અભિજિત વ્યાસ
મુખરજી રાની
મુખરજી રાની (જ. 21 માર્ચ 1978, મુંબઈ) : જાણીતી અભિનેત્રી. તેમના પિતા, રામ મુખરજી, ભૂતપૂર્વ ફિલ્મદિગ્દર્શક અને ફિલ્માલય સ્ટુડિયોના સ્થાપકોમાંના એક હતા. તેમનાં માતા કૃષ્ણા મુખરજી ભૂતપૂર્વ પાર્શ્વગાયિકા છે. તેમના મોટા ભાઈ, રાજા મુખરજી, એક ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક છે. તેમનાં માસી દેબશ્રી રૉય એક બંગાળી અભિનેત્રી છે અને તેમના પિતૃપક્ષી…
વધુ વાંચો >મોહમદ આમીર હુસેનખાન
મોહમદ આમીર હુસેનખાન (જ. 14 માર્ચ 1965, મુંબઈ) : ફિલ્મનિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા. પ્રસિદ્ધ અભિનેતા આમીરખાનનું મૂળ નામ મોહમદ આમીર હુસેનખાન છે. તેનો જન્મ જાણીતા ફિલ્મનિર્માતા તાહીર હુસેનને ત્યાં થયો. માતા ઝીન્નત હુસેન, ફિલ્મનિર્માતા નાઝીર હુસેનના ભાઈની પુત્રી છે. બંને પક્ષે કુટુંબના સભ્યો ફિલ્મજગત સાથે સંકળાયેલા છે. આમીરખાનનાં દાદી મૌલાના…
વધુ વાંચો >રજનીકાન્ત
રજનીકાન્ત (જ. 12 ડિસેમ્બર 1950, બૅંગાલુરુ) : એક ફિલ્મ અભિનેતા. તે દક્ષિણના બધા પ્રાંતમાં એક અભિનેતા તરીકે પ્રસિદ્ધ છે. ‘રજનીકાન્ત’ તરીકે જે અભિનેતાને આપણે ઓળખીએ છીએ તેનું નામ રાજિનીકાન્ત (Rajinikant) છે. પણ મોટાભાગના દર્શકો એનો ખોટો ઉચ્ચાર રજનીકાન્ત તરીકે કરે છે. અને રાજિનીકાન્ત પણ એનું ફિલ્મ અભિનેતા તરીકેનું નામ છે.…
વધુ વાંચો >રાવલ, પરેશ
રાવલ, પરેશ (જ. 30 મે 1955, મુંબઈ) : વિલન અને હાસ્ય એમ બેવડી અદાકારી માટે જાણીતા અભિનેતા. હિન્દી ફિલ્મોક્ષેત્રે ગુજરાતી અદાકારોનો હંમેશાં પ્રભાવ રહ્યો છે. પરેશ રાવલ પણ એમાંના એક એવા અભિનેતા છે જેનો પ્રભાવ અનેરો છે. પરેશ રાવલનો જન્મ મુંબઈમાં થયેલો અને એમણે પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં લીધું તથા મુંબઈની…
વધુ વાંચો >રોશન, રીતિક રાકેશ
રોશન, રીતિક રાકેશ (જ. 10 જાન્યુઆરી 1974, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. રીતિક રોશનના નામનો અંગ્રેજી સ્પેલિંગ (Hrithik) કરવામાં આવે છે. ફિલ્મજગત સાથે સંકળાયેલા એવા પરંપરાગત કુટુંબમાં રીતિક રોશનનો જન્મ થયો. રીતિકના પિતા રાકેશ રોશન પોતે એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે અને સંગીતકાર રોશનલાલ નાગર્થના પુત્ર છે. તો માતા પિંકી,…
વધુ વાંચો >વાડિયા, હોમી
વાડિયા, હોમી (જ. 22 મે 1911, સૂરત; અ. 10 ડિસેમ્બર 2004, મુંબઈ) : ભારતીય સિનેમાના આગવી હરોળના નિર્માતા – દિગ્દર્શક. હોમી વાડિયાએ શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી કૉલેજનું શિક્ષણ લીધું પણ તેમણે નક્કી કર્યું હતું કે તેઓ ફિલ્મ સાથે જોડાશે, પરિણામે એમણે એમના ભાઈ જેબીએચ વાડીયાની સાથે મળીને 1933માં ફિલ્મનિર્માણ…
વધુ વાંચો >વ્યાસ, શરદ
વ્યાસ, શરદ (જ. 14 જાન્યુઆરી 1929, ભંડારિયા (વિરપુર)) : ગુજરાતમાં ફોટોગ્રાફીના પ્રારંભના કેટલાક ફોટોગ્રાફરોમાંના એક. શરદ વ્યાસે અગિયાર વર્ષની ઉંમરે ફોટોગ્રાફીનો આરંભ કરેલો. શાળાકીય શિક્ષણ એમણે ખાસ નહોતું મેળવ્યું પણ ફોટોગ્રાફીનો અભ્યાસ એમણે સ્વયં ફોટોગ્રાફીનાં અંગ્રેજી પુસ્તકો અને સામયિકો વાંચીને કર્યો તથા સ્થાનિક ફોટોગ્રાફર મિત્રોના ડાર્કરૂમમાં રોલ ડેવલપિંગ અને પ્રિન્ટિંગનું…
વધુ વાંચો >શાહ, મનોજ શાકરચંદ
શાહ, મનોજ શાકરચંદ (જ. 5 ફેબ્રુઆરી 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક, અભિનેતા અને પ્રોડ્યૂસર. મનોજ શાહનું નવ ધોરણ સુધીનું શાળાકીય શિક્ષણ મુંબઈ અને અમદાવાદમાં થયું. એમણે એમની કારકિર્દીની શરૂઆત એક નૃત્યદિગ્દર્શક તરીકે કરી હતી. પણ એ સમયે મહેન્દ્ર જોશીના એક નાટકથી પ્રભાવિત થઈને નાટ્યદિગ્દર્શક થવાનું નક્કી કર્યું. નાટ્યજગતના અન્ય…
વધુ વાંચો >શાહ રૂખ મીર તાજમોહમદ ખાન
શાહ રૂખ મીર તાજમોહમદ ખાન (જ. 2 નવેમ્બર 1965, દિલ્હી) : ફિલ્મ અભિનેતા. એસ.આર.કે. તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પિતા મીર તાજમોહમદ પેશાવરના એક સ્વાતંત્ર્યસેનાની હતા. અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સંકળાયેલી તથા ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાનની સંસ્થા ‘ખુદાઈ ખીતમગાર’ના સક્રિય સભ્ય હતા. એમણે આઝાદીના આંદોલનમાં પણ…
વધુ વાંચો >શાહ, વિપુલ અમૃતલાલ
શાહ, વિપુલ અમૃતલાલ (જ. 8 જૂન 1967, ડાકોર) : હિન્દી ફિલ્મો અને ધારાવાહિક શ્રેણીના એક મહત્ત્વના નિર્માતા-દિગ્દર્શક. એમણે મુંબઈની કે. સી. કૉલેજમાં અભ્યાસ કરેલો છે. ફિલ્મસર્જનમાં આવ્યા પહેલાં તેઓ ગુજરાતી નાટકો સાથે સંકળાયેલા હતા. એમની પહેલી ફિલ્મ ‘દરિયા છોરુ’ (1999) ગુજરાતીમાં સર્જાયેલી. આ પછીની બધી ફિલ્મોનું સર્જન એમણે હિન્દીમાં કરેલું…
વધુ વાંચો >