અમિતાભ મડિયા
રેડ્ડી, ડી. એલ. એન.
રેડ્ડી, ડી. એલ. એન. (જ. 1949, નેરાડા, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર અને મુદ્રણક્ષમ કલાના સર્જક. હૈદરાબાદ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરીને 1969માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં વધુ બે વરસ લગી અભ્યાસ કરી 1971માં ડિપ્લોમા ઇન પ્રિન્ટ મેકિંગ (મુદ્રણક્ષમ…
વધુ વાંચો >રેડ્ડી, પાકલ તિરુમલ
રેડ્ડી, પાકલ તિરુમલ (જ. 4 જાન્યુઆરી 1915, અન્નારામ, કરીમનગર જિલ્લો, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ખેડુ કુટુંબમાં જન્મ. ગ્રામવિસ્તારમાં બાળપણ વિતાવ્યું. 1935માં મૅટ્રિક પાસ કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. 1942માં અભ્યાસ પૂર્ણ કર્યો. 1937માં બૉમ્બે આર્ટ સોસાયટીનો ઍવૉર્ડ મેળવ્યો. 1938માં તેઓ ભીંતચિત્રોની હરીફાઈમાં મિસ ડૉલી…
વધુ વાંચો >રેડ્ડી, પી. ટી.
રેડ્ડી, પી. ટી. (જ. 1915, એન્નારેમ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1938માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1941માં તેઓ માતૃસંસ્થા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટના ફેલો બન્યા. તેમણે તેમની કલાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન 1940માં બૉમ્બે આર્ટ સોસાયટી ખાતે મુંબઈમાં ગોઠવ્યું. આ પછી તેઓ…
વધુ વાંચો >રેડ્ડી, રવીન્દર
રેડ્ડી, રવીન્દર (જ. 1956) : આધુનિક ભારતીય શિલ્પી. 1976થી 1982 સુધી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી રેડ્ડી શિલ્પકલામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી લંડન ખાતેની ઑવ્ લંડનની ગોલ્ડસ્મિથ કૉલેજ ઑવ્ આર્ટ્સમાં એક વરસ અભ્યાસ કરી 1983માં ડિપ્લોમા ઇન આર્ટ ઍન્ડ ડિઝાઇન મેળવ્યો. રેડ્ડી…
વધુ વાંચો >રેતી-ચિત્ર (sand painting)
રેતી-ચિત્ર (sand painting) : ભારતીય લોકકળાનો એક પ્રકાર. બીજું નામ ધૂલિચિત્ર. હાલનું પ્રચલિત નામ રંગોળી. પ્રાચીન સમયથી ભારતમાં રેતી-ચિત્રની પરંપરા ચાલુ છે. કલાભાષ્ય વિષ્ણુધર્મોત્તર પુરાણમાં પણ રેતી-ચિત્રનો ઉલ્લેખ છે. આંદામાન-નિકોબાર, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, નેપાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડ જેવા, જ્યાં ભારે વર્ષા અને હિમવર્ષાને કારણે માત્ર લાકડાં…
વધુ વાંચો >રેથેલ, આલ્ફ્રેડ (Rethel, Alfred)
રેથેલ, આલ્ફ્રેડ (Rethel, Alfred) (જ. 15 મે 1816, આખેન, જર્મની; અ. 1 ડિસેમ્બર 1859, ડુસેલ્ડૉર્ફ, જર્મની) : મોટા કદના ઐતિહાસિક અને ધાર્મિક વિષયોનાં ચિત્રો ચીતરવા માટે જાણીતો જર્મન ચિત્રકાર તથા કાષ્ઠશિલ્પનાં છાપચિત્રો(wood cut prints)ના સર્જક. 1829માં 13 વરસની ઉંમરે ડુસેલ્ડૉર્ફ એકૅડેમીમાં કલાના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અભ્યાસ પૂરો કરીને 1836માં…
વધુ વાંચો >રેદોં, ઓદિલોં Redon, Odilon
રેદોં, ઓદિલોં (Redon, Odilon) (જ. 1840, ફ્રાન્સ; અ. 1916, ફ્રાન્સ) : પ્રતીકવાદી (symbolist) ફ્રેન્ચ ચિત્રકાર. સ્વપ્નિલ (dreamy) ચિત્રો ચીતરવા માટે ખ્યાતનામ રેદોં ઓગણીસમી સદીના રંગદર્શિતાવાદ અને વીસમી સદીના પ્રતીકવાદ વચ્ચેની મહત્વની કડીરૂપ છે. વિદ્યાર્થીકાળમાં સ્થાપત્યનો અભ્યાસ શરૂ કરેલો, પરંતુ પરીક્ષાઓમાં સતત નિષ્ફળતાઓ પ્રાપ્ત થતાં રેદોંએ ચિત્રકલાની સાધના કરી. તત્કાલીન ઘણા…
વધુ વાંચો >રેની, ગુઇડો
રેની, ગુઇડો (જ. 4 નવેમ્બર 1575, બોલોન્યા, ઇટાલી; અ. 18 ઑગસ્ટ 1642, બોલોન્યા, ઇટાલી) : બરોક શૈલીના ઇટાલિયન ચિત્રકાર. પુરાકથાઓ અને ધાર્મિક વિષયોનાં ચિત્રો ચીતરવા માટે તે જાણીતા બનેલા. પ્રારંભે ફ્લેમિશ ચિત્રકાર ડેનિસ કાલ્વાઇર્ટ પાસે તાલીમ મેળવી, પછી બોલોન્યાના ચિત્રકાર કારાચીથી તે પ્રભાવિત થયા. 1600માં તેમણે રોમમાં સ્ટુડિયો શરૂ કર્યો…
વધુ વાંચો >રેનેસાંસ કલા (Renaissance art)
રેનેસાંસ કલા (Renaissance art) (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) (આશરે 1300થી 1550) રેનેસાંસ યુગના પશ્ચિમ યુરોપની કલા. ઇટાલિયન શબ્દ ‘રેનેસાંસ’નો અર્થ છે પુનરુત્થાન. રેનેસાંસનું ઉદગમસ્થાન અને મુખ્ય કેન્દ્ર ઇટાલી છે. કલાક્ષેત્રના મૂળ વિચારકો અને કેટલાક ટોચના કલાકારો પણ ઇટાલીમાં પાક્યા છે. ઇટાલિયન દ્વીપકલ્પની રાજકીય એકતાનો અંત રોમન સામ્રાજ્યના અંત સાથે આવી…
વધુ વાંચો >રેનોલ્ડ્ઝ, જોશુઆ (સર)
રેનોલ્ડ્ઝ, જોશુઆ (સર) (જ. 16 જુલાઈ 1723, પ્લિમ્પ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 1792, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ વ્યક્તિ-ચિત્રકાર (portraitist) અને રસમર્મજ્ઞ (aesthetician). ‘પ્લિમ્પ્ટન સ્કૂલ’માં રેનોલ્ડ્ઝે પ્રાથમિક શિક્ષણ લીધું, જ્યાં પિતા શિક્ષક હતા. બાળપણથી જ અંગ્રેજી અને લૅટિન સાહિત્ય વાંચવાનો શોખ હતો. બ્રિટિશ વ્યક્તિ-ચિત્રકાર જોનાથન રિચાડર્સનના લેખો વાંચી રેનોલ્ડ્ઝના મનમાં ચિત્રકાર…
વધુ વાંચો >