આયુર્વિજ્ઞાન
પાવલોવ ઇવાન
પાવલોવ, ઇવાન (જ. 26 સપ્ટેમ્બર 1849, ર્યાઝમ (Ryazam), રશિયા; અ. 27 ફેબ્રુઆરી 1936, મૉસ્કો, રશિયા) : પાચનક્રિયા અંગેના તેમના સંશોધનકાર્ય માટે 1904ના તથા તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના 1904ના નોબેલ પારિતોષિકવિજેતા. તેમના આ કાર્યને આધારે વધુ વિકાસ કરીને પાચનમાર્ગ પર અન્ય પ્રયોગો કરી શકાયા, જેને કારણે તે અંગેનું જ્ઞાન વિકસ્યું…
વધુ વાંચો >પાંડુતા (anaemia)
પાંડુતા (anaemia) લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે, રક્તકોષો(લાલ કોષો)ની સંખ્યા ઘટે અથવા રક્તકોષદળ (haematocrit) ઘટે તેને પાંડુતા કહે છે. લોહીમાંના રક્તકોષોના કુલ કદની ટકાવારીને રક્તકોષદળ કહે છે. તેને કારણે શરીર ફિક્કું લાગે છે. આંખની પલકની અંદરની સપાટી, હોઠ, જીભ તથા નખનો ગુલાબી રંગ ઝાંખો પડે છે અને તીવ્ર પાંડુતા હોય તો…
વધુ વાંચો >પિતૃત્વ કે માતૃત્વનું નિશ્યયન (fixation of paternity or maternity)
પિતૃત્વ કે માતૃત્વનું નિશ્ચયન (fixation of paternity or maternity) : ન્યાયસહાયક આયુર્વિજ્ઞાનની મદદથી બાળકનાં માતા કે પિતા કોણ છે કે તેનો વિવાદ હોય ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ તેની માતા કે પિતા હોઈ શકે કે નહિ તે દર્શાવવાની પદ્ધતિ. સામાન્ય રીતે આવો વિવાદ બાળક લગ્નના સમયગાળામાં ન જન્મ્યું હોય ત્યારે થાય…
વધુ વાંચો >પિત્ત અને પિત્તમાર્ગ (bile and biliary tract)
પિત્ત અને પિત્તમાર્ગ (bile and biliary tract) યકૃત(liver)માં ઉત્પન્ન થતું પ્રવાહી તથા તેનું વહન કરતી નળીઓ અને તેનો સંગ્રહ કરતી અને સાંદ્રતા વધારતી કોથળીનો સમૂહ. રોજ 600થી 1200 મિ.લિટર જેટલું પિત્ત બને છે. તેને પિત્તરસ પણ કહે છે. તેનાં મુખ્ય 2 કાર્યો છે : (1) ચરબીનું પાચન અને અવશોષણ અને…
વધુ વાંચો >પિનિયલ ગ્રંથિ (pineal gland)
પિનિયલ ગ્રંથિ (pineal gland) : મગજની વચમાં અને પાછળના ભાગમાં આવેલી ગ્રંથિ. તેના કાર્યનું નિયમન પ્રકાશ અને અંધકાર સાથે સંબંધિત હોવાથી તેને પ્રકાશસંવેદી ગ્રંથિ પણ કહે છે. તે શરીરની અંદર રહેલું જાણે ત્રીજું નેત્ર છે, જે તેના રાસાયણિક સ્રાવ (secretion) વડે શરીરના કોષોને અંધકાર (રાત્રિ) થયાનો સંદેશો આપે છે. પ્રકાશસંવેદી…
વધુ વાંચો >પિનેલ ફિલિપ્પ
પિનેલ, ફિલિપ્પ (જ. 20 એપ્રિલ, 1745, સેંટ ઍંડર; અ. 25 ઑક્ટોબર, 1826, પૅરિસ, ફ્રાન્સ) : માનસિક રોગના પ્રખ્યાત ફ્રેંચ ચિકિત્સક. કારકિર્દીની શરૂઆત ગણિતના શિક્ષક તરીકે કરી. સાથે સાથે તેઓ વિજ્ઞાન અને ખાસ કરીને આયુર્વિજ્ઞાનના ક્ષેત્રને લગતાં પુસ્તકોનું ભાષાંતર પણ કરતા હતા. આ ઉપરાંત માનસિક રોગની ઇસ્પિતાલના દર્દીઓનું અવલોકન કરીને તે…
વધુ વાંચો >પીઠપીડા (backache)
પીઠપીડા (backache) : પીઠમાં દુખાવો થવો તે. ધડના પાછલા ભાગને પીઠ કહે છે. સામાન્ય રીતે તે છાતી અથવા વક્ષ(thorax)ની પાછળનો ભાગ સૂચવે છે. ગળાની પાછળના ભાગને ડોક કહે છે અને પેટની પાછળના ભાગને કેડ, કમર અથવા કટિ (lumbar region) કહે છે. કટિવિસ્તાર લચીલું હલનચલન કરી શકે છે. ડોક અને કેડની…
વધુ વાંચો >પીડા (pain)
પીડા (pain) પેશીને થતા નુકસાનને કારણે ઉદભવતી સંરક્ષણાત્મક, અતિતીવ્ર, તકલીફ કરતી તથા હંમેશાં કોઈક પ્રકારનો પ્રતિભાવ સર્જાવતી સંવેદના. શરીરના મોટાભાગના વિકારો કે રોગોમાં દુખાવો થાય છે. વ્યક્તિને જ્યારે દુખાવો થાય ત્યારે હંમેશાં તેને પ્રતિભાવ રૂપે કોઈક રક્ષણાત્મક ક્રિયા કરવી પડે છે; દા.ત., પગ્ પર વજનદાર વસ્તુ પડે તો તેનાથી ઉદભવતી…
વધુ વાંચો >પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડ-રુગ્ણતા (analgesic nephropathy)
પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડ–રુગ્ણતા (analgesic nephropathy) : પીડાશામક દવા લેવાને કારણે થતો મૂત્રપિંડનો વિકાર. વિવિધ ઔષધો જુદી જુદી રીતે મૂત્રપિંડ તથા મૂત્રમાર્ગ પર આડઅસર રૂપે કે ઝેરી અસર રૂપે નુકસાન કરે છે. પીડાશામક ઔષધ જ્યારે વધુ માત્રામાં લેવામાં આવે ત્યારે તે મૂત્રલનલિકાઓ તથા તેની આસપાસની અંતરાલીય પેશી(interstitial tissue)ને ઈજા કરે છે.…
વધુ વાંચો >પીડાશામકો (analgesics)
પીડાશામકો (analgesics) : દુખાવો ઘટાડતી દવાઓ. દુખાવો મટાડતી દવાઓ અસરકારક, ઓછી જોખમી અને ઝડપથી કાર્ય કરતી હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેમને વાપરવા માટે ત્રિસોપાની પદ્ધતિ (3 step method) દર્શાવી છે. પ્રથમ પગલારૂપે ઍસ્પિરિન, એસિટાઍમિનોફેન (પેરેસિટેમોલ) અથવા બિનસ્ટિરોઇડી પીડાશામક પ્રતિશોથકારી ઔષધો (nonsteroidal analgesic antiinflammatory drugs, NSAIDs) વપરાય છે. જો પીડા…
વધુ વાંચો >