અભિજિત વ્યાસ

ભવનાણી રણવીરસિંહ

ભવનાણી રણવીરસિંહ (જ. 6 જુલાઈ 1985, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. એક સિંધી હિંદુ કુટુંબમાં રણવીર સિંહના દાદા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કરાંચીથી નિર્વાસિત તરીકે આવેલા. અભિનેત્રી સોનમ કપૂર રણવીર સિંહના માતૃ પક્ષે પિતરાઈ થાય. રણવીરસિંહનો અભ્યાસ મુંબઈની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં થયો. ત્યાર બાદ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

મોહમદ આમીર હુસેનખાન

મોહમદ આમીર હુસેનખાન (જ. 14 માર્ચ 1965, મુંબઈ) : ફિલ્મનિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા. પ્રસિદ્ધ અભિનેતા આમીરખાનનું મૂળ નામ મોહમદ આમીર હુસેનખાન છે. તેનો જન્મ જાણીતા ફિલ્મનિર્માતા તાહીર હુસેનને ત્યાં થયો. માતા ઝીન્નત હુસેન, ફિલ્મનિર્માતા નાઝીર હુસેનના ભાઈની પુત્રી છે. બંને પક્ષે કુટુંબના સભ્યો ફિલ્મજગત સાથે સંકળાયેલા છે. આમીરખાનનાં દાદી મૌલાના…

વધુ વાંચો >

રજનીકાન્ત

રજનીકાન્ત (જ. 12 ડિસેમ્બર 1950, બૅંગાલુરુ) : એક ફિલ્મ અભિનેતા. તે દક્ષિણના બધા પ્રાંતમાં એક અભિનેતા તરીકે પ્રસિદ્ધ છે. ‘રજનીકાન્ત’ તરીકે જે અભિનેતાને આપણે ઓળખીએ છીએ તેનું નામ રાજિનીકાન્ત (Rajinikant) છે. પણ મોટાભાગના દર્શકો એનો ખોટો ઉચ્ચાર રજનીકાન્ત તરીકે કરે છે. અને રાજિનીકાન્ત પણ એનું ફિલ્મ અભિનેતા તરીકેનું નામ છે.…

વધુ વાંચો >

રોશન, રીતિક રાકેશ

રોશન, રીતિક રાકેશ (જ. 10 જાન્યુઆરી 1974, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. રીતિક રોશનના નામનો અંગ્રેજી સ્પેલિંગ (Hrithik) કરવામાં આવે છે. ફિલ્મજગત સાથે સંકળાયેલા એવા પરંપરાગત કુટુંબમાં રીતિક રોશનનો જન્મ થયો. રીતિકના પિતા રાકેશ રોશન પોતે એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે અને સંગીતકાર રોશનલાલ નાગર્થના પુત્ર છે. તો માતા પિંકી,…

વધુ વાંચો >

શાહ રૂખ મીર તાજમોહમદ ખાન 

શાહ રૂખ મીર તાજમોહમદ ખાન  (જ. 2 નવેમ્બર 1965, દિલ્હી) : ફિલ્મ અભિનેતા. એસ.આર.કે. તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પિતા મીર તાજમોહમદ પેશાવરના એક સ્વાતંત્ર્યસેનાની હતા. અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સંકળાયેલી તથા ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાનની સંસ્થા ‘ખુદાઈ ખીતમગાર’ના સક્રિય સભ્ય હતા. એમણે આઝાદીના આંદોલનમાં પણ…

વધુ વાંચો >