આયુર્વિજ્ઞાન

ગર્ભાશયકલાવિસ્થાન

ગર્ભાશયકલાવિસ્થાન (endometriosis) : ગર્ભાશયની અંદરની દીવાલ (શ્લેષ્મકલા, mucosa) અન્ય સ્થાને હોય તેવો વિકાર. ગર્ભાશયની અંદરની દીવાલને ગર્ભાશયકલા (endometrium) કહે છે અને તે અન્ય અવયવ પર કોઈ હોઈ શકે નહિ; પરંતુ ક્યારેક અજ્ઞાત કારણોસર તે અંડપિંડ, અંડનલિકા વગેરે જેવાં સ્થાને જોવા મળે છે. તેને ગર્ભાશયકલાવિસ્થાન અથવા ટૂંકમાં કલાવિસ્થાન કહે છે. તે…

વધુ વાંચો >

ગર્ભાશય-ગ્રીવાવ્રણ

ગર્ભાશય-ગ્રીવાવ્રણ (cervical erosion) : ગર્ભાશયના મુખની ચાંદીનો વિકાર. તેમાં ગર્ભાશય-ગ્રીવા(cervix)ની બહારની સપાટી પરના આવરણનું ઉપલું પડ (અધિચ્છદ, epithelium) બદલાય છે. ગર્ભાશય-ગ્રીવાના યોનિ(vagina)માંના ભાગની બહારની સપાટી પર લાદીસમ કોષો(squamous cells)નો સ્તર હોય છે. જ્યારે તે સ્તંભકોષો(columnar cell)નો બને ત્યારે તે ગ્રીવાકલા(endo-cervix)ના અધિચ્છદ જેવું બની જાય છે. તેને અંગ્રેજીમાં cervical ectopy પણ…

વધુ વાંચો >

ગર્ભાશય-ગ્રીવાશોથ

ગર્ભાશય-ગ્રીવાશોથ (cervicitis) : ગર્ભાશયના નીચલા છેડે આવેલી ગર્ભાશય-ગ્રીવામાં સોજો આવવો તે. તેને ટૂંકમાં ગ્રીવાશોથ પણ કહે છે. ગર્ભાશય(uterus)ના નીચલા છેડાને ગર્ભાશય-ગ્રીવા (uterine-cervix) કહે છે. તેના પોલાણની દીવાલને અંત:ગ્રીવાકલા (endocervix) અથવા ગ્રીવાકલા કહે છે. તેમાં ગ્રંથિઓ (glands) આવેલી હોય છે. તેમાં તથા તેની આસપાસની પેશીમાં ચેપ કે ઈજાને કારણે સોજો આવે…

વધુ વાંચો >

ગર્ભાશયભ્રંશ

ગર્ભાશયભ્રંશ (uterine prolapse) : ગર્ભાશય અને યોનિ(vagina)નું નીચે તરફ ખસવું તે. તેમાં સામાન્ય રીતે ગર્ભાશય અને યોનિનો ઉપલો ભાગ નીચે ખસે છે. ક્યારેક યોનિ એકલી પણ નીચે ખસે છે. જો અંડપિંડમાં ગાંઠ હોય અને ગર્ભાશય પાછળની બાજુ ખસેલું હોય તો અંડપિંડ ડગ્લાસની કોથળી(pouch)માં નીચે ખસે છે. તેને અંડપિંડભ્રંશ (ovarian prolapse)…

વધુ વાંચો >

ગર્ભાશયી તંતુસમાર્બુદ

ગર્ભાશયી તંતુસમાર્બુદ (uterine fibroid) : ગર્ભાશયના સ્નાયુ અને તંતુઓની ગાંઠ થવી તે. સગર્ભાવસ્થાને બાદ કરતાં, ગર્ભાશયનું સૌથી વધુ વખત મોટું થવાનું કારણ તંતુસમાર્બુદ છે. તે અરૈખિક સ્નાયુ (smooth muscle) અને તંતુપેશી(fibrous tissue)ની ગાંઠ છે માટે તેને સ્નાયુઅર્બુદ (myoma), તંતુ-સ્નાયુ અર્બુદ (fibromyoma), તંતુ-અરૈખિકસ્નાયુ-અર્બુદ (fibroleiomyoma) વગેરે નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં…

વધુ વાંચો >

ગલગ્રંથિ

ગલગ્રંથિ (thyroid gland) ગળાના આગળના ભાગમાં સ્વરપેટીની નીચે આવેલી અંત:સ્રાવી ગ્રંથિ (endocrine gland). તે પતંગિયાના આકારની હોય છે. તેને બે ખંડો (lobes) હોય છે અને તે સ્વરપેટીની નીચે અને શ્વાસનળીની બંને બાજુએ આવેલા છે. તે બંને ખંડો એકબીજા સાથે સેતુ(isthmus)થી જોડાયેલા હોય છે. સેતુ શ્વાસનળીની આગળ આવેલો છે (આકૃતિ 1).…

વધુ વાંચો >

ગલગ્રંથિ અતિસ્રાવતા

ગલગ્રંથિ અતિસ્રાવતા : જુઓ ગલગ્રંથિ.

વધુ વાંચો >

ગલગ્રંથિ અલ્પસ્રાવી વામનતા

ગલગ્રંથિ અલ્પસ્રાવી વામનતા : જુઓ ગલગ્રંથિ.

વધુ વાંચો >

ગલગ્રંથિન્યૂનતા

ગલગ્રંથિન્યૂનતા : જુઓ ગલગ્રંથિ.

વધુ વાંચો >

ગલગ્રંથિશોથ

ગલગ્રંથિશોથ : જુઓ ગલગ્રંથિ.

વધુ વાંચો >