અમિતાભ મડિયા

દૉનાતેલો

દૉનાતેલો [Donatello] (જ. 1386; અ. 1466) : ફ્લૉરેન્સના રેનેસાં શિલ્પી. તેઓ શિલ્પી લૉરેન્ઝો ગિબેર્તીના શિષ્ય હતા. ગૉથિક પરંપરાની અસરમાંથી મુક્ત થતાં તેમને ઠીકઠીક વાર લાગી. ભુલાઈ ગયેલા પેગન (ગ્રીકો-રોમન) વિશ્વમાંથી વિષયો લઈને તેનો પંદરમી સદીમાં રેનેસાં યુગમાં ઉપયોગ કરનાર તેઓ પ્રથમ શિલ્પી હતા. માન્તેન્યા [mantegna], બેલિની અને માઇકલ ઍન્જલો સુધ્ધાં…

વધુ વાંચો >

દોમિયે, ઓનોર વિક્ટોરિન

દોમિયે, ઓનોર વિક્ટોરિન [Domier, Honore Victorin] (જ. 1808; અ. 1879) : ફ્રેન્ચ ચિત્રકાર. જ્યારે ફ્રાંસ અને પશ્ચિમ યુરોપમાં રાજાશાહી આથમી રહી હતી અને લોકશાહી અને ઉદ્યોગીકરણનો ઉદય થઈ રહ્યો હતો એ અરસામાં માનવીની વેદનાને વાચા આપનાર ચિત્રો આલેખવા માટે તેમને ખ્યાતિ મળી. તેઓ લોકશાહીના તરફદાર હતા એ હકીકત તેમનાં તૈલચિત્રો…

વધુ વાંચો >

નયનસુખ

નયનસુખ (જ. આશરે 1710થી 1724, ગુલેર, ઉત્તરાખંડ; અ. આશરે 1763, બશોલી, ઉત્તરાખંડ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ મણાકુ બંને પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક ‘મિશ્રા’ પણ તેમણે તજી…

વધુ વાંચો >

નરિણૈ

નરિણૈ (રચનાકાળ : ઈ. સ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી સુધી) : આ તમિળ સંઘકાલીન અષ્ટપદ્યસંગ્રહો(એટ્ટુતોગૈ)માં બધા કરતાં પ્રાચીન તથા મુખ્ય ગ્રંથ છે. એમાં નવ પંક્તિઓથી માંડીને બાર પંક્તિઓનાં પદો છે. એમાં 187 કવિઓની રચનાઓ સંગૃહીત છે. એમાં આંતરિક જીવનનું વર્ણન હોવાથી એની ગણના ‘અહમ્’ કાવ્યોમાં કરવામાં આવી…

વધુ વાંચો >

નવપ્રભાવવાદ (neo-impressionism)

નવપ્રભાવવાદ (neo-impressionism) : પ્રભાવવાદે શોધેલા ચિત્ર-સિદ્ધાંતોના આધારે ઉદ્ભવેલી ફ્રેંચ ચિત્રકલાની ઝુંબેશ. તેમાં પ્રભાવવાદના સિદ્ધાંતોને એવી ચરમસીમાએ પહોંચાડવામાં આવ્યા છે કે નવપ્રભાવવાદ અને પ્રભાવવાદ વચ્ચે ભાગ્યે જ કોઈ સામ્ય જણાય. સર્શને નવપ્રભાવવાદના અગ્રણી ચિત્રકાર ગણી શકાય. આ ચિત્રશૈલીના નીતિનિયમો ઘણા ચોક્કસ અને ચુસ્ત છે અને એમાં સહજ અભિવ્યક્તિનું સ્થાન પછી આવે…

વધુ વાંચો >

નવપ્રશિષ્ટવાદ (neo-classicism)

નવપ્રશિષ્ટવાદ (neo-classicism) : અઢારમી સદીની મધ્યમાં રોમમાં ઉદ્ભવ પામીને સમસ્ત પશ્ચિમી જગતમાં પ્રસરેલો કલાવાદ. તેના ઉદ્ભવ, વિકાસ અને પ્રસાર માટે અતિ આલંકારિક તથા અતિ શણગારસજાવટવાળી બરોક અને રકોકો શૈલીઓનો અતિરેક અંશત: જવાબદાર ગણી શકાય. એ ઉપરાંત પ્રાચીન ગ્રીક અને રોમન કળાનું પુનરુત્થાન કરવાના એકનિષ્ઠ પ્રયાસો પણ આ વાદના ઉદ્ભવ માટે…

વધુ વાંચો >

નાયક, કનુ ચુનીલાલ

નાયક, કનુ ચુનીલાલ : (જ. 9 ડિસેમ્બર, 1930, પાનસર, જિલ્લો મહેસાણા) : ગુજરાતી ચિત્રકાર, કલાશિક્ષક, કલાવિષયક લેખો આપનાર, પત્રકાર. ઉપનામ : ‘અંકન’.  પિતા ચુનીલાલ નાયક દેશી નાટકમંડળીઓમાં ખલનાયકની ભૂમિકા ભજવવામાં નિષ્ણાત હતા. મૅટ્રિકનો અભ્યાસ પૂરો કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1954માં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1956માં આર્ટ-માસ્ટરનો…

વધુ વાંચો >

નિકોલસન બેન [Nicholson Ben]

નિકોલસન, બેન [Nicholson, Ben] (જ.  10 એપ્રિલ 1894, બકીંગહામશાયર, યુ.કે.; અ. 6 ફેબ્રુઆરી 1982, લંડન, યુ.કે.) : બ્રિટિશ અગ્રણી અમૂર્તવાદી આધુનિક (modern abstractionist) ચિત્રકાર અને શિલ્પી. તેઓ ઓગણીસમી સદીના પ્રસિદ્ધ ચિત્રકાર સર વિલિયમ નિકોલસનના પુત્ર હતા. લંડન ખાતે સ્લેડ સ્કૂલ ઑફ ફાઇન આર્ટમાં તેમણે 1910થી 1911 સુધી કલાનું શિક્ષણ ગ્રહણ…

વધુ વાંચો >

નિસર્ગચિત્ર

નિસર્ગચિત્ર : કેવળ પ્રકૃતિને વિષય બનાવી ચિત્રાંકન કરવાની કલાશૈલી. વિશ્વમાં નિસર્ગચિત્રની શરૂઆત ચીને કરી, ચોથી સદીમાં ત્યાં નિસર્ગચિત્રને તરત જ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું. ચોથી સદીનો પ્રથમ જાણીતો થયેલો ચિત્રકાર છે કાઈ–ચીહ. ચીની નિસર્ગચિત્રમાં સ્વાભાવિકતાનું મહત્ત્વ હોવા છતાં તેમાં અન્ય ચીની ચિત્રોની જેમ પરંપરા પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે; જેમ કે,…

વધુ વાંચો >

નેપાળી કળા

નેપાળી કળા : નેપાળની પરંપરાગત ચિત્રકળા અને શિલ્પકળા. નેપાળ મધ્યયુગમાં મુસ્લિમ આક્રમણોથી મહદ્ અંશે બચી ગયું તેના પરિણામે ત્યાંની બૌદ્ધ અને હિન્દુ કળાની પરંપરા બચી ગઈ તથા ઘણી હસ્તપ્રતો ભારતમાંથી લુપ્ત થઈ ગઈ તે તિબેટ કે નેપાળના મઠોમાં સચવાઈ રહી. નેપાળમાં સૌથી પ્રાચીન કળાના નમૂના લિચ્છવી રાજવંશ દરમિયાન (ચોથીથી નવમી…

વધુ વાંચો >