આયુર્વિજ્ઞાન

ઔષધોની ઉપચારલક્ષી (clinical) કસોટીઓ

ઔષધોની ઉપચારલક્ષી (clinical) કસોટીઓ : માણસના રોગમાં ઔષધ તરીકે વપરાનારા રસાયણની ઉપયોગિતા તથા આડઅસરો કે વિષાક્તતા (toxicity) નિશ્ચિત કરવા માટેની કસોટીઓ. પ્રાણીઓ પરના પ્રયોગોની માહિતીને આધારે ઔષધશાસ્ત્રી, જૈવરસાયણવિદ અને વિષવિદ (toxicologist) જે તે રસાયણનો માણસ પર ઔષધ તરીકે ઉપયોગ કરવા માટેના પ્રારંભિક પ્રયોગો અંગે નિર્ણય કરે છે. આવું રસાયણ પ્રાણીઓ…

વધુ વાંચો >

ઔષધોની ગુણાત્મક કસોટીઓ

ઔષધોની ગુણાત્મક કસોટીઓ (qualitative testing of drugs) : નવા ઔષધના ગુણધર્મો અને તેની તબીબી ઉપયોગિતા નિશ્ચિત કરવાની કસોટીઓ નવી દવાની શોધ તથા તેના વિકાસ અને વ્યાપારિક ઉપયોગની પ્રક્રિયા ખર્ચાળ અને ઘણી લાંબી છે. કોઈ પણ રસાયણ નવી દવા તરીકે સ્વીકારાય તે પહેલાં ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે – (1) સૌપ્રથમ…

વધુ વાંચો >

ઔષધોની વિષાક્તતા કસોટીઓ

ઔષધોની વિષાક્તતા કસોટીઓ (toxicity testing of drugs) : દવાની ઝેરી અસરોનાં પ્રકાર ને પ્રમાણ જાણવાની કસોટીઓ. લગભગ દરેક દવા અમુક માત્રા(dose)થી વધારે અપાય તો ઝેરી અસરો ઉત્પન્ન કરે છે. તેથી ઉંદર (rats), ઘરઉંદર (mice), ગીનીપિગ, કૂતરાં અને વાંદરાંમાં વિવિધ પરિસ્થિતિઓમાં દવા આપીને તેમની વિષાક્તતાની નોંધ લેવાય છે. વિષાક્તતાની જાણકારી તેમની…

વધુ વાંચો >

ઔષધો : સ્વાયત્ત ચેતાતંત્રીય

ઔષધો : સ્વાયત્ત ચેતાતંત્રીય (autonomic nervous system drugs) : સ્વાયત્ત અથવા અનૈચ્છિક ચેતાતંત્રીય ક્રિયાઓ પર અસર કરતી દવાઓ. સ્વાયત્ત ચેતાતંત્ર હૃદય, લોહીની નસો, અંત:સ્રાવી અને બહિ:સ્રાવી ગ્રંથિઓ, કીકી, અવયવો તથા અરેખાંકિત (smooth) સ્નાયુઓના કાર્યનું નિયમન કરે છે તથા શરીરની અંત:સ્થિતિ(milieu interior)ની જાળવણી કરે છે. તેના ચાલક (motor) ભાગનું અનુકંપી (sympathetic)…

વધુ વાંચો >

કટિપીડા

કટિપીડા : કમરનો દુખાવો. પીઠના નીચલા ભાગે આવો દુખાવો વિવિધ કારણોસર થાય છે. બેસવા, ઊભા રહેવા અને સૂવાની ખોટી રીતોને કારણે થતો ખોટો અંગવિન્યાસ (posture), વૃદ્ધત્વ અને ઘસારાની પ્રક્રિયાને કારણે થતો મણકાવિકાર (spondylosis), કરોડસ્તંભના બે મણકા વચ્ચેની ગાદીરૂપ આંતરમણિકા ચકતી(intervertebral disc)ના લચી પડવાથી થતી સારણચકતી(herniated disk)નો વિકાર, મણકાનો ક્ષય કે…

વધુ વાંચો >

કણિકાકોષ-અલ્પતા

કણિકાકોષ-અલ્પતા (granulocytopenia) : કણિકાકોષ (granulocytes) નામના લોહીમાંના શ્વેતકોષોની સંખ્યામાં ઘટાડો થવો તે. લોહીના શ્વેતકોષોનાં ત્રણ જૂથ છે : લસિકાકોષો (lymphocytes), એકકોષો (monocytes) અને કણિકાકોષો. કણિકાકોષોના પણ ત્રણ પ્રકાર છે : તટસ્થ શ્વેતકોષો અથવા સમરાગીકોષો (neutrophils), ઇયોસિનરાગીકોષો (eosinophils) અને બેઝોરાગીકોષો (basophils). સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિના 1 લિટર લોહીમાં શ્વેતકોષોની સંખ્યા…

વધુ વાંચો >

કણી અથવા કપાસી

કણી અથવા કપાસી (corn, clavus) : સતત દબાણ કે ઘર્ષણને કારણે ચામડીનું ઉપલું પડ જાડું થઈને નીચેના પડમાં ખૂંપતાં ઉદભવતો વિકાર. શરીર પર કોઈ એક જગ્યાએ સતત ઘસારા કે દબાણને કારણે ચામડીનું શૃંગીસ્તર અતિવિકસન પામીને જાડું થઈ જાય છે. તેને અતિશૃંગીસ્તરિતા (hyperkeratosis) તેને આંટણ (callosity) કહે છે. દા.ત., માળીના હાથમાં,…

વધુ વાંચો >

કપોલકલ્પિત વિકારો

કપોલકલ્પિત વિકારો (fictitious disorders) : જાણીજોઈને કોઈ એક શારીરિક કે માનસિક રોગનાં લક્ષણોની નકલ કરવાનો વિકાર. આવી વ્યક્તિ દર્દી તરીકે વર્તવાના ઇરાદાથી શારીરિક કે માનસિક માંદગીની નકલ કરે છે. ઘણી વખતે તેમનો પ્રાથમિક ઇરાદો હૉસ્પિટલમાં દાખલ થવાનો હોય છે. ક્યારેક આ જ તેમની જીવનપદ્ધતિ થયેલી હોય છે. આ પ્રકારનું વર્તન…

વધુ વાંચો >

કબજિયાત

કબજિયાત (constipation) : મળત્યાગ ન થવો અથવા શ્રમપૂર્વક પણ અપૂરતો મળત્યાગ થવો તે. અઠવાડિયામાં ત્રણથી ઓછી વખત, ધીમા દુખાવા સાથે, વિશેષ શ્રમપૂર્વક અથવા અપૂરતો મળત્યાગ થાય ત્યારે વ્યક્તિ કબજિયાતની ફરિયાદ કરે છે. કબજિયાત બે પ્રકારની હોય છે : ઉગ્ર (acute) અથવા ટૂંકા ગાળામાં ઉદભવતી તથા દીર્ઘકાલી (chronic) અથવા લાંબા સમયની.…

વધુ વાંચો >

કમળો (આયુર્વિજ્ઞાન)

કમળો (jaundice) (આયુર્વિજ્ઞાન) : શરીરમાં પિત્તમાંના વર્ણકદ્રવ્યો(bile pigments)ના વધેલા પ્રમાણથી ઉદભવતો વિકાર. લોહીના રુધિરરસ(serum)માં સામાન્ય રીતે પિત્તવર્ણક (bilirubin) નામના પિત્તવર્ણક દ્રવ્યનું પ્રમાણ 1 મિગ્રા.% કે તેથી ઓછું રહે છે; જ્યારે તે 2 મિગ્રા.% કે તેથી વધુ હોય ત્યારે આંખના ડોળાનો શ્વેતાવરણ(sclera)થી બનતો સફેદ ભાગ, શ્લેષ્મકલા (mucosa) તથા ચામડી પીળાં દેખાય…

વધુ વાંચો >