અર્થશાસ્ત્ર

બ્લૅક, યુજિન રૉબર્ટ

બ્લૅક, યુજિન રૉબર્ટ (જ. 1898, આટલાન્ટા, કૅલિફૉર્નિયા; અ. 1992) : વિશ્વબૅંકના પ્રમુખ (1949–62). તેમણે જ્યૉર્જિયા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે કારકિર્દીનાં પ્રારંભ કર્યો વૉલસ્ટ્રીટના એક બૅંકર તરીકે. 1947માં તેઓ વિશ્વબૅંકમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર તરીકે જોડાયા. ઉત્તરોત્તર આગળ વધતાં, 1949માં તેઓ એ બૅંકના પ્રમુખ બન્યા. વિશ્વબૅંકની સહાયનો ઝોક બદલવામાં તેઓ મુખ્ય…

વધુ વાંચો >

ભગવતી, જગદીશ એન.

ભગવતી, જગદીશ એન. (જ. 27 જુલાઈ 1934, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મૂળ ભારતીય અર્થશાસ્ત્રી. પિતાનું નામ નટરવલાલ જેઓ ન્યાયવિદ્ હતા અને માતાનું સરસ્વતી. મૅટ્રિકની પરીક્ષામાં તેમણે બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે 1954માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની ડિગ્રી મેળવી. 1956માં ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી; 1967માં અમેરિકાની મૅસેચુસેટ્સ…

વધુ વાંચો >

ભરતિયું

ભરતિયું : વેચેલા માલ અંગે વેચાણકારે ખરીદનારને મોકલેલો દસ્તાવેજ. માલવેચાણના સોદાના અંતિમ સ્વરૂપમાં વેચનાર તરફથી ખરીદનારને ભરતિયું તૈયાર કરીને મોકલવામાં આવે છે, જેને જનભાષામાં ‘બિલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ દસ્તાવેજમાં મોકલેલ માલની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવે છે. ખરીદનારે કુલ કેટલી રકમ ચૂકવવાની થશે તે પણ તેમાં દર્શાવવામાં આવે છે.…

વધુ વાંચો >

ભાડાખરીદ પ્રથા

ભાડાખરીદ પ્રથા : મોંઘી વસ્તુ ખરીદવા માટે ઇચ્છુક ગ્રાહક શરૂઆતમાં આંશિક કિંમત ચૂકવીને અને નિશ્ચિત રકમના હપતા ભરીને તે વસ્તુનો માલિક થાય તેવો વસ્તુના ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો કરાર. જ્યારે ચીજ-વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય, તે મોજશોખની હોય, તે ચીજવસ્તુ નહિ ખરીદવાથી સંભવિત ગ્રાહકોના પ્રવર્તમાન જીવનમાં કોઈ ફેરફાર થતો ન…

વધુ વાંચો >

ભાડા-ખરીદી

ભાડા-ખરીદી : માલ ખરીદ કરવાના વિકલ્પ સહિતનો નિક્ષેપનો કરાર. ભાડા-ખરીદીના કરારોને ભાડા-વેચાણના કરારો પણ કહે છે. ભાડા-વેચાણનો કરાર એ એક એવી સમજૂતી છે કે જે હેઠળ અમુક વસ્તુ કે માલને ભાડે આપવામાં આવે છે અને તે કરાર હેઠળ ભાડે રાખનાર(hirer)ને એની શરતો પ્રમાણે એ વસ્તુ ખરીદવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે.…

વધુ વાંચો >

ભાડું

ભાડું : ઉત્પાદનના સાધનને તેની પુરવઠાકિંમત કરતાં જે વધારે કમાણી થાય તે. વ્યક્તિ પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ ખરીદી શકતી નથી. કેટલીક વસ્તુઓની વપરાશ થોડાક સમય માટે કરવાની હોય છે; તો કેટલીક વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે ત્યારે તે ભાડે લે છે; દા.ત., સાઇકલ, મકાન વગેરે. આવી વસ્તુ ભાડે આપનાર વ્યક્તિ…

વધુ વાંચો >

ભારતીય માનક તંત્ર

ભારતીય માનક તંત્ર (Bureau of Indian Standards) : ખાદ્ય પદાર્થોથી માંડીને ઇલેક્ટ્રૉનિક્સ સુધીની ભારતમાં ઉત્પન્ન થતી પેદાશોને પ્રમાણીકરણનું (પ્રમાણ)પત્ર આપતી સરકારમાન્ય સંસ્થા. 1947માં સોસાયટિઝ અધિનિયમ હેઠળ સ્થપાયેલી ભારતીય માનક સંસ્થા(Indian Standards Institution)ને 1952ના ધારા હેઠળ પ્રમાણીકરણ અને તેને આનુષંગિક કાર્યો સોંપાયેલાં. ત્યારબાદ 1986માં ભારતની સંસદે પસાર કરેલા ધારા અન્વયે તેનું…

વધુ વાંચો >

ભૂખમરો

ભૂખમરો : જુઓ ‘ગરીબી’ અને ‘દુષ્કાળ’

વધુ વાંચો >

મજૂર-કલ્યાણ

મજૂર-કલ્યાણ : માલિક, સરકાર કે સેવાની સંસ્થાઓ દ્વારા મજૂરોના બૌદ્ધિક, ભૌતિક, નૈતિક તેમજ આર્થિક વિકાસમાં સહાયભૂત થવા લેવાતાં પગલાંઓ. ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ થયો ત્યારે શરૂઆતમાં મજૂરોનું ભારે શોષણ થતું હતું. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લૅન્ડથી થઈ તેમજ મજૂરોનું કલ્યાણ કરવાની ભાવના અને તે માટેના કાર્યની શરૂઆત પણ ઇંગ્લૅન્ડમાં જ થઈ. ઇંગ્લૅન્ડમાં…

વધુ વાંચો >

મજૂર પ્રવૃત્તિ

મજૂર પ્રવૃત્તિ : મજૂરોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ. તેમાં તેમના પ્રશ્નોનું સંગઠિત રીતે નિરાકરણ લાવી શકાય તે માટે સ્થાપવામાં આવતાં મંડળોની પ્રવૃત્તિઓ તેમજ તેમના સામાજિક, ધાર્મિક વગેરે પ્રસંગોએ તથા વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમની આવક બંધ થાય ત્યારે તેમના માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 1857માં રાણી વિક્ટોરિયા હિન્દુસ્તાનની સમ્રાજ્ઞી…

વધુ વાંચો >