આયુર્વિજ્ઞાન

પેથિડીન (મેપેરિડીન)

પેથિડીન (મેપેરિડીન) : અફીણજૂથનું નશાકારક પીડાશામક (narcotic analgesic) ઔષધ. તે શાસ્ત્રીય રીતે એક ફિનાઇલ પિપરિડીન જૂથનું સંયોજન છે. તેની રાસાયણિક સંરચના નીચે મુજબ છે : તે કેન્દ્રીય ચેતાતંત્રના  પ્રકારના અફીણાભ-સ્વીકારકો સાથે જોડાય છે અને તે કેન્દ્રીય ચેતાતંત્ર તથા આંતરડામાંની ચેતાતંત્રીય પેશીઓ પર અસર કરે છે. કેન્દ્રીય ચેતાતંત્ર પરની તેની અસર…

વધુ વાંચો >

પેપ પરીક્ષણ

પેપ પરીક્ષણ : જુઓ, કૅન્સર, ગર્ભાશયના મુખ(ગ્રીવા)નું.

વધુ વાંચો >

પેપાવર

પેપાવર : જુઓ અફીણ.

વધુ વાંચો >

પેપ્ટિક ચાંદું (peptic ulcer)

પેપ્ટિક ચાંદું (peptic ulcer) જઠરના પાચકરસના સંસર્ગમાં આવતી શ્લેષ્મકલામાં પડતું ચાંદું(વ્રણ). એક સંકલ્પના પ્રમાણે જઠરના પાચકરસ દ્વારા જઠર કે પક્વાશય-(duodenum)ની દીવાલ(શ્લેષ્મકલા)ના પ્રોટીનનું પચન થાય છે તો ત્યાં ચાંદું પડે છે. તેથી તેને પચિતકલા-ચાંદું (peptic ulcer) કહે છે. પચિતકલા-વ્રણ બે પ્રકારનાં હોય છે : ટૂંકા ગાળાનાં અથવા ઉગ્ર (acute) અને લાંબા…

વધુ વાંચો >

પેપ્ટિક છિદ્રણ (peptic perforation)

પેપ્ટિક છિદ્રણ (peptic perforation) : પેપ્ટિક વ્રણમાંથી કાણું પડવું તે. પક્વાશય (duodenum) કે જઠરમાં લાંબા સમયના ચાંદાને પચિતકલાવ્રણ (peptic ulcer) કહે છે. ક્યારેક તે વિકસીને જઠરમાં કાણું પાડે ત્યારે તેને પચિતકલાછિદ્રણ (peptic perforation) અથવા પેપ્ટિક છિદ્રણ કહે છે. સ્ત્રીઓ કરતાં તે પુરુષોમાં બમણા દરે થાય છે. તે મુખ્યત્વે 45થી 55…

વધુ વાંચો >

પેરાસિટેમૉલ (એસિટિલઍમિનોફિનોલ)

પેરાસિટેમૉલ (એસિટિલઍમિનોફિનોલ) : દુખાવો અને તાવ ઘટાડતું ઔષધ. તે કોલસીડામર(coal-tar)જૂથના પીડાશામક (analgesic) ઔષધ તરીકે પણ ઓળખાય છે. તેનું શાસ્ત્રીય નામ એન-એસિટિલ-4-ઍમિનોફિનોલ છે. તેનો સૌપ્રથમ ઉપયોગ 1893માં ફોન મેરિંગે કર્યો હતો. તે અગાઉ વપરાતી એસિટાનિલિડ અને ફિનેસેટિન નામની દવાઓનું સક્રિય ચયાપચયી શેષદ્રવ્ય છે તેવું જાણમાં આવ્યા પછી 1949થી તે વ્યાપક વપરાશમાં…

વધુ વાંચો >

પેશીનાશ (gangrene)

પેશીનાશ (gangrene) : કોહવાટ (putrefaction) સાથે પેશીનો નાશ. તેને કોથ પણ કહે છે. તેને કોથ પણ કહે છે. કોષો, પેશીઓ તથા અવયવનો કોઈ ભાગ મૃત્યુ પામે તો તેને વિવિધ નામે ઓળખવામાં આવે છે. કોઈ વિકાર, ઝેર કે ઈજાને કારણે કોષોને ઈજા થાય અને તે નાશ પામે તો તેને કોષનાશ (necrosis),…

વધુ વાંચો >

પેશીનાશ વાતજનક

પેશીનાશ, વાતજનક : ઈજા પછી નસો વગરની અને જીવંત ન રહી હોય એવી પેશીમાં ક્લોસ્ટ્રિડિયમ જૂથના કેટલાક જીવાણુઓથી થતો વાયુ ઉત્પન્ન કરતો રોગ. તેમાં મુખ્યત્વે ક્લો. પર્ફિન્જિન્સ નામનો જીવાણુ કારણરૂપ હોય છે; પરંતુ ક્યારેક ક્લો. નોવ્યી, ક્લો. હિસ્ટોલિટિકમ અને ક્લો. સેપ્ટિકમ પણ કારણરૂપ હોય છે. આ જીવાણુઓ માટીમાં તથા માનવો…

વધુ વાંચો >

પેશીવિકૃતિશાસ્ત્ર (histopathology)

પેશીવિકૃતિશાસ્ત્ર (histopathology) : રોગમાં થતી પેશીની વિકૃતિઓના સૂક્ષ્મદર્શક વડે કરાતા અભ્યાસનું શાસ્ત્ર. તેને પેશી-રુગ્ણતાવિદ્યા પણ કહે છે. આ પ્રકારની વિકૃતિ કે રુગ્ણતાને પણ પેશીરુગ્ણતા (histopathogy) કહે છે. રોજબરોજની નિદાન-ચિકિત્સાલક્ષી તબીબી વિદ્યામાં પેશીનો ટુકડો મેળવીને કે શસ્ત્રક્રિયા કરીને નિદાન કરાય છે. તેનાં મુખ્ય સાત પાસાં છે : (1) પેશી-આહરણ (collection of…

વધુ વાંચો >

પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન)

પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન) : કોઈ સજીવની પેશી કે તેના કોષોને તેના શરીરની બહાર ઉછેરવાં તે. તેમાં અગાર (agar) કે સૂપ (broth) જેવાં પ્રવાહી, અર્ધપ્રવાહી કે ઘન વૃદ્ધિકારક દ્રવ્ય માધ્યમ(growth media)નો ઉપયોગ કરાય છે. અમેરિકન પૅથોલૉજિસ્ટ મૉન્ટ્રોઝ થૉમસ બરોઝે સૌપ્રથમ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હાલ તે મુખ્યત્વે પ્રાણીઓની પેશીના…

વધુ વાંચો >