટૂંકા સમયથી થયેલી મૂત્રપિંડ-નિષ્ફળતા તથા પેશાબમાં લોહી તથા ક્યારેક પૂયકોષો (pus cells) જતા હોય તેવી સ્થિતિવાળો વિકાર. મૂત્રપિંડમાં બે પ્રકારની પેશી હોય છે : મુખ્ય કાર્ય કરતી પ્રમુખપેશી (દા.ત., મૂત્રક – nephron) તથા મૂત્રકોની વચ્ચે આવેલી અંતરાલીય પેશી (interstitial tissue).…

વધુ વાંચો >