અમિતાભ મડિયા

કાવાલિની, પિયેત્રો

કાવાલિની, પિયેત્રો (જ. આશરે 1250, રોમ, ઇટાલી; અ. આશરે 1330, ઇટાલી) : ભીંતચિત્રો ચીતરનાર અને મોઝેક તૈયાર કરનાર રોમન ચિત્રકાર. ગૉથિક યુગમાં બાયઝેન્ટાઇન કલાની અક્કડ લઢણોમાંથી મુક્ત થવાનો અને વાસ્તવ-આભાસી આકૃતિઓ ચીતરવાનો સંગીન પ્રયાસ કરનાર પ્રથમ કલાકાર. 1277થી 1290ના ગાળામાં તેમણે રોમ ખાતેના સાન્તા પાઓલો ફૂરી લે મુરા (Santa Paolo…

વધુ વાંચો >

કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા

કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા (Cavalcaselle, Giovanni Battista) (જ. 22 જાન્યુઆરી 1820, લેન્યાજો (Leynago), લૉમ્બાર્દી, ઇટાલી; અ. 31 ઑક્ટોબર 1897, લેન્યાજો, લૉમ્બાર્દી, ઇટાલી) : કલા-ઇતિહાસકાર તથા જિયોવાની મોરેલી (Morelli) સાથે ઇટાલિયન આધુનિક કલા-ઇતિહાસના અભ્યાસનો પાયો નાંખનાર. બાળપણથી જ ઇટાલીના કલારૂપી ખજાનાનો તેમણે અભ્યાસ કરવો શરૂ કરેલો. વેનિસ ખાતેની અકાદમિયા દેલે બેલે આર્તી(Accadamia…

વધુ વાંચો >

કાશ્મીરી શાલ

કાશ્મીરી શાલ : વિશ્વભરમાં નામના હાંસલ કરી ચૂકેલી કાશ્મીરની વણાટ-કલાના વિશિષ્ટ નમૂનારૂપ ચીજ. ઘણી સદીઓથી કાશ્મીરી શાલ કાશ્મીરનું નામ જગતભરમાં રોશન કરતી આવી છે. એના પોતની કમનીય મુલાયમતા અને ઉત્કૃષ્ટ પ્રકારના રંગીન ઊનના વણાટ વડે સર્જાતી નયનરમ્ય ડિઝાઇન-ભાતને કારણે તેનો જોટો દુનિયાભરમાં જડે તેમ નથી. કાશ્મીરની વધુ ઊંચાણવાળી જગાઓ પર…

વધુ વાંચો >

કાસલ્સ, પાબ્લો

કાસલ્સ, પાબ્લો (જ. 29 ડિસેમ્બર 1876, વેન્ડ્રૅલ, સ્પેન; અ. 22 ઑક્ટોબર 1973) : વિશ્વવિખ્યાત ચૅલોવાદક, સ્વરનિયોજક તથા ઑર્કેસ્ટ્રા-સંચાલક. પિયાનોવાદન, ચૅલોવાદન અને સ્વરનિયોજનની તાલીમ લીધા બાદ બાર્સેલોનામાં 1891માં ચૅલોવાદનનો પ્રથમ જાહેર જલસો કર્યો. એ પછી તેઓ મૅડ્રિડ, બ્રુસેલ્સ તથા પૅરિસમાં સંગીતનો વધુ અભ્યાસ કરવા ગયા. પાછા ફરીને બાર્સેલોનામાં ગ્રાન્ડ થિયેટરમાં 1898થી…

વધુ વાંચો >

કાસેલા, આલ્ફ્રેદો

કાસેલા, આલ્ફ્રેદો (જ. 1883, તુરિન, ઇટાલી; અ. 1947) : આધુનિક ઇટાલિયન સંગીતકાર. પૅરિસ ખાતેની પૅરિસ કૉન્ઝર્વેટરીમાં સંગીત અને સ્વરનિયોજનનો અભ્યાસ કર્યો. ત્યાં પ્રસિદ્ધ ફ્રેંચ સ્વરનિયોજક ફૉરે (Faure) તેમના શિક્ષક હતા. પછી પિયાનોવાદન પણ શીખ્યા. તે પછી થોડો વખત પૅરિસમાં સંગીત-સંચાલક તરીકે કામ કર્યું. 1909થી 1917 સુધી સાત વરસ રોમની સેન્ટ…

વધુ વાંચો >

કાસ્તાન્યો, આન્દ્રેઆ દેલ

કાસ્તાન્યો, આન્દ્રેઆ દેલ (Castagno, Andrea Del) (જ. આશરે 1421, સાન માર્તિનો, રિપબ્લિક ઑવ્ ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 19 ઑગસ્ટ 1457, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસના પ્રારંભિક તબક્કાનો મહત્વનો ચિત્રકાર. મૂળ નામ આન્દ્રેઆ દિ બાર્તોલો દિ બાર્જિલા (Andrea De Bartolo De Bargila). કાસ્તાન્યોના આરંભિક જીવન વિશે માહિતી નથી. તેનાં આરંભિક ચિત્રોનો પણ નાશ…

વધુ વાંચો >

કાહ્લો, ફ્રિડા

કાહ્લો, ફ્રિડા (જ. 1910, મેક્સિકો) : આધુનિક મેક્સિકન મહિલા-ચિત્રકાર. મેક્સિકોના મૂળ નિવાસી ઇન્ડિયન તથા સ્પૅનિશ આગંતુકોનું મિશ્ર લોહી ધરાવતી માતા તથા યહૂદી જર્મન પિતાનું તે ફરજંદ. પિતા મેક્સિકો ખાતેના સ્પૅનિશ વસાહતી સ્થાપત્યના ફોટોગ્રાફર હતા. ફ્રિડા શાલેય અભ્યાસના છેલ્લા વરસમાં હતી ત્યારે તેની કાર સાથે ધસમસતા માતેલા સાંઢ સમા એક ટ્રકનો…

વધુ વાંચો >

કિકુમારો

કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…

વધુ વાંચો >

કિતાઈ રોનાલ્ડ બ્રૂક્સ

કિતાઈ, રોનાલ્ડ બ્રૂક્સ (Kitaj, Ronald Brooks) (જ. 1932, ક્લીવલૅન્ડ, ઓહાયો, અમેરિકા) : આધુનિક જીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હંગેરીથી આવી અમેરિકામાં વસેલા પરિવારમાં થયો હતો. બ્રિટિશ પૉપ કલાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. 1951થી 1955 સુધી મર્ચન્ટ સીમૅન તરીકેની કારકિર્દીમાંથી મુક્તિ મેળવીને લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં…

વધુ વાંચો >

કિફર ઍન્સેમ

કિફર, ઍન્સેમ (જ. 1945, જર્મની) : પ્રલય(apocalypse)નું આલેખન કરવા માટે જાણીતો આધુનિક જર્મન ચિત્રકાર. ભાંગીને ભુક્કો થઈ જતાં મધ્યયુગીન જર્મન ગૉથિક કથીડ્રલો, ભેંકાર ખંડેરો અને તારાજ થયેલાં નગરો કિફરના મુખ્ય વિષયો છે. પોતાની નિરાશાવાદી પ્રકૃતિનો કિફર સ્વીકાર કરે છે. એની માન્યતા મુજબ આધુનિક જગત પોતાના પાપના ભાર હેઠળ જ દબાઈને…

વધુ વાંચો >