અમિતાભ મડિયા
વાન ડેર હીડન, ઇયાન (Van der Heyden, Ian)
વાન ડેર હીડન, ઇયાન (Van der Heyden, Ian) (જ. 1637; અ. 1712) : ડચ બરોક-ચિત્રકાર. ઍમસ્ટરડૅમ નગરના તેઓ પહેલા ચિત્રકાર છે, જેમણે નગરચિત્રો (cityscapes) ચીતરવાની પહેલ કરી હોય. પદાર્થચિત્રો(still life)થી વાન ડેર હીડને આરંભ કર્યો. હાર્લેમનાં નગરચિત્રો ચીતરનાર ચિત્રકાર બર્ખીડેસ(Bercgheyoes)ની અસર પણ એમના પર છે. દીવાલો, ઈંટો અને પથ્થરોને તેઓ…
વધુ વાંચો >વાન ડે વેલ્ડે, ઇસાઇયાસ (Van de Velde, Esaias)
વાન ડે વેલ્ડે, ઇસાઇયાસ (Van de Velde, Esaias) (જ. 1587, હાર્લેમ, ઍમસ્ટરડૅમ; અ. 1630) : ડચ બરોક-ચિત્રકાર. નિસર્ગ-દૃશ્યો અને રણભૂમિનાં ચિત્રો આલેખવા માટે એ જાણીતો છે; પણ ડચ બરોક-ચિત્રકાર ઇયાન વાન ગોયેનના ગુરુ હોવા બદલ એની આગવી પ્રતિષ્ઠા પણ છે. સંભવ છે કે ઇસાઇયાસ પોતે કૉનિન્કસ્લૂ નામના ડચ બરોક-ચિત્રકારનો શિષ્ય…
વધુ વાંચો >વાન ડે વેલ્ડે પરિવાર (Van de Velde family)
વાન ડે વેલ્ડે પરિવાર (Van de Velde family) : વાન ડે વેલ્ડે, વિલેમ (Willem) (જ. 1611, નેધરલૅન્ડ્ઝ; અ. 1693), તથા વાન ડે વેલ્ડે, એડ્રિયાન (Adriaen) (જ. 1632, નેધરલૅન્ડ્ઝ; અ. 1672) : પિતા વિલેમ અને પુત્ર એડ્રિયાનનો બનેલો ડચ બરોક ચિત્રકાર પરિવાર. બંનેની ચિત્રશૈલી અને લઢણો એટલી બધી સરખી છે કે…
વધુ વાંચો >વાન મૅન્ડર, કારેલ (Van Mander, Karel)
વાન મૅન્ડર, કારેલ (Van Mander, Karel) (જ. 1548, હાર્લેમ, ફ્લૅન્ડર્સ; અ. 1606, હાર્લેમ, ફ્લૅન્ડર્સ) : ફ્લૅમિશ રેનેસાંસ-ચિત્રકાર અને કલા-ઇતિહાસકાર. હાર્લેમમાં ચિત્રકલાની તાલીમ લઈ 1575માં તેઓ રોમની યાત્રા કરીને 1577માં પાછા આવ્યા. ચિત્રકારો ગોલ્ટ્ઝયુસ (Goltzius) અને કૉર્નેલિસ (Cornelisz) સાથે તેમણે હાર્લેમમાં કલાની મહાશાળા શરૂ કરી અને એ રીતે ઉત્તર યુરોપમાં અને…
વધુ વાંચો >વાન સ્કોરેલ, ઇયાન (Van Scorel, Ian)
વાન સ્કોરેલ, ઇયાન (Van Scorel, Ian) (જ. 1495; અ. 1562) : ડચ રેનેસાંસ-ચિત્રકાર. ચિત્રકલાની પ્રારંભિક તાલીમ તેમણે ઍમસ્ટરડૅમમાં લીધેલી. 1517માં તેઓ ઉટ્રેખ્ટ ગયા અને ત્યાંથી 1519માં તેઓ નુરેમ્બર્ગ ગયા અને મહાન ચિત્રકાર ડ્યુરરના શિષ્ય બનવા માટે કોશિશ કરી; પણ તેમની કોશિશ વ્યર્થ નીવડી. ડ્યુરરને તેમનામાં કોઈ રસ પડ્યો નહિ. 1520માં…
વધુ વાંચો >વાન્ગ મૅન્ગ
વાન્ગ મૅન્ગ (જ. 1308, વુસિન્ગ, ચેકયાંગ પ્રાંત, ચીન; અ. 1385, વુસિન્ગ) : ચીનની પ્રશિષ્ટ નિસર્ગચિત્રણાનો એક શ્રેષ્ઠ ચિત્રકાર. યુઆન રાજવંશ (1206-1368) દરમિયાન પાકેલા ચિત્રકારોમાં તેની ગણના ટોચમાં થાય છે. યુઆન રાજવંશ દરમિયાન પાકેલા એક નિસર્ગચિત્રકાર ચાઓ મેન્ગ્ફૂ અને એક મહિલા નિસર્ગચિત્રકાર કુઆન તાઓશેંગના વાન્ગ મૅન્ગ પૌત્ર હતા. થોડા વખત માટે…
વધુ વાંચો >વાન્ગ વી
વાન્ગ વી (જ. 699, ચીહ્સિન, શાન્સી પ્રાંત, ચીન; અ. 759, ચીન) : પ્રખ્યાત ચીની ચિત્રકાર, સંગીતકાર અને કવિ. બીજું નામ વાન્ગ મો ચી. 17મી સદીમાં થઈ ગયેલા ચીની કલાઇતિહાસકાર અને રસજ્ઞ તુન્ગ ચિયાન્ગે દક્ષિણ ચીની કાવ્યશૈલી અને ચિત્રશૈલીના પ્રારંભકર્તા તરીકે વાન્ગ વીની પ્રતિષ્ઠા કરી અને વધુમાં પ્રશંસા કરતાં કહ્યું કે…
વધુ વાંચો >વાન્ગ હુઈ
વાન્ગ હુઈ (જ. 1632, ચાન્ગ્શુ, કિયાન્સુ પ્રાંત, ચીન; અ. 1717, ચાન્ગ્શુ) : ચીનની પ્રશિષ્ટ નિસર્ગચિત્રણાનો એક શ્રેષ્ઠ ચિત્રકાર. અન્ય ત્રણ ચિત્રકારો વાન્ગ શિહ-મિન, વાન્ગ ચિન અને વાન્ગ યુઆન-ચી સાથે તેની ગણના ‘ફોર વાન્ગ’ ચિત્રકાર જૂથમાં થાય છે. વાન્ગ શિહ-મિન અને વાન્ગ ચિન પાસેથી વાન્ગ હુઈએ ચિત્રકલાની તાલીમ મેળવેલી. વાન્ગ શિહ-મિને…
વધુ વાંચો >વાન્ડિક, (સર) ઍન્થૉની
વાન્ડિક, (સર) ઍન્થૉની (જ. 22 માર્ચ 1599, ઍન્ટવર્પ ફ્લૅન્ડર્સ, બૅલ્જિયમ; અ. 9 ડિસેમ્બર 1641, લંડન, બ્રિટન) : સત્તરમી સદીના ફ્લૅન્ડર્સના રૂબેન્સ પછી સૌથી વધુ ખ્યાતનામ ચિત્રકાર. ધાર્મિક અને પૌરાણિક વિષયોનાં ચિત્રો ઉપરાંત ધનાઢ્યોનાં વ્યક્તિચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. 1632માં લંડનના રાજા ચાર્લ્સ પહેલાએ તેમની નિમણૂક દરબારી ચિત્રકાર તરીકે કરી…
વધુ વાંચો >વારલી ચિત્રકલા
વારલી ચિત્રકલા : દક્ષિણ ગુજરાતના સૂરત, વલસાડ અને નવસારી તથા વાયવ્ય મહારાષ્ટ્રના થાણે જિલ્લાની વારલી (ભીલ) આદિવાસી પ્રજાની લોક-ચિત્રકલા. છાણ-ગારો લીંપેલી ઝૂંપડાની ભીંતો વારલી ચિત્રકલાનું ફલક છે. ભીંત પર દોરવામાં આવતા ચિત્રને વારલી લોકો ‘ચોક’ અથવા ‘કંસારી’ પણ કહે છે. લગ્નવિધિની પ્રથમ જરૂરિયાત રૂપે આ ‘ચોક’ કે ‘કંસારી’ ચીતરવામાં આવે…
વધુ વાંચો >