આયુર્વિજ્ઞાન
પોષકતત્ત્વો
પોષકતત્ત્વો : જુઓ, ‘આહાર અને પોષણ’
વધુ વાંચો >પોષણ
પોષણ : જુઓ, લેખ ‘આહાર અને પોષણ’
વધુ વાંચો >પોષણ નવજાતશિશુ(neonate)નું
પોષણ, નવજાતશિશુ(neonate)નું : નવા જન્મેલા બાળકનું પોષણ. ગર્ભશિશુ (foetus) તેની ઊર્જા(શક્તિ)ની જરૂરિયાત માટે માતાના લોહીમાંના ગ્લુકોઝ પર આધાર રાખે છે. જન્મ પછી થોડાક કલાક માટે નવજાત શિશુ તેના સ્નાયુ અને યકૃત(liver)માં સંગ્રહાયેલા ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવીને ઉપયોગ કરે છે. પરંતુ નવજાત શિશુનું યકૃત હજુ પૂરું વિકસેલું ન હોવાને કારણે તે પ્રોટીન…
વધુ વાંચો >પોષણ સહાયકારી (assisted nutrition)
પોષણ, સહાયકારી (assisted nutrition) : જે દર્દી મોં વાટે ખોરાક ન લઈ શકે તેનું જીવન ટકાવવા અપાતા પોષણની પદ્ધતિઓ. તે બે પ્રકારની હોય છે : આંત્રમાર્ગી (enteral) અને પરાંત્રમાર્ગી (parenteral). નાકમાંથી જઠરમાં નાંખેલી નળી દ્વારા કે જઠરમાં કે આંતરડામાં કાણું પાડીને નખાયેલી નળી દ્વારા સીધેસીધો જઠર કે આંતરડામાં ખોરાક પહોંચાડાય…
વધુ વાંચો >પ્રકાશભીતિ (photophobia)
પ્રકાશભીતિ (photophobia) : પ્રકાશની હાજરીમાં વધુ પડતું અંજાઈ જવાનો કે પ્રકાશને સહન ન કરી શકાવાનો વિકાર. તેને કારણે પ્રકાશની હાજરીમાં વ્યક્તિની આંખો મીંચાઈ જાય છે. તેમાં પ્રકાશ માટે કોઈ પ્રકારનો માનસિક ભય ન હોવાને કારણે તેને પ્રકાશભીતિને બદલે પ્રકાશલક્ષી અસહ્યતા અથવા પ્રકાશઅસહ્યતા (photophobia) કહેવું વધુ યોગ્ય ગણાય. અતિતીવ્ર પ્રકાશ હોય…
વધુ વાંચો >પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity)
પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity) પ્રકાશની હાજરીમાં ઉદભવતા ચામડીના વિવિધ વિકારો. સૂર્યના પ્રકાશના રંગપટમાંનાં પારજાંબલી (ultraviolet) કિરણો ચામડીના વિકારો સર્જે છે. તેને કારણે સૂર્યદાહ (sunburns), ચામડીનું અકાળ વૃદ્ધત્વ, ચામડીનું કૅન્સર વગેરે વિવિધ રોગો ઉદભવે છે. સૂર્યપ્રકાશ : સૂર્યપ્રકાશ આનંદદાયક, જીવનરક્ષક, સૂક્ષ્મજીવનાશક તથા પર્યાવરણરક્ષક છે. તેથી દરેકને માટે તેનું સાહજિક રીતે જ આકર્ષણ…
વધુ વાંચો >પ્રકૃતિવૈચિત્ર્ય (idiosyncrasy)
પ્રકૃતિવૈચિત્ર્ય (idiosyncrasy) : કોઈ પદાર્થ કે રસાયણ તરફનો વ્યક્તિનો અસામાન્ય પ્રતિભાવ. 1974માં ગોલ્ડસ્ટેઇને દર્શાવ્યું છે તે પ્રમાણે તેની વ્યાખ્યા કરવામાં આવે તો આવો પ્રતિભાવ વ્યક્તિનાં પોતાનાં જનીનો(genes)ને કારણે હોય છે. જે પ્રતિભાવ જોવા મળે છે તે બીજી કોઈ વ્યક્તિમાં થાય તેવો જ હોય છે, પરંતુ તે વધુ તીવ્ર અથવા વધુ…
વધુ વાંચો >પ્રચ્છન્નતા (recessiveness)
પ્રચ્છન્નતા (recessiveness) : સજીવોની પ્રથમ સંતાનીય (filial) પેઢીમાં કોઈ એક લક્ષણને અનુલક્ષીને એકત્રિત થતાં બે વૈકલ્પિક જનીનો (Aa) પૈકી પ્રચ્છન્ન જનીન (a) અભિવ્યક્ત ન થવાની પરિઘટના. આ પેઢીમાં અભિવ્યક્ત થતા જનીન(A)ને પ્રભાવી જનીન કહે છે. પ્રભાવી જનીન(A)ની ઉપસ્થિતિમાં પ્રચ્છન્ન જનીન(a)ની અભિવ્યક્તિ દબાય છે. પ્રથમ સંતાનીય (F1) પેઢીનાં સજીવો વચ્ચે અંત:પ્રજનન…
વધુ વાંચો >પ્રજનનતંત્ર (માનવ)
પ્રજનનતંત્ર (માનવ) પોતાના જેવી જ શરીરચના અને કાર્ય કરી શકે તેવી સંતતિ ઉત્પન્ન કરીને જીવનતંતુને પેઢી-દર-પેઢી ટકાવી રાખતું તંત્ર તે પ્રજનનતંત્ર. કોઈ એકકોષી સજીવ જ્યારે તેના જેવો જ બીજો એકકોષી સજીવ બને ત્યારે તે પણ પ્રજનનકાર્ય કરે છે. માનવશરીરમાં કોષો જ્યારે વિભાજિત થઈને નવા કોષો બનાવે ત્યારે તેઓ પોતાનું એક…
વધુ વાંચો >પ્રતિક્ષિપ્ત ક્રિયા (આયુર્વિજ્ઞાન)
પ્રતિક્ષિપ્ત ક્રિયા (આયુર્વિજ્ઞાન) : સંરક્ષણના હેતુસર ઉદભવતા અનૈચ્છિક ચેતાકીય પ્રતિભાવો. ક્યારેક પણ કોઈ પ્રકારની પીડાકારક કે નુકસાનકારક સંવેદના ઉદભવે ત્યારે કેન્દ્રીય ચેતાતંત્રનાં ઉપરનાં કેન્દ્રોની મદદ અને જાણ વગર કરોડરજ્જુમાં ચેતાકોષો તાત્કાલિક પ્રતિભાવ રૂપે જરૂરી પ્રતિક્રિયા સર્જે છે. તેને ચેતાકીય પ્રતિક્ષિપ્ત ક્રિયા અથવા ટૂંકમાં પ્રતિક્ષિપ્ત ક્રિયા (neurological reflexes) કહે છે. તેમને…
વધુ વાંચો >