ઔષધો : સ્વાયત્ત ચેતાતંત્રીય (autonomic nervous system drugs) : સ્વાયત્ત અથવા અનૈચ્છિક ચેતાતંત્રીય ક્રિયાઓ પર અસર કરતી દવાઓ. સ્વાયત્ત ચેતાતંત્ર હૃદય, લોહીની નસો, અંત:સ્રાવી અને બહિ:સ્રાવી ગ્રંથિઓ, કીકી, અવયવો તથા અરેખાંકિત (smooth) સ્નાયુઓના કાર્યનું નિયમન કરે છે તથા શરીરની અંત:સ્થિતિ(milieu interior)ની જાળવણી કરે છે. તેના ચાલક (motor) ભાગનું અનુકંપી (sympathetic) અને પરાનુકંપી (parasympathetic) ચેતાતંત્રમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તેમનાં કાર્યો પરસ્પરવિરોધી (antagonistic) અને પરસ્પર પ્રતિભાવી (reciprocal) હોવાથી તે અવયવોનું વ્યવસ્થિત નિયંત્રણ કરી શકે છે. સ્વાયત્ત ચેતાઓના ઉત્તેજનથી તેમના છેડાઓ ચેતા-રાસાયણિક વાહકો (neurohumoral transmitters) અથવા ચેતાવાહકો(neurotransmitters)ને બહાર મુક્ત કરે છે (જુઓ અંતર્ગ્રથન.) તે અસરગ્રાહી કોષના સ્વીકારકો (receptors) સાથે સંયોજાઈને નિશ્ચિત પ્રતિભાવ ઉત્પન્ન કરે છે. અનુકંપી ચેતાતંત્રના ત્રણ મુખ્ય ચેતાવાહકો છે – નોરઅપીનેફ્રિન (E), એપીનેફ્રિન (E), અને ડોપામિન (D). આ ત્રણે ચેતાવાહકોને કેટાકોલેમાઇન કહે છે. અનુકંપી ચેતાતંત્રના અનુકંદીય (postganglionic) ચેતાતંતુઓના છેડા(એડ્રિનર્જિક ચેતાઓ)નો ચેતાવાહક ‘NE’ છે. ‘NE’ અધિવૃક્કમધ્યક(adrenal medulla)માં બનતો અંત:સ્રાવ (hormone) છે અને તે શરીરની બધી જ અનુકંપી ચેતાક્રિયાઓને અસર કરે છે. ‘NE’નો ચયાપચયી પૂર્વગ ‘D’ છે અને તેના વિશિષ્ટ સ્વીકારકો હોય છે. શરીરવ્યાપી (peripheral) ડોપોમિનર્જિક ચેતાતંત્રનું અસ્તિત્વ હજુ નિશ્ચિત કરાયેલું નથી. સ્વાયત્ત ચેતાતંત્રના દરેક પૂર્વકંદીય (preganglionic) ચેતાતંત્રોના કંદ(ganglion)માંના છેડામાંથી, પરાનુકંપી ચેતાતંત્રના અનુકંદીય ચેતાતંતુઓના છેડામાંથી તથા પ્રસ્વેદગ્રંથિનું નિયમન કરતા અનુકંદીય અનુકંપી ચેતાતંતુઓના છેડામાંથી એસિટાઇલકોલિન (ACH) નામનો ચેતાવાહક ઉત્પન્ન થાય છે. ‘NE’ ઉત્પન્ન કરતા ચેતાતંતુઓને એડ્રિનર્જિક, ‘D’ ઉત્પન્ન કરતા ચેતાતંતુઓને ડોપામિનર્જિક તથા ACH ઉત્પન્ન કરતા ચેતાતંતુઓને કોલિનર્જિક ચેતાતંતુઓ કહે છે. કોલિનર્જિક અંતર્ગ્રથન(synapse)માં રહેલો એસિટાઇલ કોલિનઇસ્ટરેઝ (CHE) ઉત્સેચક ACHને હાઇડ્રૉલિસિસની પ્રક્રિયા દ્વારા નિષ્ક્રિય કરે છે. 1948માં એહલક્વિસ્ટ (Ahlquist) નામના વિજ્ઞાનીએ બે પ્રકારના એડ્રિનર્જિક સ્વીકારકો દર્શાવ્યા. તેમાંના આલ્ફા-સ્વીકારકો મુખ્યત્વે ઉત્તેજનશીલ છે અને તેમના કાર્યમાં અર્ગોટૉક્સિન અવરોધ કરે છે, જ્યારે બીટા-સ્વીકારકો નિગ્રહણશીલ (inhibitory) છે અને તેમના પર અર્ગોટૉક્સિનની અસર થતી નથી. આલ્ફા-1 સ્વીકારકો અરેખાંકિત સ્નાયુઓ પર તથા આલ્ફા-2 સ્વીકારકો પૂર્વકંદીય અનુકંપી ચેતાતંતુઓના છેડાઓ પર, કેન્દ્રીય ચેતાતંત્રમાં, મેદકોષોમાં તથા લોહીના ગઠનકોષો (platelets) પર જોવા મળે છે. બીટા-1 સ્વીકારકો હૃદયના સ્નાયુ પર તથા નસોના તથા અન્ય અરેખાંકિત સ્નાયુઓ પર હોય છે. કોલિનર્જિક સ્વીકારકો પણ બે પ્રકારના છે : મયુસ્કેરિનિક અને નિકોટિનિક. નિકોટિન જેવી અસર ઉપજાવતા નિકોટિનિક સ્વીકારકો સ્વાયત્ત ચેતાતંત્રીય કંદ(ganglion)માં, અધિવૃક્ક મધ્યકમાં તથા ચેતાસ્નાયુ જોડાણ પર જોવા મળે છે. મયુસ્કેરિનિક સ્વીકારકો ગ્રંથિઓ, અરેખાંકિત સ્નાયુઓ તથા હૃદયમાં જોવા મળે છે. ડોપામિનર્જિક સ્વીકારકો હૃદય, મગજ, મૂત્રપિંડ અને આંત્રપટ(mesentery)ની નસોમાં જોવા મળે છે. ત્યાં તેમની ઉત્તેજના થાય તો લોહીની નસોને પહોળી કરે છે. સ્વાયત્તચેતાતંત્રીય ઉત્તેજનાની વિવિધ અવયવો પરની અસરો સારણી-1માં દર્શાવી છે.

અનુકંપી ચેતાતંત્રની ઉત્તેજના જેવી અસર કરતી દવાઓને અનુકંપી ચેતા-સમધર્મી (sympathmimetic) ઔષધો કહે છે, જ્યારે તેનાથી વિપરીત અસર કરતી દવાઓને અનુકંપી ચેતાલયી (sympatholytic) ઔષધો કહે છે. તેવી જ રીતે પરાનુકંપી ચેતા-સમધર્મી તથા પરાનુકંપી ચેતાલયી ઔષધો પણ હોય છે. આવાં ઔષધો ચેતાવાહકોના ઉત્પાદનને અથવા તેમના નાશની ક્રિયાને વધારે કે ઘટાડે છે. આમ ઔષધો તેમની ક્રિયાને આધારે અવિરોધી (agonist) અથવા વિરોધી (antagonist) કહેવાય છે. સ્વાયત્ત ચેતાતંત્રીય કાર્યને અસર કરતાં ઔષધો સારણી-2માં દર્શાવ્યાં છે. તેઓ કયા સ્વીકારક પર અસર કરે છે તે પણ દર્શાવ્યું છે. સારણી-1માં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા અવયવોમાં આવેલા સ્વીકારકો અનુસાર જે તે ઔષધની તેમના પર અસર થાય છે. આવી અસરોનો ઉપયોગ ચિકિત્સા માટે કરાય છે.

ઉપયોગો : હાલ ઘણાં ઔષધો વપરાશમાં છે. મુખ્યત્વે લોહીનું ઘટેલું કે વધેલું દબાણ, આઘાત, દમ, હૃદયના ધબકારાની અનિયમિતતા કે વધેલી અથવા ઘટેલી ઝડપ, અધિવૃક્ક-મધ્યકની ધૂલિરંજકકોષાર્બુદ (pheochromocytoma) નામની ગાંઠ, જઠર તથા આંતરડાં અને મૂત્રાશયના સંકોચન-વિકોચન વિકારો, ઝામર, હૃદયના સ્નાયુના તથા નસોના રોગો, ઊબકા, ઊલટી, ચૂંક જેવાં અનેક લક્ષણો અને વિકારોમાં આ ઔષધો ઉપયોગી નીવડ્યાં છે.

સારણી 1 : સ્વાયત્ત ચેતાતંત્રીય ઉત્તેજનાની વિવિધ અવયવો પર થતી અસર

 

અવયવ

અનુકંપી

ચેતા-આવેગ

સ્વીકારક

 

 

અસર

પરાનુકંપી

ચેતા-આવેગ

સ્વીકારક

 

 

અસર

1 2 3 4 5
1. આંખની કીકી α-1 પહોળી થાય. મયુસ્કિરિનિક સંકોચાય.
2. આંખનો સિલિયરી સ્નાયુ β દૂરનું જોવા માટે વિકોચન

(relaxation) થાય.

’’ નજીકનું જોવા માટે

સંકોચાય.

3. હૃદય, ફેફસાં, પેટના અવયવો α સંકોચન. ’’ વિકોચન.
અને રેખાંકિત સ્નાયુઓની

ધમનિકાઓ (arterioles)

β વિકોચન (પહોળી થાય.)
4. શિરાઓ α1 વિકોચન.
β2 વિકોચન.
5. શ્વાસનળીના સ્નાયુઓ β2 વિકોચન. ’’ સંકોચન.
1 2 3 4 5
6. ગ્રંથિઓ α1 શ્વાસનળીની ગ્રંથિઓના

વિસ્રવણમાં ઘટાડો.

મયુસ્કિરિનિક (scretion) વિસ્રવણમાં વધારો.

શ્વાસનળી, જઠર,

b2 શ્વાસનળીની ગ્રંથિઓના

વિસ્રવણમાં વધારો.

’’ આંતરડાં, લાળગ્રંથિ, અશ્રુ,

પ્રસ્વેદ, નાક, સ્વાદુપિંડ.

7. જઠર અને આંતરડાં α2 , b2 લહરગતિમાં ઘટાડો (peristalsis). ’’ લહરગતિમાં વધારો
α દ્વારરક્ષક (splincter)નું વિકોચન. દ્વારરક્ષકનું વિકોચન
8. મૂત્રાશય b મૂત્રાશયનું વિકોચન. ’’ મૂત્રાશયનું સંકોચન અને
α દ્વારરક્ષકનું વિકોચન. દ્વારરક્ષકનું વિકોચન.

ઉત્તિષ્ઠન (erection)

9. જનનાંગો α રૂંવાડાં ઊભાં કરતાં.
10. ચામડી α સ્નાયુનું સંકોચન.
11. મેદપેશી α2 મેદલયન(lipolysis)માં ઘટાડો. અનિશ્ચિત
β મેદલયનું ઉત્તેજન.
12. ગર્ભાશય b2 વિકોચન. અનિશ્ચિત
α સંકોચન (ગર્ભધારી).
13. યકૃત (liver) α, β ગ્લાયકોજનલયન નવગ્લૂકોઝજનન. ગ્લાયકોજન સંશ્લેષણ (synthesis)
14. શ્વેતકોષ β chemotaxisમાં ઘટાડો અને

lysosomeના ઉત્સેચકોનું

વિસ્રવણ (secretion).

15. ગઠનકોષ (platelet) α2 પુંજીકરણ (aggregation).
16. સ્વાદુપિંડના બીટા કોષપુંજો α2 ઇન્સ્યુલિનના વિસ્રવણમાં ઘટાડો.
17. ચેતાતંત્ર α2 અંતર્ગ્રથન-પૂર્વીય એડ્રિનર્જિક

ચેતામાં NEના વિસ્રવણમાં ઘટાડો.

નિક્રેમટિનિક સ્વાયત્ત ચેતાતંત્રીય કદ

તથા ચેતા-સ્નાયુજોડાણ-માં

ચેતા-આવેગોનું વહન.

α2 કેન્દ્રીય ચેતાતંત્રોમાંથી અનુકંપી

ચેતાઆવેગોમાં ઘટાડો.

D2 અંતર્ગ્રથન-પૂર્વીય કલા પર અસર

કરીને NEનું વિસ્રવણ ઘટાડવું તથા

D2 કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર

થવાથી ઊલટી થવી.

18. પિયૂષિકાગ્રંથિ D2 ‘પોલેક્ટિન’ અંત:સ્રાવના

વિસ્રવણમાં ઘટાડો.

અધિવૃક્ક-મધ્યક નિકોટિનિક NEનું વિસ્રવણ

નોંધ : α અને β એડ્રિનર્જિક સ્વીકારકો છે, જ્યારે D ડોપામિર્જિક સ્વીકારક છે.

સારણી 2 : કેટલાંક સામાન્ય વપરાશનાં સ્વાયત્ત ચેતાતંત્રીય ઔષધો

જૂથ ઔષધ કાર્યપ્રવિધિ ચિકિત્સીય ઉપયોગ
1 2 3 4
I. એડ્રિનર્જિક અવિરોધી

(agonist) ઔષધો

1. એપિનેફ્રીન

(એડ્રેનલિન) (E)

α, α2 ઉત્તેજન. ઉગ્ર તત્કાળ પ્રતિરક્ષાજન્ય આઘાત

(anaphylaxis), કષ્ટસાધ્ય દમ,

હૃદ્-સ્તંભન (cardiac arrest)

2. નૉર-ઍપીનેફ્રિન (NE) α1 α2, β1 ઉત્તેજન. આઘાત (shock).
3. આઇસોપ્રોટેરિનોલ β1, β2 ઉત્તેજન. હૃદ્રોધ (heart block) દમ, હૃદયના ધીમા

ધબકારા.

4. સાલ્બ્યુટેમોલ β2 સમક્રિયકી. દમ.
5. ટર્બ્યુટાલિન β2 ઉત્તેજન, ઊંચી માત્રાએ β2

ઉત્તેજન.

દમ.
1 2 3 4
6. મિથોક્ઝેમિન α1 ઉત્તેજન. લોહીનું ઘટેલું દબાણ.
7. એફિડ્રીન α, β2 ઉત્તેજન. સ્ટોક્સ-આદમ સંલક્ષણ, દમ.
8. મેફરટર્મિન α ઉત્તેજન. લોહીનું ઘટેલું દબાણ.
II. ડોપામિનર્જિક 9. ડોપામિન (D) β2, β1, α ઉત્તેજન. આઘાત, લોહીનું ઘટેલું દબાણ
(D) અવિરોધી ઔષધો 10. બ્રોમોક્રિપ્ટિન D2 અવિરોધી. ઋતુસ્રાવસ્તંભન (amenorrhoea),

ગેલેક્ટ્રૉસ્રાવતા, વિષમ અતિકાયતા

(acromegaly).

III. કેન્દ્રીય અનુકંપી ચેતા-આવેગોના 11. ક્લોનિડિન α2 અવિરોધી. લોહીનું વધેલું દબાણ.
નિગ્રહકો (inhibitors) 12. આલ્ફા મિથાયલડોપા α2 અવિરોધી ચયાપચયી દ્રવ્ય

(છદ્મ ચેતાવાહક).

લોહીનું વધેલું દબાણ.
IV. એડ્રિનર્જિક ચેતાકોષરોધી

ઔષધો

13. ગ્વાનિથિડિન NEનું વિસ્રવણ (secretion)

ઘટાડનાર.

લોહીનું વધેલું દબાણ.
14. બ્રેટલિયમ NEનું વિસ્રવણ ઘટાડનાર. હૃદયના ઝડપી અને અનિયમિત ધબકારા.
15. રેઝરપીન NEનો સંગ્રહ ઘટાડનાર. લોહીનું વધેલું દબાણ.
V. એડ્રિનર્જિક સ્વીકારક રોધકો

(blocker)

16. ફિનૉક્સિ

બેન્ઝામિન

α1 અને α2 રોધક. ધૂલિરંજક-કોષાર્બુદ (pheochromocytoma).
17. ફ્રેન્ટિલેમાઇન α1 અને α2 રોધક. ધૂલિરંજક-કોષાર્બુદ .
18. પ્રેઝોસિન α1 રોધક. લોહીનું વધેલું દબાણ, હૃદયની દીર્ઘકાલીન

નિષ્ફળતા.

19. ટેરાઝોસિન α1 રોધક. લોહીનું વધેલું દબાણ
20. પ્રોનોલોલ β1 અને β2 રોધક. લોહીનું વધેલું દબાણ, હૃદ્-પીડ (angina),
22. સોટાલોલ ધૂલિરંજક કોષાર્બુદ, અતિવૃદ્ધિજન્ય

અવરોધક, હૃદયસ્નાયુ વ્યાધિ (HOCM),

આધાશીશી (migraine), અતિગલગ્રંથિતા

(hyperthyroidism).

23. મેટોપ્રોલોલ β1 રોધક. લોહીનું વધેલું દબાણ, ઉગ્ર હૃદયસ્નાયુ

અંશનાશ (myocradial infarction).

24. એટનોલોલ β રોધક. લોહીનું વધેલું દબાણ.
25. લાબેટેલોલ α અને β રોધક. લોહીનું વધેલું દબાણ.
VI. ડોપામિનર્જિક વિરોધી

(antagonist)

26. મેટાક્લોપ્રેમાઇડ D1 વિરુદ્ધ ક્રિયકી. ઊલટી, ઊબકા, અરુચિ.
VII. કંદરોધકો (ganglion

blockers)

27. ટ્રાઇમેથાફિન નિકોટિનિક. લોહીના અતિશય વધેલા દબાણથી થતું

તત્કાળ સંકટ.

VIII. કોલિનર્જિક અવિરોધી 28. બેથાનિકોલ મયુસ્કેરિનિક સમધર્મી. અવરોધરહિત મૂત્રસંગ્રહણ

(non-obstructive urinary retention).

29. પાયલોકાર્પિન મયુસ્કેરિનિક સમધર્મી બૃહત્કોણીય ઝામર
30. ફ્યઝોસ્ટિગ્મિન એસિટાઇલ ઇસ્ટરેઝ મહત્તમ સ્નાયુશિથિલતા
31. નિયૉસ્ટિગ્મિન નિગ્રહક (myasthenia gravis)
32. એડ્રોફ્રોનિયમ
IX. કોલિનર્જિક સ્વીકારક રોધક 33. એટ્રોપિન અને

– એટ્રોપિનસમધર્મી

– ઔષધો

મ્યુસ્કેરિનિક રોધક હૃદ્-રોધ, હૃદયના ધીમા ધબકારા, પૂર્વ-

નિશ્ચેતના (preanaesthetic) ઔષધ, ચૂંક

34. સ્કોપલેમિન કેન્દ્રીય મયુસ્કેરિનિક રોધક પૂર્વનિશ્ચેતના ઔષધ

નોંધ : α અને β એડ્રિનર્જિક સ્વીકારકો છે અને D ડોપામિનર્જિક સ્વીકારક છે.

શિલીન નં. શુક્લ

આશા આનંદ