અમિતાભ મડિયા

મેમ્લિન્ગ, હૅન્સ

મેમ્લિન્ગ, હૅન્સ (જ. 1430, સૅલિજેન્સ્ટાડ, જર્મની; અ. 11 ઑગસ્ટ 1494, બ્રુજેસ, બેલ્જિયમ) : પ્રસિદ્ધ ફ્લેમિશ ચિત્રકાર. કોલોન નગરમાં ચિત્રકળાની તાલીમ લીધા પછી 1455માં તેઓ નેધરલૅન્ડ્ઝ ગયા અને ત્યાં ચિત્રકાર રૉજિયર વૅન ડર વેડનના સ્ટુડિયોમાં ચિત્રકામના સહાયક તરીકે રહ્યા. 1460માં બ્રુજેસમાં સ્થિર થઈને તેમણે સ્ટુડિયો શરૂ કર્યો અને પ્રભુભોજનના ટેબલ પાછળનાં…

વધુ વાંચો >

મૅયોલ, ઍરિસ્ટાઇડ

મૅયોલ, ઍરિસ્ટાઇડ (Maillol, Eristide) (જ. 8 ડિસેમ્બર 1861, બેન્યુલ્સ-સર-મેર, ફ્રાન્સ; અ. 27 સપ્ટેમ્બર 1944) : પ્રતીકવાદી ફ્રેન્ચ શિલ્પી. તેમણે ‘ઇકૉલ દે બ્યા’ આર્ટ્ઝ ખાતે શિલ્પનો અભ્યાસ કર્યો. કારકિર્દીનો આરંભ પ્રતીકવાદી ચિત્રકાર તરીકે કર્યો. પ્રસિદ્ધ ફ્રેંચ શિલ્પી રોદ પાસે તેમણે શિલ્પકલાની તાલીમ લીધી. તેમની કલામાં ગ્રીક શિલ્પકલાની પ્રાથમિક જુનવાણી શૈલીની ભારોભાર…

વધુ વાંચો >

મેરિડા, કાર્લોસ

મેરિડા, કાર્લોસ (જ. 2 ડિસેમ્બર 1891, ગ્વાટેમાલા; અ. 22 ડિસેમ્બર 1984 મેક્સિકો) : મેક્સિકોના ક્રાંતિકારી જનભોગ્ય કલા – આન્દોલનમાં ભાગ લેનાર ગ્વાટેમાલાના ભીંતચિત્રકાર (muralist). 1910થી 1914 સુધી યુરોપમાં ઘૂમી પાબ્લો પિકાસો અને ઍમિદિયો મૉદિલ્યાની જેવા આધુનિક ચિત્રકલાના પ્રણેતાઓના અંતરંગ સંપર્કમાં આવ્યા. આ પછી 1920માં મેક્સિકો ગયા અને ત્યાંની સમાજાભિમુખી કલા-ચળવળથી…

વધુ વાંચો >

મૅરિનેતી, ફિલિપો એમિલિયો

મૅરિનેતી, ફિલિપો એમિલિયો (જ. 22 ડિસેમ્બર 1876, ઍલેગ્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત; અ. 2 ડિસેમ્બર 1944, ઈટાલી) : ઇટાલિયન કવિ, સંપાદક તથા આધુનિક કલાની ભવિષ્યવાદ (futurism) ચળવળના પ્રણેતા. 1905માં શરૂ કરેલા સાહિત્યિક સામયિક ‘પોએસિયા’(Poesia)ને મૅરિનેતીએ ભવિષ્યવાદની ચળવળના પ્રસારનું માધ્યમ બનાવેલું. જગતની પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃતિઓ, તેમનાં ધર્મ, પુરાકથાઓ, સાહિત્ય અને કલાઓનો ધ્વંસ કરી…

વધુ વાંચો >

મૅરિસલ, ઍસ્કૉબર

મૅરિસલ, ઍસ્કૉબર (જ. 22 મે 1930, પૅરિસ) : અમેરિકાનાં ટોચનાં મહિલા પૉપ-કલાકાર. મૂળ વેનેઝુએલાનાં આ કલાકાર વ્યંગ્યલક્ષી શિલ્પના સર્જન માટે જાણીતાં છે. તેમાં આધુનિક જીવન પ્રત્યેનું આક્રમક વલણ જોઈ શકાય છે. લાકડાંમાંથી કોરી કાઢેલાં સામૂહિક વ્યક્તિશિલ્પો (group portraits) મેરિસલનાં સર્જનોનો મુખ્ય વિષય છે. આ શિલ્પોને તેઓ ઢીંગલાની માફક કાપડનાં વસ્ત્રો,…

વધુ વાંચો >

મૅર્ટિન, જૉન

મૅર્ટિન, જૉન (જ. 1789 બ્રિટન; અ. 1854 બ્રિટન) : રંગદર્શી ચિત્રશૈલીના બ્રિટિશ ચિત્રકાર. તેઓ વિનાશ, સર્વનાશ અને પ્રલયનાં નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતા બનેલા. બ્રિટનના તત્કાલીન સામાજિક અને રાજકીય વાતાવરણમાં સન્માનપાત્ર સ્થાન ધરાવતી ‘ધ રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટ્સ’ તરફથી મૅર્ટિનને હડધૂત કરાયા હતા. સામે પક્ષે મૅર્ટિને પણ એ એકૅડેમીનો હિંસક વિરોધ…

વધુ વાંચો >

મેલિકૉવ, આરિફ

મેલિકૉવ, આરિફ (જ. 13 સપ્ટેમ્બર 1933, આઝરબૈજાન) : આઝરબૈજાની સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણમાં મેલિકૉવનો આઝરબૈજાની લોકસંગીતનાં વાદ્યો વગાડવાનો શોખ કિશોરવયે બાકુ ખાતે આવેલી ઝેલીની મ્યૂઝિક સ્કૂલમાં તેમને વિદ્યાર્થી તરીકે ખેંચી ગયો. અહીં લોકવાદ્યોના વિભાગમાં તેમને વિશેષ રસ પડ્યો. આ પછી તેમણે બાકુની બાકુ કૉન્ઝર્વેટરીમાં પ્રવેશ મેળવ્યો અને વિખ્યાત સંગીતનિયોજક કારા…

વધુ વાંચો >

મેસોપોટેમિયન કલા

મેસોપોટેમિયન કલા : પશ્ચિમ એશિયાની ટુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીઓના દોઆબ પ્રદેશ(આધુનિક ઇરાક)ની પ્રાચીન કલા. આ કલા ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીથી ઈ. સ. પૂ. પહેલી સહસ્રાબ્દી દરમિયાન વિકસી હતી. ‘મેસોપોટેમિયા’ એ ઇરાકનું પ્રાચીન નામ છે. ઉત્તરે ઇરાકની ટેકરીઓની ગુફાઓમાંથી પ્રાગૈતિહાસિક કાળના માનવોના અવશેષો અને ઓજારો મળી આવ્યાં છે. ત્યારબાદ ઈ.…

વધુ વાંચો >

મેસોં, આન્દ્રે

મેસોં, આન્દ્રે (Masson, Andre) (જ. 1896, ફ્રાંસ; અ. 1987) : પરાવાસ્તવવાદી ચિત્રકલાના પ્રારંભિક અને પ્રમુખ ચિત્રકારોમાંના એક. જન્મજાત હિંસક, અશાંત અને અરાજકતાવાદી (anarchist) પ્રકૃતિ ધરાવતા મેસોંનો સ્થાયી ભાવ ઊંડા ભયનો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેઓ એટલા બધા તો ઘવાયા  હતા કે માંડ માંડ મૃત્યુના મુખમાંથી બચી શક્યા. આ અનુભવે તેમની અસુરક્ષાની…

વધુ વાંચો >

મૅસ્ટ્રોવિક, ઇવાન

મૅસ્ટ્રોવિક, ઇવાન (જ. 15 ઑગસ્ટ, 1883, ક્રોએશિયા; અ. 16 જાન્યુઆરી 1962) : યુગોસ્લાવિયાના પ્રથમ આધુનિક શિલ્પી. 1902માં તેમણે વિયેના સેસેશન ગ્રૂપ સાથે પોતાનાં શિલ્પોનું પ્રદર્શન કર્યું. 1910માં તેઓ પૅરિસ ગયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઇંગ્લૅંડ તથા ફ્રાંસમાં પોતાનાં શિલ્પ પ્રદર્શિત કર્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુગોસ્લાવિયાની ઝાગ્રેબ એકૅડેમી ઑવ્ આર્ટના તેઓ…

વધુ વાંચો >