આયુર્વિજ્ઞાન
ત્વચાનિરોપણ
ત્વચાનિરોપણ (skin graft) : શરીરના એક ભાગમાંથી ચામડી અને તેનાં ઉપલાં પડોને છોલની માફક ઉપાડીને શરીરના અન્ય ભાગ પર ચોટાડવાં તે. તેમાં ત્વચા(dermis)ના કેટલાક ભાગને અને અધિત્વચા(epidermis)ને નિરોપ રૂપે વાપરવામાં આવે છે. દાઝી જવાથી, ઈજા થવાથી કે શસ્ત્રક્રિયા પછી ચામડી વગરની સપાટીઓ પર ચામડી ચોંટાડવાની પ્રક્રિયા જરૂરી બને છે. ત્વચા…
વધુ વાંચો >ત્વચાવિદ્યા
ત્વચાવિદ્યા (dermatology) ચામડીના બંધારણ, કાર્ય અને વિકારોના અભ્યાસને ત્વચાવિદ્યાની અંતર્ગત આવરી લેવાય છે. શરીર વિવિધ પેશીઓ અને અવયવોનું બનેલું છે. તેને સુબદ્ધ અને દર્શનીય બનાવવા માટે તથા તેના રક્ષણ માટે આવરણની જરૂર રહે છે. ચામડી તથા તેના વાળ, નખ તેની ગ્રંથિઓ વગેરે ઉપસર્ગો (appendages) શરીરનું બાહ્યાવરણતંત્ર (integumentary system) બનાવે છે.…
વધુ વાંચો >ત્વચાશોથ
ત્વચાશોથ (dermatitis) : ચામડીનો શોથજન્ય(inflamatory) વિકાર. ચેપ, ઈજા કે ઍલર્જીને કારણે પેશીમાં જ્યારે લોહી તથા પેશીના રક્ષક કોષોના ભરાવાથી રતાશ, ગરમી, સોજો અને દુખાવો થાય ત્યારે તેને શોથ(inflammation) કહે છે. સામાન્ય રીતે તેની મદદથી જે તે પેશીની ઈજાને રુઝવવાની પ્રક્રિયા થાય છે. ચામડીમાં આવતો શોથનો વિકાર મુખ્યત્વે ચેપ અથવા ઍલર્જીથી…
વધુ વાંચો >ત્વચાસ્ફોટ
ત્વચાસ્ફોટ (skin rash) : ચામડી પર ડાઘ, ફોલ્લી કે ફોલ્લા થવા તે. ચામડી પરના દોષવિસ્તારો(lesions) નરી આંખે જોઈ શકાય છે. તેથી ત્વચાવિદ્યા(dermatology)ને નિદાનર્દષ્ટિની વિશેષવિદ્યા (visual speciality) પણ કહે છે. નિરીક્ષણ માટે દિવસનો પૂરતો સૂર્યપ્રકાશ અથવા તેના જેવો જ તેજસ્વી (fluorescent) પ્રકાશ જરૂરી ગણાય છે. ક્યારેક નાના દબાયેલા કે ઊપસેલા દોષવિસ્તારોને…
વધુ વાંચો >થાક
થાક (fatigue) : શારીરિક કાર્ય/પ્રવૃત્તિ કરતી વેળા અથવા કર્યા પછી અતિ ઝડપથી અશક્તિનો થતો અનુભવ. તેને ક્લાંતિ અથવા શ્રાંતિ પણ કહે છે. થાકના જેવાં બીજાં લક્ષણો (symptoms) છે; જેમ કે, શ્રાંતિશંકા અથવા દુર્બલતા (asthenia) અને સ્નાયુ-નબળાઈ (muscular weakness). વ્યક્તિ જેનાથી ટેવાયેલી હોય તેથી વધુ શારીરિક કાર્ય કરે ત્યારે થાકી જાય…
વધુ વાંચો >થાયમસ
થાયમસ (વક્ષસ્થ ગ્રંથિ) : છાતીના ઉપલા ભાગમાં આવેલો પ્રતિરક્ષાલક્ષી (immunological) અવયવ. ચેપ અને રોગો સામે શરીરનું રક્ષણ કરતું તંત્ર પ્રતિરક્ષાતંત્ર (immune system) નામે ઓળખાય છે. તેમાં લોહીના શ્વેતકોષોના એક પ્રકારના લસિકાકોષો (lymphocytes) મહત્વનો ભાગ ભજવે છે. થાયમસગ્રંથિ લસિકા-તંત્ર(lymphatic system)નો બે ખંડો(lobes)વાળો એક અવયવ છે. છાતીમાં બે ફેફસાંની વચ્ચે આવેલા ભાગને…
વધુ વાંચો >થિયોફાઇલીન
થિયોફાઇલીન (Theophylline, C7H8N4O2) : મુખ્યત્વે દમના રોગમાં વપરાતું કેન્દ્રીય ચેતાતંત્રને ઉત્તેજિત કરતું ઔષધ. તે મિથાઇલ ઝૅન્થિન જૂથનું સભ્ય છે. મિથાઇલ ઝૅન્થિન જૂથનાં અન્ય અગત્યનાં ઔષધોમાં કૅફિન અને થિયોબ્રોમીનનો સમાવેશ થાય છે. થિયોફાઇલીન સફેદ, કડવા, જલદ્રાવ્ય અને ગંધ વગરના પાઉડર રૂપે મળે છે. તે ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે તથા શ્વાસોચ્છવાસની નળીઓના…
વધુ વાંચો >થિયોરેલ, એક્સેલ હ્યૂગો ટિયોડોર
થિયોરેલ, એક્સેલ હ્યૂગો ટિયોડોર (જ. 6 જુલાઈ 1903, લિન્કોપિંગ, સ્વીડન; અ. 18 ઑગસ્ટ 1982) : જર્મન તબીબ અને શરીરક્રિયાવિદ. શરીરક્રિયાવિદ્યા માટે 1955નો નોબેલ પુરસ્કાર તેમને મળ્યો હતો. તેમણે ઉત્સેચકો(enzymes)ના ઑક્સિડેશનની ક્રિયા અને તેના પ્રકાર અંગે સંશોધન કર્યું હતું. તેમણે 1930માં કૅરોલીન ઇન્સ્ટિટ્યૂટમાં મેડિસિન વિભાગમાં એમ.ડી.ની ઉપાધિ મેળવી હતી. પછી ઉપ્સાલા…
વધુ વાંચો >થિલર, મૅક્સ
થિલર, મૅક્સ (જ. 30 જાન્યુઆરી 1899, પ્રિટોરિયા, દક્ષિણ આફ્રિકા; અ. 11 ઑગસ્ટ 1972, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : પીતજ્વર (yellow fever) અંગેના સંશોધન માટે 1951નું તબીબી વિદ્યા અને શરીરક્રિયા-શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર તબીબી વિજ્ઞાની. તેઓ દક્ષિણ આફ્રિકાના સંશોધક તબીબ હતા. તેમણે કેપટાઉનની યુનિવર્સિટી તથા સ્વિટ્ઝર્લૅન્ડમાં અભ્યાસ કર્યો હતો અને લંડનની સેન્ટ…
વધુ વાંચો >થૂલિયો
થૂલિયો (Thrush) : મોંમાં ચાંદાં પર દહીં જેવી સફેદ પોપડી બનાવતો શ્વેતફૂગ(Candida albicans)નો ચેપ. તેનું સૌપ્રથમ વર્ણન 1839માં થયેલું નોંધાયેલું છે. તેની પોપડીને સહેલાઈથી દૂર કરી શકાય છે અને ત્યારે તેની નીચેનું શોથજન્ય (inflammed) ચાંદું જોવા મળે છે. તે શીશી વડે દૂધ લેતાં શિશુઓ અને રોગપ્રતિકારની ખામીવાળી પુખ્ત વ્યક્તિઓમાં જોવા…
વધુ વાંચો >