અક્કવુર નારાયણન્
કૃષ્ણ વારિયર એન. વી.
કૃષ્ણ વારિયર, એન. વી. (જ. 13 મે 1916, ત્રિચૂર, કેરળ; અ. 12 ઑક્ટોબર 1989, કોઝીકોડે, કેરલ) : મલયાળમ કવિ, ચિંતક, વિવેચક અને પત્રકાર. તૃપૂણીતુરાની સંસ્કૃત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ સંસ્કૃતના શિક્ષક બાદ 12 વર્ષ સુધી કૉલેજમાં અધ્યાપક રહ્યા. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં ઝંપલાવ્યું અને ‘સ્વતંત્ર ભારતમ્’ નામનું અખબાર અને સંખ્યાબંધ પત્રિકાઓ…
વધુ વાંચો >કેરળ સાહિત્યચરિત્રમ્
કેરળ સાહિત્યચરિત્રમ્ (1953-57) : કેરળના સાહિત્યના ઇતિહાસની બૃહદ્ ગ્રંથશ્રેણી. 7 ગ્રંથોની આ શ્રેણી કેરળના વિદ્વાન કવિ ઉલ્લુરના 40 વર્ષના અભ્યાસ તથા સંશોધનના નિચોડરૂપ છે. પ્રથમ ગ્રંથ 1953માં અને છેલ્લો સાતમો ગ્રંથ 1957માં પ્રગટ થયો હતો. તેમણે કેરળમાં મલયાળમ તથા સંસ્કૃત એ બંને ભાષામાં લખાયેલી નાનીમોટી તમામ કૃતિઓનાં વિગતવર્ણન ઉપરાંત વિવેચનલક્ષી…
વધુ વાંચો >કેરળસ્વરન્
કેરળસ્વરન્ : ટી. રમણ નમ્બીસાન(1888-1983)કૃત મલયાળમ ઐતિહાસિક નવલકથા. વેત્તાતના રાજા વિશે લખાયેલી આ એકમાત્ર નવલકથામાં રાજા અને કાલિકટના ઝામોરીન-સામૂતિરિ વચ્ચેના સંબંધોના પ્રવાહો અને પ્રતિપ્રવાહોનું નિરૂપણ છે. તેમાં ઐતિહાસિક હકીકતોનું નિરૂપણ છે પણ તેની સાહિત્યિક ગુણવત્તાને કારણે તે મલયાળમની એક ઉત્તમ બલકે શ્રેષ્ઠ ઐતિહાસિક નવલકથા બની છે. મલયાળમના અન્ય કોઈ નવલકથાકારે…
વધુ વાંચો >કેશવદેવ પી.
કેશવદેવ, પી. (જ. 20 જુલાઈ 1904, પેરુર, ક્વિલોન પાસે કેરળ; અ. 1 જુલાઈ 1983, તિરુવનંતપુરમ્) : આધુનિક મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને રાજકીય સક્રિય કાર્યકર. તેઓ આર્યસમાજી બન્યા ત્યારે તેમણે પોતાનું નામ ‘કેશવ પિલ્લાઈ’ને બદલે ‘કેશવ દેવ’ રાખ્યું. વર્ષો સુધી તેઓ કેરળના સમાજવાદી પક્ષ સાથે સંકળાયેલા રહ્યા. તેમને તેમની નવલકથા…
વધુ વાંચો >