અરવિંદ ભટ્ટ

લોઈ, રૉબર્ટ એચ.

લોઈ, રૉબર્ટ એચ. (જ. 12 જૂન 1883, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 21 સપ્ટેમ્બર 1957, યુ.એસ.) : અમેરિકન માનવશાસ્ત્રી. તેમણે આધુનિક માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ મૂળે જર્મન હંગેરિયન કુટુંબના યહૂદી હતા. તેમની 10 વર્ષની ઉંમરે 1893માં તેમનું કુટુંબ સ્થળાંતર કરીને અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં જર્મન લત્તામાં સ્થાયી થયું હતું. 1901માં…

વધુ વાંચો >

સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર

સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર : માનવશાસ્ત્રની (નૃવંશશાસ્ત્રની) શાખાઓ. સામાજિક વિજ્ઞાનોમાં માનવશાસ્ત્ર ઘણું મોડું વિકસેલું શાસ્ત્ર છે. તે વિવિધ તબક્કાઓમાંથી પસાર થયું છે અને માનવજાતિ-વર્ણન (ethno-graphy), પ્રજાતિશાસ્ત્ર (ethnology), સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર – એમ વિવિધ રીતે ઓળખાતું રહ્યું છે. આજે તેની ઘણીબધી પ્રશાખાઓ વિકાસ પામી છે અને એક અગત્યના વિજ્ઞાન…

વધુ વાંચો >

સામાજિક નિયંત્રણ

સામાજિક નિયંત્રણ : સામાજિક પ્રક્રિયાઓ અને વ્યક્તિઓ તથા જૂથોના વર્તનને નિયંત્રિત કરતા સમાજજીવનના હિતમાં તેના સભ્યો દ્વારા સ્વીકૃત થયેલા અંકુશો. અહીં સમાજજીવન એટલે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને સમૂહ વચ્ચે તેમજ સમૂહ અને સમૂહ વચ્ચે આંતરસંબંધોથી ચલાવાતું સામાજિક માળખું. આ સામાજિક માળખું વ્યક્તિ અને સમૂહમાન્ય ધારાધોરણોથી અંકુશિત હોય છે;…

વધુ વાંચો >

સાંથાલ

સાંથાલ : આદિવાસીઓની એક જાતિ. દેશમાં વસ્તીગણતરી પ્રમાણે આદિવાસીઓમાં ત્રીજા ક્રમે આવતી સાંથાલ જાતિ તેમની દંતકથા અનુસાર મૂળ મુંડા જાતિમાંથી આવી છે. તેઓ મૂળે ‘હોર, હો, હોરો’ કહેવાતા, જેનો અર્થ ‘માણસ’ થાય છે. તેમના પૂર્વજો ‘ખારવાર’ એટલે યુદ્ધ કરનારા-લડવૈયા-ક્ષત્રિય ગણાતા. તેમણે અનેક સ્થળાંતરો કર્યાં છે. તેમનું મૂળ વતન મધ્ય પ્રદેશનું…

વધુ વાંચો >

સિંહા સુરજિત

સિંહા, સુરજિત (જ. 1 ઑગસ્ટ 1926, કોલકાતા) : ભારતીય માનવશાસ્ત્રી. તેઓ મુખ્યત્વે ભારતના ઓરિસાના આદિવાસીઓ તથા મધ્યપ્રદેશના બસ્તર વિસ્તારમાં સંશોધનકાર્યથી જાણીતા છે. તેમણે અમેરિકન માનવશાસ્ત્રી રેડફિલ્ડની લોક-ગ્રામ શહેરી સાતત્યની વિભાવનાને આધારે ભારતીય સમાજના અભ્યાસ માટે એક આગવા સંશોધનાત્મક અભિગમને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. કોલકાતા યુનિવર્સિટીમાં એમ.એસસી. કર્યા પછી તેમણે અમેરિકામાં…

વધુ વાંચો >

સીદી

સીદી : મૂળે પૂર્વ આફ્રિકાના એબિસિનિયા વિસ્તારમાંથી ભારતમાં અંદાજે 17મી સદીમાં મુખ્યત્વે ગુલામો તરીકે મજૂરી કરવા માટે આવેલું નિગ્રો જાતિનાં લક્ષણો ધરાવતું જૂથ. ભારતમાં પશ્ચિમ કિનારાનાં રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ તથા દીવ-દમણમાં પણ તેમની છૂટીછવાઈ વસ્તી જોવા મળે છે. ભારતમાં નોંધપાત્ર વસ્તી ગુજરાતના પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે. સૌરાષ્ટ્રમાં તેમની મુખ્ય…

વધુ વાંચો >

સ્ટ્રોસ લૅવી

સ્ટ્રોસ, લૅવી (જ. 28 નવેમ્બર 1908, બ્રસેલ્સ, બેલ્જિયમ) : ખ્યાતનામ ફ્રેન્ચ સમાજમાનવશાસ્ત્રી. તેમના માનવશાસ્ત્રીય વિચારોનું નિરૂપણ ઉચ્ચ કક્ષાના તાત્વિક અભિગમવાળું છે. તેમનું મોટા ભાગનું લખાણ ફ્રેન્ચ ભાષામાં છે. તેમના સંરચના-કાર્યાત્મકતા વિશેના વિચારો બ્રિટિશ સમાજમાનવશાસ્ત્રી રેડક્લીફ બ્રાઉન કરતાં જુદા સ્વરૂપે ભાષાશાસ્ત્રીય પાયા પર આધારિત છે. તેમનું કુટુંબ 19મી સદીની શરૂઆતમાં પૅરિસમાં…

વધુ વાંચો >

હક્સલી જુલિયન (Sir Julien Huxley)

હક્સલી, જુલિયન (Sir Julien Huxley) (જ. જૂન 1887, લંડન; અ. 14 ફેબ્રુઆરી 1975, લંડન) : પ્રખર અંગ્રેજ જીવવિજ્ઞાની અને જાણીતા માનવશાસ્ત્રી. તેમણે પક્ષીવિદ્યા(ornithology)માં સંશોધનકાર્ય કર્યું હતું. પ્રાણીવિકાસનો પ્રાયોગિક વિશ્લેષણ દ્વારા અભ્યાસ કરી, શરીરનાં અંગોની વૃદ્ધિના દર અને વિકાસની પ્રક્રિયાનું ગણિતના પાયા ઉપર તેમણે અર્થઘટન કર્યું અને તે બંને વચ્ચેના સંબંધો…

વધુ વાંચો >

હરસ્કોવિટસ્ મેલવિલે જિન (Herskovits Melville Jean)

હરસ્કોવિટસ્, મેલવિલે જિન (Herskovits Melville Jean) (જ. 10 સપ્ટેમ્બર 1895, બેલેફિન્ટાઇન, ઓહાયો, યુ.એસ.; અ. 1963) : અમેરિકાના શારીરિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્રના જાણીતા વિદ્વાન. તેઓ અમેરિકન માનવશાસ્ત્રી ફ્રાન્સ બોઆસના વિદ્યાર્થી હતા. તેમણે સ્નાતકની પદવી ઇતિહાસ વિષયમાં શિકાગો યુનિવર્સિટીમાંથી 1920માં મેળવી; પરંતુ તેઓ તે પછી માનવશાસ્ત્ર વિષય તરફ આકર્ષાયા અને કોલંબિયા યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >