આયુર્વિજ્ઞાન

સંવાતકો અને શ્વસનકો (respirators and ventilators)

સંવાતકો અને શ્વસનકો (respirators and ventilators) : કૃત્રિમ શ્વસન તથા શ્વસનસહાય માટે વપરાતાં સાધનો. શ્વસનકો (ventilators) અને સંવાતકો (respirators) માનવજાતની લાંબા સમયથી ચાલી આવતી મૃત્યુ સામેની લડત માટેના પ્રયત્નોનો એક આધુનિક વિકલ્પ છે. જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક શ્વાસનું અંતર હોય છે ત્યારે, વેન્ટિલેટરો અને રેસ્પિરેટરો સાચા સમયે…

વધુ વાંચો >

સામાજિક તબીબી સુરક્ષા

સામાજિક તબીબી સુરક્ષા : રોગો અને બીમારીઓ સામે આર્થિક રક્ષણની સામાજિક વ્યવસ્થા. સામાજિક સુરક્ષા એટલે યોગ્ય સંસ્થા દ્વારા સમાજ તેના સભ્યને કેટલાંક ચોક્કસ જોખમો સામે રક્ષણ આપે તેવી વ્યવસ્થા. સામાન્ય રીતે આ જોખમો સામે સામાન્ય માણસ તેનાં ટાંચાં સાધનો અને અલ્પ આર્થિક સધ્ધરતાને કારણે ટકી શકે તેમ હોતો નથી. આવી…

વધુ વાંચો >

સારણગાંઠ (hernia)

સારણગાંઠ (hernia) : કોઈ પોલાણમાંના અવયવનું પોલાણની દીવાલમાંના વિષમ છિદ્રમાંથી બહાર સરકીને આવવું તે. તેમાં કોઈ ગાંઠ (tumour) હોતી નથી માટે તેને સારણિકા (hernia) અથવા અવયવની સારણિકા (hernia of a viscus) પણ કહેવાય. પેટના પોલાણમાંથી આંતરડું છિદ્રમાંથી બહાર આવે તે સૌથી વધુ જોવા મળતી સ્વયંભૂ સારણિકાનું ઉદાહરણ છે. તેના મુખ્ય…

વધુ વાંચો >

સારણગાંઠ, ઉરોદરપટલીય (hiatus hernia)

સારણગાંઠ, ઉરોદરપટલીય (hiatus hernia) : અન્નનળી અને/અથવા જઠરના ઘુમ્મટ(fundus)ના ભાગનો છાતીના પોલાણમાં સમયાંતરિત (intermittant) અથવા કાયમી પ્રવેશ. એક અભ્યાસ પ્રમાણે ઉરોદરપટલીય સારણગાંઠનું પ્રમાણ 5 %થી 70 % હોય છે. ટકાવારીમાં વધુ પડતા તફાવતનું કારણ આ પ્રકારના વસ્તીરોગવિદ્યાના અભ્યાસો ઓછા થાય છે તે અને નિદાન ચોક્કસ કરવાના અલગ અલગ માપદંડો છે.…

વધુ વાંચો >

સાલ્ક જોનાસ

સાલ્ક, જોનાસ (જ. 28 ઑક્ટોબર 1914, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 23 જૂન 1995, અમેરિકા) : બાળલકવો(poliomyelitis)ના રોગ સામે રસી વિકસાવનાર. તેમનાં માતા-પિતા રશિયન-યહૂદીઓ હતાં જે અમેરિકા આવીને વસ્યાં હતાં. તેઓ ખાસ ભણેલાં ન હતાં, પરંતુ તેમણે તેમનાં બાળકોને શિક્ષણ અપાવ્યું. જોનાસ સાલ્ક તેમના કુટુંબની પ્રથમ વ્યક્તિ હતી, જે કૉલેજમાં ભણવા ગઈ…

વધુ વાંચો >

સિડેનહામ થૉમસ

સિડેનહામ થૉમસ (જ. 1624, વિન્ફોર્ડ ઈગલ, ડોર્સેટ, ઇંગ્લૅન્ડ; અ. 29 ડિસેમ્બર 1689, લંડન) : ચિકિત્સક. તેઓ નિદાનાત્મક આયુર્વિજ્ઞાન (clinical medicine) અને મહામારીવિજ્ઞાન-(epidemiology)ના સ્થાપક તરીકે જાણીતા હતા. તે દર્દીઓનાં વિસ્તૃત અવલોકનો પર ભાર મૂકતા હતા અને તેમણે તે વિશેની સચોટ નોંધો જાળવી હતી. તેમને ‘અંગ્રેજ હિપૉક્રટીસ’ તરીકે ઓળખાવવામાં આવે છે. સિડેનહામ…

વધુ વાંચો >

સિન્હા, ગોપાલ પ્રસાદ

સિન્હા, ગોપાલ પ્રસાદ (ડૉ.) (જ. 25 માર્ચ 1943, પટણા, બિહાર, ભારત) : પ્રખ્યાત ચિકિત્સક અને ન્યુરોલૉજિસ્ટ. તેઓ પટના મેડિકલ કૉલેજના મેડિસિન અને ન્યુરોલૉજી વિભાગના ભૂતપૂર્વ વિભાગ-અધ્યક્ષ છે. તેમણે 1965માં પટના મેડિકલ કૉલેજમાંથી સ્નાતક અને 1968માં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેઓએ વિયેના, ઑસ્ટ્રિયા તથા ઇંગ્લૅન્ડમાંથી ન્યુરોલૉજીમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમને 1990માં…

વધુ વાંચો >

સિમ્પસન જેમ્સ યંગ

સિમ્પસન, જેમ્સ યંગ (જ. 7 જૂન 1811, બરથગેટ; અ. 6 મે 1870, લંડન) : સ્કૉટલૅન્ડના જગવિખ્યાત પ્રસૂતિશાસ્ત્રજ્ઞ (obstetrician). યંગના પિતાશ્રીની બેકરી હતી અને તેઓ તેમનું સાતમા નંબરનું સંતાન હતા. 1832માં યંગે એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી અને આ જ યુનિવર્સિટીમાં તેમણે પ્રસૂતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. ઑક્ટોબર, 1846માં એક…

વધુ વાંચો >

સિયામી જોડકાં (Siamese twins)

સિયામી જોડકાં (Siamese twins) : જન્મથી જ શરીરના કોઈ ભાગથી જોડાયેલું સહોદરોનું જોડકું. તેને સંશ્લિષ્ટ (conjointed) કે અવિભક્ત જોડકું (યુગ્મક, twin) કહે છે. સન 1811-1874માં સિયામ – હાલના થાઇલૅન્ડ – માં જન્મેલા ચાંગ અને ચેન્ગ બુન્કર નામના પ્રખ્યાત ચીની ભાઈઓના અવિભક્ત જોડકા પરથી શરીરથી જોડાયેલા સહોદરોના જોડકાને સિયામી જોડકું કહે…

વધુ વાંચો >

સી.ટી. સ્કૅન

સી.ટી. સ્કૅન : નિદાનલક્ષી ચિત્રણો (images) મેળવવાની એક પદ્ધતિ. તેનું અંગ્રેજી પૂરું નામ computed tomography એટલે કે સંગણિત અનુપ્રસ્થ છેદચિત્રણ છે. તેને અગાઉ સંગણિત અક્ષીય અનુપ્રસ્થ છેદચિત્રણ (computed axial tomography) કહેવાતું. તેમાં કોઈ લાંબા દંડ અથવા માનવશરીરમાં આડો છેદ કરીને ઉપરથી જોવામાં આવે તેવી રીતનું ચિત્રણ મળે છે. તે એક…

વધુ વાંચો >