અમિતાભ મડિયા

સાતી, આરી

સાતી, આરી (જ. 1866, હોમ્ફલૂ, ફ્રાન્સ; અ. 1925, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક ફ્રેન્ચ સંગીતકાર અને સંગીતનિયોજક. ફ્રેન્ચ પિતા અને સ્કૉટિશ માતાના તે સંતાન. 1878માં પૅરિસ કૉન્ઝર્વેટરીમાં સંગીતનો અભ્યાસ તેમણે શરૂ કર્યો. પરંતુ તેમાં તેમને ન કોઈ આનંદ આવ્યો, ન કોઈ તેમનો વિકાસ થયો કે ન કશું તે શીખવા પામ્યા. તેથી…

વધુ વાંચો >

સાન્ચેઝ કોયેલો આલોન્સો

સાન્ચેઝ કોયેલો આલોન્સો (જ. 1531-32, બેનિફાયો, સ્પેન; અ. 8 ઑગસ્ટ, 1588, મૅડ્રિડ) : સ્પેનમાં વ્યક્તિચિત્રણાની પરંપરાનો આરંભકર્તા અને સ્પેનના રાજા ફિલિપ બીજાના પ્રીતિપાત્ર દરબારી ચિત્રકાર. સાન્ચેઝ કોયેલો આલોન્સો તેમનું બાળપણ પોર્ટુગલમાં વીત્યું હતું. પોર્ટુગલના રાજા જૉન ત્રીજાએ સાન્ચેઝને ચિત્રકાર ઍન્થૉની મોર હેઠળ કલા-અભ્યાસ માટે ફ્લૅન્ડર્સ મોકલી આપ્યા. 1550માં પોર્ટુગલ પાછા…

વધુ વાંચો >

સાન્તી જિયોવાની

સાન્તી, જિયોવાની (જ. આશરે 1440; અ. 1494) : ઇટાલિયન રેનેસાંસ-વ્યક્તિચિત્રો ચીતરનાર ચિત્રકાર. એમનાં આરંભિક વર્ષો અને એ ક્યાં તાલીમ પામ્યા એ વિશે માહિતી નથી. ઉર્બિનો ખાતે મૉન્તેફૅલ્ત્રો દરબારમાં તેમણે ઘણો સમય વિતાવીને વ્યક્તિચિત્રો આલેખેલાં. 1495માં માન્તુઆની રાણી ઇસાબેલા દેસ્તીએ તેમની નિમણૂક માન્તુઆના દરબારમાં ચિત્રકાર તરીકે કરી. એમનાં મૌલિક ચિત્રો પર…

વધુ વાંચો >

સાન્તી તિતો

સાન્તી, તિતો (જ. 1536, સાન્સે પોલ્ક્રો, ઇટાલી; અ. 1602, ઇટાલી) : ‘મૅનરિઝમ’ શૈલીમાં ચિત્રણા કરનાર ઇટાલિયન ચિત્રકાર. ફ્લૉરેન્સમાં મૅનરિસ્ટ ચિત્રકાર બ્રૉન્ઝિનો પાસેથી તાલીમ લઈ સાન્તીએ રોમ જઈ ચિત્રકાર તાદિયો જુકારો સાથે પોપ પૉલ ચોથા માટે વૅટિકનમાં ભીંતચિત્રો આલેખ્યાં. તિતો સાન્તી 1564માં પાછા ફર્યા બાદ સાન્તીનાં ચિત્રોમાંનો પ્રકાશ વેનેશિયન શૈલીને અનુસરતો…

વધુ વાંચો >

સાન્રેડામ પીટર ઇયાન્ઝૂન

સાન્રેડામ, પીટર ઇયાન્ઝૂન (જ. 9 જૂન 1597, ઍસૅન્ડૅલ્ફટ, નેધર્લેન્ડ્ઝ; અ. ? દફનવિધિ 31 મે 1665, હાર્લેમ, નેધર્લેન્ડ્ઝ) : ચર્ચની અંદરના (interior) સ્થાપત્યને ચિત્રોના વિષય તરીકે પસંદ કરનાર ડચ ચિત્રકાર. આ જાતનાં તેમનાં ચિત્રો ‘ચર્ચ પોર્ટ્રેટ’ તરીકે ઓળખાયાં અને તે આ પ્રકારનાં ચિત્રોના પ્રણેતા ગણાયા. ચર્ચની અંદરના સ્થાપત્યની બારીકી, ઇજનેરી ચોક્સાઈ…

વધુ વાંચો >

સાન્સોવિનો આન્દ્રેઆ

સાન્સોવિનો, આન્દ્રેઆ (જ. આશરે 1467, મૉન્તે સાન સાવિનો, ઇટાલી; અ. 1529, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-શિલ્પી. મૂળ નામ આન્દ્રેઆ કૉન્તુચી; પરંતુ મૂળ અટક ત્યાગી તેમણે જન્મસ્થળ મૉન્તે સાન સાવિનો ઉપરથી ‘સાન્સોવિનો’ અટક અંગીકાર કરી. ચિત્રકાર પોલાઇઉઓલો અને શિલ્પી બર્તોલ્દો હેઠળ તેમણે કલાશિક્ષણ પ્રાપ્ત કર્યું. ફ્લૉરેન્સના રાજા લૉરેન્ઝો દ મેડિચીએ 1491માં સાન્સોવિનોને…

વધુ વાંચો >

સાન્સોવિનો જેકોપૉ

સાન્સોવિનો, જેકોપૉ (જ. 2 જુલાઈ 1486, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 27 માર્ચ 1570, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. મૂળ નામ જેકોપૉ તાતી. જેકોપૉ સાન્સોવિનો 1502માં વેનિસમાં શિલ્પી આન્દ્રેઆ સાન્સોવિનોનું તેમણે શિષ્યત્વ સ્વીકારી શિલ્પકલા શીખવી શરૂ કરી. ગુરુ પ્રત્યેના આદર-ભક્તિને પ્રતાપે તેમણે તેમની મૂળ અટક ત્યાગીને ગુરુની સાન્સોવિનો અટક ધારણ…

વધુ વાંચો >

સાપુતારા મ્યુઝિયમ

સાપુતારા મ્યુઝિયમ : ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલું ડાંગ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિને તાદૃશ કરતું સંગ્રહાલય. ગુજરાત સરકાર દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના 1970માં થઈ હતી. ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ, હસ્તકલાના નમૂના, વાજિંત્રો, શસ્ત્રો, ઘરેણાં અને શિકારનાં ઓજારો અહીં પ્રદર્શિત છે, જેમની કુલ સંખ્યા 420ની છે. માનવસમાજશાસ્ત્ર(Anthro-pology)ની દૃષ્ટિએ આ મ્યુઝિયમ ઘણું…

વધુ વાંચો >

સાબાવાલા જહાંગીર

સાબાવાલા, જહાંગીર (જ. 1922, મુંબઈ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ બાદ મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પાંચ વરસ સુધી કલા-અભ્યાસ કરી ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. ત્યારબાદ વધુ કલા-અભ્યાસ લંડનની હીથર્લી (Heltherly) સ્કૂલ ઑવ્ આર્ટમાં અને એ પછી પૅરિસની ‘અકાદમી જુલિયા’, ‘અકાદમી આન્દ્રે લ્હોતે’ તથા ‘અકાદમી દ લા…

વધુ વાંચો >

સામાર્તિની બંધુઓ

સામાર્તિની બંધુઓ (સામાર્તિની જુસેપે : જ. આશરે 1693, મિલાન, ઇટાલી; અ. આશરે 1750, લંડન, બ્રિટન. સામાર્તિની જિયોવાની બાતિસ્તા : જ. 1700-1701, મિલાન, ઇટાલી; અ. 15 જાન્યુઆરી 1775, મિલાન, ઇટાલી) : ઇટાલિયન સંગીતકાર અને સંગીતનિયોજક બંધુઓ. સામાર્તિની જિયોવાની જુસેપેનું તખલ્લુસ ‘ઇલ લોન્ડોનિઝ’ હતું. અઢારમી સદીના પૂર્વાર્ધમાં બ્રિટનમાં ઓબોવાદક તથા સંગીતનિયોજક તરીકે…

વધુ વાંચો >