અમિતાભ મડિયા

લિમ્બૂર્ગ બ્રધર્સ (લિમ્બૂર્ગ પૉલ, લિમ્બૂર્ગ હર્મેન અને લિમ્બૂર્ગ જેહાનેકીન)

લિમ્બૂર્ગ બ્રધર્સ (લિમ્બૂર્ગ પૉલ, લિમ્બૂર્ગ હર્મેન અને લિમ્બૂર્ગ જેહાનેકીન) (જ. ત્રણેયનો 1385 પછી, નિમેજિન, બ્રેબેન્ટ, ફ્લૅન્ડર્સ; અ. ત્રણેય ભાઈઓનું 1416 સુધીમાં, ફ્રાંસ) : પ્રસિદ્ધ ગૉથિક પોથીચિત્રકારો. પ્રસિદ્ધ ગૉથિક શિલ્પી આર્નોલ્ડ ફાન લિમ્બૂર્ગના ત્રણ પુત્રો પૉલ, હર્મેન અને જેહાનેકીન ગૉથિક લઘુચિત્રકલાના શ્રેષ્ઠ ચિત્રકારો ગણાય છે. ત્રણેય ભાઈઓ દરેક લઘુચિત્રમાં સાથે જ…

વધુ વાંચો >

લિયાદૉવ, ઍનાતોલી

લિયાદૉવ, ઍનાતોલી (જ. 11 મે 1855, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 28 ઑગસ્ટ 1914, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : પ્રસિદ્ધ રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. પિતા રશિયન ઑપેરા સંગીત કંપનીના સંચાલક (conductor) હોવાથી બાળપણથી જ લિયાદૉવને સાંગીતિક વાતાવરણ મળ્યું. માત્ર સ્ટેજ-શો નહિ, પણ રિહર્સલ જોવાના મોકા પણ તેઓ છોડતા નહિ. આ ઉપરાંત રશિયન…

વધુ વાંચો >

લિયાપુનૉવ, સર્ગેઈ

લિયાપુનૉવ, સર્ગેઈ (જ. 30 નવેમ્બર 1859, યારોસ્લાવલા, રશિયા; અ. 8 નવેમ્બર 1924, પૅરિસ, ફ્રાંસ) : રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. વિદ્વાનો અને નિષ્ણાતોના પરિવારમાં લિયાપુનૉવ જન્મેલા. પિતા ખગોળશાસ્ત્રી હતા, અને મોટા ભાઈ ઍલેક્ઝાન્ડર એક પ્રમુખ રશિયન ગણિતશાસ્ત્રી હતા. નિઝ્નિનૉવ્ગૉરોડના સંગીતશાસ્ત્રીઓએ બાળ લિયાપુનૉવની પ્રતિભા પિછાણીને તેમને મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ…

વધુ વાંચો >

લિયોનાર્દો દ વિન્ચી

લિયોનાર્દો દ વિન્ચી (જ. 15 એપ્રિલ 1452, વિન્ચી, ટસ્કની, ઇટાલી; અ. 2 મે 1519, કલુ, ફ્રાન્સ) : વિશ્વપ્રસિદ્ધ રેનેસાં-ચિત્રકાર, યુગદ્રષ્ટા, વિચારક-ચિંતક, સૌન્દર્યજ્ઞ (aesthete), પ્રયોગશીલ ઇજનેર અને ઉડ્ડયનશાસ્ત્રી (aerodynamist). માત્ર બે જ કલાકાર એના સમકાલીન હરીફ હતા : માઇકલૅન્જેલો અને રફાયેલ. પોતાની બહુમુખી પ્રતિભાને કારણે લિયોનાર્દો ‘યુનિવર્સલ મૅન’ તરીકે સર્વસ્વીકૃતિ પામ્યો…

વધુ વાંચો >

લિસિટ્ઝ્કી, એલ (Lissitzky, El)

લિસિટ્ઝ્કી, એલ (Lissitzky, El) (જ. 10 નવેમ્બર 1890, સ્મૉલૅન્સ્ક, રશિયા; અ. 1941, મૉસ્કો, રશિયા) : મૂળ નામ લેઝર માર્કોવિચ લિસિટ્ઝ્કી (Lazar Markovich Lissitzky). આધુનિક રશિયન ચિત્રકાર, ડિઝાઇનર અને ટાઇપોગ્રાફર (અવનવા ઘાટના અક્ષરો સર્જનાર). રશિયન અમૂર્ત ચિત્રકલાના પ્રસ્થાપકોમાંનો એક. ટાઇપોગ્રાફી, જાહેરાતકલા અને પ્રદર્શનકલા(exhibition design) ક્ષેત્રે તે રશિયામાં મુખ્ય ચીલો પાડનારો બન્યો.…

વધુ વાંચો >

લિસિપસ (Lysippus)

લિસિપસ (Lysippus)  (ઈ. પૂ. ચોથી સદી, સિસિયોન, ગ્રીસ) : પ્રસિદ્ધ પ્રાચીન ગ્રીક શિલ્પી. મેસેડોનના રાજા ફિલિપ અને ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટના સમયગાળા (ઈ.પૂ. 336થી 323 સુધી) દરમિયાન તેમણે મહત્ત્વનું કલાસર્જન કર્યું. મૂળમાં કાંસામાંથી શિલ્પો કંડારવા ટેવાયેલા લિસિપસ કારકિર્દીની ટોચે પહોંચ્યા ત્યારે આરસમાંથી શિલ્પો કંડારતા થયા હતા. એમના પુરોગામી શિલ્પી પૉલિક્લિટસના શિલ્પ…

વધુ વાંચો >

લી કુન્ગ્લીન

લી કુન્ગ્લીન (જ. 1049, શુચેન્ગ, ઍન્વેઇ પ્રાંત, ચીન; અ. 1106, ચીન) : સુંગ કાળના એક ઉત્તમ ચીની ચિત્રકાર. વિદ્વાનોની લાંબી પરંપરા ધરાવતા કુટુંબમાં જન્મ. કુટુંબીજનો પણ અભ્યાસીઓ હતા. 1070માં લી કુન્ગ્લીનને ‘ચીન-શીહ’(એડ્વાન્સ સ્કૉલર)ની પદવી પ્રાપ્ત થઈ. પ્રાંતના પાટનગર કાઇફેન્ગમાં બીજા વિદ્વાનોની પેઠે તેમણે સરકારી અધિકારીની કારકિર્દી શરૂ કરી. આ નગરમાં…

વધુ વાંચો >

લીચ, જૉન

લીચ, જૉન (જ. 29 ઑગસ્ટ 1817, લંડન, બ્રિટન; અ. 29 ઑક્ટોબર 1864, લંડન, બ્રિટન) : પ્રસિદ્ધ ‘પંચ’ સામયિકના જાણીતા વ્યંગ્યચિત્રકાર. લીચને તબીબી શાખામાં પ્રવેશ મળ્યો હોવા છતાં એમનું અભ્યાસમાં ચિત્ત ચોંટ્યું નહિ, તેથી તેમણે ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. લંડનની શેરીમાં ભટકીને અનન્ય હાસ્યજનક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓનાં રેખાંકનો કર્યાં. આ રેખાંકનો…

વધુ વાંચો >

લી તાંગ (Li Tang)

લી તાંગ (Li Tang) (જ. આશરે 1080, હોઆંગહો પ્રાંત, ચીન; અ. આશરે 1130, ચીન) : ચીનના એક ઉત્તમ કોટિના ચિત્રકાર. દક્ષિણી સુંગ ચિત્રશૈલીના સ્થાપક. ઉત્તર ચીનના સમ્રાટ હુઈ ત્સુન્ગની ચિત્રકલા એકૅડેમીના એ પ્રમુખ બનેલા. પરંતુ મૉંગોલ આક્રમણને પ્રતાપે એ સમ્રાટનું પતન થતાં લી તાંગ દક્ષિણ ચીનના સમ્રાટ સુન્ગ કાઓ ત્સુન્ગના…

વધુ વાંચો >

લીબર્મેન, મૅક્સ

લીબર્મેન, મૅક્સ (જ. 20 જુલાઈ 1847, બર્લિન, જર્મની; અ. 8 ફેબ્રુઆરી 1935, બર્લિન, જર્મની) : પ્રભાવવાદી ચિત્રશૈલીની જર્મન શાખાના પ્રમુખ ચિત્રકાર. તેમણે 1866થી 1868 સુધી સ્ટેફેક નામના ચિત્રકાર પાસે તાલીમ લીધી. એ પછી 1868થી 1872 સુધી વાઇમર ખાતેની કલાશાળામાં તેમણે અભ્યાસ કર્યો. વસ્તુલક્ષી (objective) નિરીક્ષણ લીબર્મૅનની કલાનું પહેલેથી જ મુખ્ય…

વધુ વાંચો >