અરવિંદ ભટ્ટ

આદિવાસી સમાજ

આદિવાસી સમાજ – પ્રાસ્તાવિક – ધાર્મિક પ્રણાલિકાઓ – ગુજરાતના આદિવાસીઓ – આદિવાસી રાજનૈતિક સંગઠન – ભારતના આદિવાસીઓ – આદિવાસી અને રાજકારણ – આફ્રિકાના આદિવાસીઓ – ભૂમિ-અધિકારો – આદિવાસી સામાજિક સંગઠન – જમીન સંબંધી વિવાદો – આદિવાસી સામાજિક સમાનતા – આદિવાસી બળવા અને સામાજિક ચળવળો – પરંપરાગત કાયદો – આદિવાસી વિકાસયોજનાઓ…

વધુ વાંચો >

ક્રોબર, આલ્ફ્રેડ લૂઈ

ક્રોબર, આલ્ફ્રેડ લૂઈ (જ. 11 જૂન 1876, હોબોકન, ન્યૂ જર્સી, યુ.એસ.; અ. 5 ઑક્ટોબર 1960, પૅરિસ) : પ્રખર જર્મન-અમેરિકન માનવશાસ્ત્રી. અભ્યાસ કોલંબિયા યુનિવર્સિટીમાં. 1901માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. બર્કલે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં 1901થી 1946 સુધી અધ્યાપનનું કામ કર્યું. તે દરમિયાન યુનિવર્સિટી સંગ્રહાલયના ક્યુરેટર અને પછી નિયામક તરીકે રહ્યા. તેઓ અમેરિકન…

વધુ વાંચો >

ક્લુખોન, ક્લાઇડ

ક્લુખોન, ક્લાઇડ (જ. 11 જાન્યુઆરી 1905, લે માર્સ લોવા; અ. 28 જુલાઈ 1960, સાન્તા ફે પાસે, ન્યૂ મેક્સિકો) : ખ્યાતનામ અમેરિકન માનવશાસ્ત્રી. તેમણે વિસ્કૉન્સિન તથા પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું. ન્યૂ મેક્સિકો વિસ્તારમાં રહેતી નવાજો ઇન્ડિયન જાતિ વિશે તેની પ્રજાતિઓને અનુલક્ષીને ખૂબ જ ઊંડાણપૂર્વક સંશોધન કર્યું…

વધુ વાંચો >

ગફ, કૅથલિન

ગફ, કૅથલિન (જ. 1925, ઇંગ્લૅન્ડ) : માતૃવંશીય સગાઈવ્યવસ્થા અને વારસાપ્રથા વિશેનાં લખાણોથી જાણીતાં સાંસ્કૃતિક માનવશાસ્ત્રી. 1950માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું, તેમણે મુખ્યત્વે ભારતમાં તાંજોર અને કેરળમાં નાયર જ્ઞાતિમાં જોવા મળતી માતૃવંશીય કુટુંબવ્યવસ્થાના સંદર્ભમાં 1947–49, 1951–53 અને 1964માં તલસ્પર્શી સંશોધન કર્યું હતું. તેના પરિપાક રૂપે ‘મેટ્રિલિનિયલ ક્ધિાશિપ’ (1961) નામનું મહત્વનું સહસંપાદિત…

વધુ વાંચો >

ગરાસિયા

ગરાસિયા : ગુજરાતમાં ભીલ જાતિના પેટાજૂથ તરીકે અને રાજસ્થાનમાં એક સ્વતંત્ર જાતિજૂથ તરીકે ઓળખાતા લોકો. તેઓ પોતાને મૂળે ચિતોડના પતન પછી જંગલમાં નાસી ગયેલા અને ભીલો સાથે સ્થાયી થયેલા પણ મૂળ રજપૂત વંશના ગણાવે છે. તેમના આગેવાનોએ રાજા પાસેથી ખેતી માટે જે જમીન ભેટમાં મેળવેલી તે ગરાસ – ગ્રાસ તરીકે…

વધુ વાંચો >

ગામીત

ગામીત : માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળતી જાતિ. તે ગાવીંત, ગામતડા કે માવચી વગેરે નામે ઓળખાય છે. તેમની વસ્તી ગુજરાતમાં સૂરત, વડોદરા, ભરૂચ, વલસાડ અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. દંતકથાઓ પ્રમાણે મૌર્યકાળના સૈનિકો ગામને છેવાડે જંગલમાં ભાગી ગયેલા તેથી ગામ-તડે-માંથી ગામતડા થયું હશે. ક્યાંક મહેસૂલ ઉઘરાવનાર ગાવીંત કહેવાતો હોઈ…

વધુ વાંચો >

ગારો

ગારો : ઈશાન ભારતમાં આસામની ગારો પર્વતમાળાઓમાં વસતી આદિવાસી જાતિ. મૉંગોલૉઇડ જાતિની આ પ્રજા તિબેટન-બર્મીઝ બોલી બોલે છે. તેઓ પોતાને ગારોને બદલે અચીક કે મન્ડે તરીકે પણ ઓળખાવે છે. તેમનામાં અવે, ચિસાક, મીચીદુઅલ, અમ્બેન્ગ, ગારો-ગન્ચીગ, અદેન્ગ, મેગામ જેવાં પેટાજૂથો છે પણ તેમની વચ્ચે ઊંચનીચના ભેદ નથી. તેઓ માતૃવંશી કુટુંબવ્યવસ્થા ધરાવે…

વધુ વાંચો >

ગુહા, બી. એસ.

ગુહા, બી. એસ. (જ. 15 ઑગસ્ટ 1894, શિલોંગ, આસામ; અ. 20 ઑક્ટોબર 1961, [બિહાર] ઘટશિલા જમશેદપુર) : ભારતમાં માનવશાસ્ત્રનો પાયો નાખનારા વિદ્વાન. ડૉ. બિરજાશંકર ગુહા 1915માં ફિલૉસૉફી વિષય સાથે કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. 1922માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રમાં એમ.એ. અને 1924માં ‘ધ રેસિયલ બેઝીઝ ઑવ્ ધ કાસ્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા’ મહાનિબંધ…

વધુ વાંચો >

ટોડા

ટોડા : કર્ણાટક રાજ્યની નીલગિરિની પહાડીઓમાં વસતી આદિવાસી જાતિ. તે અંશત: નિગ્રિટો લક્ષણો ધરાવે છે. તે દ્રવિડભાષી છે. અલ્પ વસ્તી ધરાવતી આ આદિવાસી જાતિનો પશુપાલન મુખ્ય વ્યવસાય છે. દંતકથા અનુસાર દેવી તિથાર્કિજીએ વિશ્વની અને સાથોસાથ ભેંસ તથા તેના પૂછડે લટકતા માણસની રચના કરી છે. આ માણસ ટોડા હતો. ત્યાંના પુરુષો…

વધુ વાંચો >

ડોગરા

ડોગરા : ડોગરા પર્વતીય વિસ્તારની ખીણના મેદાનમાં રહેતા હિન્દુ રાજપૂતો. જમ્મુ અને કાશ્મીર પ્રદેશમાં જમ્મુથી પૂર્વેના ડોગરા પર્વતનો ખીણનો મેદાની વિસ્તાર જે દક્ષિણે પંજાબની સરહદે રાવી નદી સુધી વિસ્તરેલો છે તે ડોગરા વિસ્તાર તરીકે ઓળખાય છે. ડોગરા રજપૂતો પોતાના મૂળ વતન તરીકે સરાયનસર અને માનસર બે પવિત્ર સરોવરવાળા વિસ્તારને  દર્શાવે…

વધુ વાંચો >