અમિતાભ મડિયા

એહમદ, ફાતિમા

એહમદ, ફાતિમા (જ. 1940, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. હૈદરાબાદની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ભારતભરમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો તેમણે કર્યાં છે. વળી ભારત તેમજ વિદેશોમાં યોજાતાં ઘણાં સમૂહપ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે. 1967માં તેમણે પૅરિસયાત્રા અને 1969માં જર્મનીયાત્રા કરી હતી. 1974થી 1976 સુધી તેમણે…

વધુ વાંચો >

એંજેલી, એડુઅર્ડ

એંજેલી, એડુઅર્ડ (જ. 15 જુલાઈ 1942, વિયેના, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1960માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. આર. સી. એન્ડર્સન હેઠળ કલાનો અભ્યાસ શરૂ કર્યો અને 1965માં કલાનો ડિપ્લોમા મેળવ્યો. 1967માં ઇસ્તંબુલ જઈ તુર્કી સંસ્કૃતિ અને લોકકલાનો અભ્યાસ કર્યો. 1969માં તેઓ ઇસ્તંબુલ અકાદમીના ચિત્રકલાના વ્યાખ્યાતા નિમાયા. એંજેલી અમૂર્ત ચિત્રો…

વધુ વાંચો >

ઓ’કીફી, જ્યૉર્જિયા

ઓ’કીફી, જ્યૉર્જિયા (જ. 15 નવેમ્બર 1887, વિસ્કૉન્સિન, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા; અ.?) : આધુનિક અમેરિકન મહિલા-ચિત્રકાર. પ્રકૃતિમાંથી પ્રેરણા પામી અર્ધઅમૂર્ત (semi-abstract) ચિત્રો સર્જવા માટે તેઓ જાણીતાં બન્યાં હતાં. આ પ્રકૃતિની પ્રેરણામાં પણ મુખ્ય ચાલકબળ તો ન્યૂ મેક્સિકોનું રણ રહ્યું હતું. બાળપણ વિસ્કૉન્સિનમાં માબાપના ખેતર પર વિતાવ્યું. 1904થી 1905 સુધી આર્ટ…

વધુ વાંચો >

ઑદુબૉન, જૉન જેમ્સ

ઑદુબૉન, જૉન જેમ્સ [જ. 26 એપ્રિલ 1785, લેસ કેઇસ, હેઇટી (Haiti); અ. 27 જાન્યુઆરી 1851] : અમેરિકાનો મોખરાનો પક્ષીવિદ (ormithologist) અને વિખ્યાત પક્ષીચિત્રકાર. પક્ષીવિજ્ઞાનના ક્ષેત્રે અમેરિકામાં પાયાનું કામ કરનાર વિજ્ઞાની તરીકે તેની આજે ઓળખ છે. તેણે ચીતરેલાં અમેરિકન પંખીઓનાં 435 ચિત્રો આજે ‘કલા દ્વારા પ્રકૃતિને આપવામાં આવેલી સૌથી મોટી અંજલિ’…

વધુ વાંચો >

ઓબર્હુબર, ઑસ્વાલ્ડ

ઓબર્હુબર, ઑસ્વાલ્ડ (જ. 19૩1, ટિરોલ, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1945માં ઇન્સ્બ્રૂકની ટેકનિકલ સ્કૂલમાં શિલ્પનો અભ્યાસ શરૂ કર્યો. 1950માં વિયેના એકૅડમી ઑવ્ એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. ફ્રિટ્ઝ વૉર્ટુબા હેઠળ ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. આ પછી 1952માં સ્ટુટગાર્ટમાં પ્રો. વીલી બૉમિસ્ટર હેઠળ ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1957 લગી ઓબર્હુબરે વાસ્તવ-આભાસી આકૃતિઓનું ચિત્રણ…

વધુ વાંચો >

ઑરોઝ્કો, જોસે ક્લૅમેન્ત

ઑરોઝ્કો, જોસે ક્લૅમેન્ત (જ. 23 નવેમ્બર 1883, ઝાપોત્લાન, જાલિસ્કો, મેક્સિકો; અ. 7 સપ્ટેમ્બર 1949, મેક્સિકો નગર, મેક્સિકો) : વિશ્વવિખ્યાત મેક્સિકન ચિત્રકાર; સમાજવાદી વાસ્તવમૂલક શૈલીના પ્રણેતાઓમાંનો એક. ચાર વરસનો હતો ને કુટુંબે ઝાપોત્લાન ગામેથી મેક્સિકો નગરમાં સ્થળાંતર કર્યું. બાર વરસની ઉંમરે કૃષિશાળામાં દાખલ થયો અને એકવીસ વરસની ઉંમરે પ્રેપરેટરી સ્કૂલમાં ગણિતના…

વધુ વાંચો >

ઑર્ફિઝમ

ઑર્ફિઝમ (Orphism) : આધુનિક ચિત્રકલાનો એક વાદ. તેનું નામકરણ 1913માં ફ્રેંચ કવિ ઍપૉલિનોરે (Apollinaire) કર્યું હતું. વાસ્તવિક જગતમાંથી કોઈ પણ ઘટકો કે આકારોનું અહીં કૅન્વાસ પર અનુકરણ કરવાની નેમ નથી, પણ માત્ર કલાકારના મનોગતમાં પડેલી કપોલકલ્પનાને લાલ, પીલો અને વાદળી – એ ત્રણ મૂળ રંગો વડે તેમની છટા (tints) સહિત…

વધુ વાંચો >

કનિંગહૅમ ઇમોજન

કનિંગહૅમ, ઇમોજન (જ. 12 એપ્રિલ 1883, પૉર્ટલૅન્ડ, ઑરેગોન, અમેરિકા; અ. 24 જૂન 1976, સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા, અમેરિકા) : છોડવાઓ-ક્ષુપો તથા વ્યક્તિઓને ફોટોગ્રાફી વડે કંડારવા માટે જાણીતી અમેરિકન મહિલા-ફોટોગ્રાફર. પત્રાચારી શિક્ષણપદ્ધતિથી ફોટોગ્રાફી શીખીને તેમણે 1901માં કામ શરૂ કર્યું. તેમની પ્રારંભિક કૃતિઓમાંથી ‘માર્શ ઍટ ડૉન’ (1901) ઉત્તમ ગણાઈ છે, જેમાં ઓગણીસમી સદીની…

વધુ વાંચો >

કનિંગહૅમ મર્સી

કનિંગહૅમ, મર્સી (જ. 16 એપ્રિલ 1919, સેન્ટ્રાલિયા, વૉશિંગ્ટન, અમેરિકા) : અમેરિકન આધુનિક નર્તક તથા કોરિયોગ્રાફર તથા અમૂર્ત નૃત્યની નવી શૈલીઓના પ્રણેતા. તેમણે બાર વર્ષની ઉંમરથી જ નૃત્ય શીખવું શરૂ કરેલું. હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે સિયેટલ ખાતેની કૉર્નિશ સ્કૂલ ઑવ્ ફાઇન ઍન્ડ ઍપ્લાઇડ આર્ટ્સમાં બે વરસ અભ્યાસ કર્યો. ત્યાર…

વધુ વાંચો >

કનોરિયા રાઘવ

કનોરિયા, રાઘવ (જ. 19 માર્ચ 1936, અનીડાભિલોડીના, જિલ્લો રાજકોટ, ગુજરાત) : ગુજરાતના અગ્રણી શિલ્પી, ફોટોગ્રાફર અને કલાગુરુ. વડોદરામાં મ. સ. યુનિ.ની ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાં શિલ્પકલાનો અભ્યાસ કર્યો. પ્રા. શંખ ચૌધરી જેવા વિદ્વાન શિક્ષક અને શિલ્પીના હાથ નીચે ઘડાયા. શિલ્પના ડિપ્લોમામાં પ્રથમ શ્રેણીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. બ્રિટિશ ગવર્નમેન્ટની કૉમનવેલ્થ…

વધુ વાંચો >