આયુર્વિજ્ઞાન

જઠરશોથ (gastritis)

જઠરશોથ (gastritis) : જઠરનો શોથજન્ય (inflammatory) વિકાર થવો તે. જઠરની અંદરની દીવાલ(શ્લેષ્મકલા, mucosa)માં શોથને કારણે ટૂંકા સમયનો કે લાંબા ગાળાનો સોજો થાય તેને જઠરશોથ કહે છે. તેના વર્ગીકરણમાં મતમતાંતર છે. શસ્ત્રક્રિયા કે અંત:નિરીક્ષા (endoscopy) વડે કરાયેલા પેશીપરીક્ષણમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિના જઠરમાં શોથજન્ય વિકાર નથી એવું જણાય છે. સામાન્ય રીતે…

વધુ વાંચો >

જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) :

જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) : જઠરના નીચેના છેડે આવેલા સ્નાયુઓની અતિવૃદ્ધિને કારણે જઠરનું દ્વાર સાંકડું થવાનો વિકાર તે શિશુઓમાં તથા ક્યારેક પુખ્તવયે થતો વિકાર છે. દર 1000 શિશુએ 3થી 4 શિશુમાં તે થાય છે. તેનું કારણ નિશ્ચિત કરાયેલું નથી. તેને માટે વિવિધ સંકલ્પનાઓ (hypotheses) વિચારાયેલી છે. સૌથી વધુ…

વધુ વાંચો >

જઠરાંત્રશોથ

જઠરાંત્રશોથ : જુઓ : આહારજન્ય વિષાકતતા

વધુ વાંચો >

જનનગ્રંથિન્યૂનતા (hypogonadism)

જનનગ્રંથિન્યૂનતા (hypogonadism) : પુરુષોની જનનગ્રંથિના ઘટેલા અંત:સ્રાવી કાર્યથી થતો વિકાર. પુરુષોની જનનગ્રંથિને શુક્રગ્રંથિ, શુક્રપિંડ અથવા વૃષણ (testis) કહે છે. તેના ઘટેલા કાર્યનાં વિવિધ કારણો છે (જુઓ સારણી 1). સારણી 1 જનનગ્રંથિન્યૂનતાનાં કારણો 1 દ્વૈતીયિક (secondary) જનનગ્રંથિન્યૂનતા અ. અધશ્ચેતક (hypothalamus) – પીયૂષિકા ગ્રંથિ- (pituitary gland)ના રોગો 2 પ્રાથમિક શુક્રગ્રંથિની નિષ્ફળતા અ.…

વધુ વાંચો >

જર્ને, નીલ્સ કાજ

જર્ને, નીલ્સ કાજ (જ. 23 ડિસેમ્બર 1911, લંડન) : પ્રતિરક્ષાતંત્ર(immune system)ના વિકાસ અને નિયમનની ચોક્કસ (specificity) તથા એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો(monoclonal antibodies)ના ઉત્પાદનના સિદ્ધાંતની શોધ માટે 1984ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ મૂળ ડેનિશ વિજ્ઞાની છે. તેમની સાથેના અન્ય વિજેતા હતા  જૉર્જેઝ જે. એફ. કૉહલર તથા સીઝર મિલ્સ્ટેન. વિવિધ પ્રકારના બાહ્ય પદાર્થો સામે…

વધુ વાંચો >

જલમૂત્રમેહ (diabetes insipidus)

જલમૂત્રમેહ (diabetes insipidus) : સતત અને વારંવાર પુષ્કળ પેશાબ થવાનો વિકાર. તે ભાગ્યે થતો વિકાર છે અને તેમાં થતા પેશાબની સાંદ્રતા (concentration) ઓછી હોય છે, તેથી તેને મંદ (dilute) મૂત્ર કહે છે. ખૂબ પ્રમાણમાં પેશાબ થવાને કારણે ખૂબ તરસ લાગે છે. જલમૂત્રમેહના બે પ્રકાર છે : (1) ખોપરીમાંનો વિકાર અથવા…

વધુ વાંચો >

જલશોફ (oedema)

જલશોફ (oedema) : પેશી અને અંગોમાં કોષોની બહાર પાણીના મુક્ત રીતે ભરાવાથી સોજો આવવો તે. 65 કિગ્રા. વજનવાળા તંદુરસ્ત માણસમાં આશરે 40 લિટર પાણી હોય છે. તેમાંનું 28 લિટર કોષોની અંદર, 9 લિટર કોષોની આસપાસ અને 3 લિટર લોહીમાં હોય છે (આકૃતિ 1). પાણી કોષોના જુદા જુદા પટલોમાં થઈને લગભગ…

વધુ વાંચો >

જળશુદ્ધિ

જળશુદ્ધિ : વપરાશના પાણીનું શુદ્ધીકરણ. પાણીના શુદ્ધીકરણથી વિવિધ પ્રકારના ચેપી રોગો ઘટે છે. એક અભ્યાસ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પાણીના શુદ્ધીકરણના કાર્યને કારણે કૉલેરાથી થતા મૃત્યુમાં 74.1 %, ટાઇફૉઇડથી થતા મૃત્યુમાં 63.6%, મરડાથી થતા મૃત્યુમાં 23.1 % ઘટાડો થયો છે અને ઝાડાના કિસ્સામાં 42.7 % જેટલો ઘટાડો નોંધાયેલો છે. તેથી શુદ્ધ…

વધુ વાંચો >

જળોદર (ascites)

જળોદર (ascites) : પેટની પરિતનગુહા(peritoneal cavity)માં મુક્ત રીતે પ્રવાહીનું એકઠું થવું તે. તેનાં મુખ્ય કારણોમાં ક્ષય (tuberculosis) અને યકૃતકાઠિન્ય(cirrhosis of liver) છે. યકૃતના બીજા રોગો તથા મૂત્રપિંડ, હૃદય તથા અન્ય અવયવોના કેટલાક રોગોમાં પણ જળોદર થાય છે. પેટમાંના પરિતનગુહા નામના પોલાણમાં ચેપ લાગે ત્યારે તેને કારણે પરિતનગુહામાં પ્રવાહી ઝરે છે…

વધુ વાંચો >

જંતુઉપદ્રવનાશક

જંતુઉપદ્રવનાશક : જુઓ ચેપવાહકો

વધુ વાંચો >