અનિલ રાવલ

ચંદરયા, મણિલાલ પ્રેમચંદ

ચંદરયા, મણિલાલ પ્રેમચંદ (જ. 1 માર્ચ, 1929 જ. નૈરોબી-) : ભારતીય મૂળના કેન્યાના ઉદ્યોગપતિ અને આફ્રિકન વ્યાપાર જગતના રાજા. તેમના પિતા સૌરાષ્ટ્રના વતની હતા, પરંતુ વેપાર માટે નૈરોબી ગયા. ત્યાં પ્રોવિઝન્સની દુકાન કરી પછી કેન્યા ગયા. તેમણે નાગરામાં પ્રોવિઝન્સ સ્ટોરની સ્થાપના કરી પછી મોમ્બાસામાં તેનો વિસ્તાર કર્યો. મણિલાલે નૈરોબી અને…

વધુ વાંચો >

છત્રપતિ ડૉ. દ્રુપદ નૌતમલાલ

છત્રપતિ, ડૉ. દ્રુપદ નૌતમલાલ (જ. 10 ઑગસ્ટ 1933, ભરૂચ) : ઍનૅટૉમીના પ્રાધ્યાપક અને મેડિકલ ક્ષેત્રના કુશળ વહીવટકર્તા. પિતા નૌતમરાય અને માતા કપિલાબહેન. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ. તેમના વડદાદા ભગવાનલાલ ઇતિહાસકાર હતા. એમણે ઇન્ડિયન પીનલકોડનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું અને સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખેલો. પિતા નૌતમરાય ઈડર પાસેના વિજયનગરના દીવાન. દ્રુપદભાઈએ ઈ. સ. 1959માં એમ.બી.બી.એસ.…

વધુ વાંચો >

જી-20 (ગ્રૂપ ઑફ ટ્વેન્ટી)

જી-20 (ગ્રૂપ ઑફ ટ્વેન્ટી) : આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનો મંચ. ઈ. સ. 1999માં એશિયન નાણાકીય કટોકટી પછી વિકસિત અને વિકાસશીલ દેશોના અર્થતંત્રોની મદદથી વૈશ્વિક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવા નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બૅંકના ગવર્નરોના એક મંચ તરીકે G-20ની સ્થાપના કરવામાં આવી. 2009ની વૈશ્વિક આર્થિક કટોકટી પછી તેનું નામ…

વધુ વાંચો >

જોશી, મુરલી મનોહર

જોશી, મુરલી મનોહર (ડો.) (જ. 5 જાન્યુઆરી 1934, દિલ્હી) : વિદ્વાન પ્રાધ્યાપક અને સ્વચ્છ છબી ધરાવતા રાજકારણી. એમનું પ્રારંભિક શિક્ષણ બિજનૌર જિલ્લાના ચાંદપુરની હિન્દી હાઈસ્કૂલ અને અલમોડામાં થયું હતું. તેમણે મેરઠ કૉલેજમાંથી બી.એસસી. અને અલાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાં પ્રોફેસર રાજેન્દ્રસિંહ પાસે અભ્યાસ કર્યો હતો.…

વધુ વાંચો >

જ્યોફ્રી એવરેસ્ટ હિન્ટન

જ્યોફ્રી એવરેસ્ટ હિન્ટન (જ.6 ડિસેમ્બર 1947, વિમ્બલ્ડન, ઇંગ્લૅન્ડ) : “ડીપ લર્નિંગના ગોડફાધર”, બ્રિટિશ-કેનેડિયન જ્ઞાનાત્મક મનોવિજ્ઞાની અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક. હિન્ટનનું શિક્ષણ કેમ્બ્રિજની કિંગ્સ કૉલેજમાં થયું હતું. પ્રાકૃતિક વિજ્ઞાન, કલાનો ઇતિહાસ અને ફિલસૂફી જેવા વિવિધ વિષયો બદલ્યા પછી આખરે તેમણે યુનિવર્સિટી ઑફ એડનબર્ગમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે એડનબર્ગ યુનિવર્સિટીમાં તેમનો…

વધુ વાંચો >

ટુડુ, જમુના

ટુડુ, જમુના (જ. 19 ડિસેમ્બર 1980 રાયરંગપુર, મયુરભંજ, ઓડિશા) : લેડી ટારઝન તરીકે જાણીતા પર્યાવરણીય કાર્યકર્તા. પિતા બગરાઈ મુર્મુ અને માતા બોબીશ્રી મુર્મુ. જીવનસાથી માનસિંહ ટુડુ. 1998માં લગ્ન પછી જમુનાએ એક દિવસ જોયું કે ગામ પાસેના જંગલમાં જંગલ માફિયાઓ આડેધડ વૃક્ષો કાપી રહ્યા હતા. જંગલની હાલત જોઈને જમુનાએ વૃક્ષોને બચાવવાનું નક્કી…

વધુ વાંચો >

ઠાકોર, મધુકર કૃષ્ણલાલ

ઠાકોર, મધુકર કૃષ્ણલાલ (જ. 30 સપ્ટેમ્બર 1921, અમદાવાદ; અ. 30 ઑક્ટોબર 2002, અમદાવાદ) : ગુજરાતની અનેક અદ્યતન ઇમારતોના મૌલિક દૃષ્ટિ ધરાવતા આર્કિટેક. તેમના પિતા કૃષ્ણલાલે થાણાના ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, કચ્છની હાઇકોર્ટ અને જામનગરની કોર્ટના જજ તરીકે સેવા આપી હતી. તેઓ ખંભાતના દીવાન હતા. તેમણે શિરોહીના મુખ્યમંત્રી તરીકે સેવા આપી…

વધુ વાંચો >

દેસાઈ, કુમારપાળ

દેસાઈ, કુમારપાળ (જ. 30 ઑગસ્ટ 1942, રાણપુર) : ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા. વતન સાયલા, જિ. સુરેન્દ્રનગર. પિતા સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ બાલાભાઈ દેસાઈ અને માતા જયાબહેન. ઘરમાં જ પિતાનું અંગત પુસ્તકાલય હાથવગું હોવાથી બાળપણથી સાહિત્યરુચિ જન્મી અને વિકસી. પિતા પાસેથી ધર્મ પ્રત્યેની અભિરુચિનો વારસો પણ એમને મળેલો છે. અમદાવાદની…

વધુ વાંચો >

દેસાઈ, પદ્મા

દેસાઈ, પદ્મા (જ. 12 ઑક્ટોબર 1931 સુરત,  અ. 29 એપ્રિલ  2023 ન્યૂયોર્ક, યુએસએ) : સોવિયેત રશિયાના વિદ્વાન અભ્યાસુ અને ભારતીય-અમેરિકન વિકાસ અર્થશાસ્ત્રી. તેમનો જન્મ એક ગુજરાતી અનાવિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતાનું નામ શાંતા અને પિતાનું નામ કાલિદાસ. તેમણે 1951માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં બી.એ. કર્યું. 1953માં એ જ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય

દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય (જ. 6 નવેમ્બર 1890, સાણંદ; અ. 18 મે 1948, અમદાવાદ) : ગુજરાતની સૌપ્રથમ સહકારી ગૃહમંડળીના સ્થાપક અને પિતા. તેઓ ગાંધીવાદી નેતા અને પ્રખ્યાત સેવાભાવી ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈના લઘુબંધુ હતા. તેમનું કુટુંબ ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં ભાડે રહેતું હતું. પ્રીતમરાય ઈ. સ. 1908માં મૅટ્રિક થયા. એ જ…

વધુ વાંચો >