અંગ્રેજી સાહિત્ય

સાહુ સહદેવ

સાહુ, સહદેવ (જ. 9 એપ્રિલ 1941, રેકાબી બજાર, જજપુર, ઓરિસા) : ઊડિયા અને ભારતીય અંગ્રેજી લેખક. તેમણે 1963માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી. 1964માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. 1963-64માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રાધ્યાપક; માઇમા(MIMA)ના વ્યાવસાયિક સભ્ય; 1964માં વિશ્વભારતીમાં રાજ્યવહીવટના પ્રાધ્યાપક; અંગ્રેજી અઠવાડિક ‘સ્ટૅમ્પ્સ ઍન્ડ સ્ટૅમ્પ્સ’ના સંપાદક તથા…

વધુ વાંચો >

સાળવી દિલિપ એમ.

સાળવી, દિલિપ એમ. (જ. 19 જુલાઈ 1952, રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : ભારતીય અંગ્રેજીના વિજ્ઞાનકથા-લેખક. તેઓ એમ.એસસી.ની પદવી મેળવ્યા બાદ વિજ્ઞાનના પત્રકારત્વ અને લેખનકાર્યમાં જોડાયા. તેઓ ‘સાયન્સ રિપોર્ટર’ના સંપાદક અને ‘લિમ્કા બુક ઑવ્ રેકર્ડ્ઝ’માં સલાહકાર રહ્યા. તેમણે અંગ્રેજીમાં 28 ઉલ્લેખનીય ગ્રંથો આપ્યા છે. ‘અ પેસેજ ટુ ઍન્ટાર્ટિકા’ (1986); ‘રૉબોટ્સ આર કમિંગ’ (1989);…

વધુ વાંચો >

સાંઈનાથ પાલાગુમ્મી

સાંઈનાથ, પાલાગુમ્મી (જ. 1957, આંધ્રપ્રદેશ) : પત્રકારત્વ, સાહિત્ય અને સર્જનાત્મક પ્રત્યાયન માટે 2007ના વર્ષનો રેમન મૅગ્સેસે પુરસ્કાર મેળવનાર પત્રકાર. એશિયા ખંડના નોબેલ પુરસ્કારની બરોબરીનો આ પુરસ્કાર 50,000 ડૉલરનું મૂલ્ય ધરાવે છે; જે સપ્ટેમ્બર, 2007માં તેમને એનાયત થયો. પાલાગુમ્મી સાંઈનાથ તેમણે ચેન્નાઈની લૉયોલા કૉલેજમાં અભ્યાસ દરમિયાન સામાજિક સમસ્યાઓને રાજકીય અભિગમથી તપાસવાની…

વધુ વાંચો >

સાંકૃત્યાયન કમલા

સાંકૃત્યાયન, કમલા (જ. 15 ઑગસ્ટ 1930; કલિમ્પોંગ, જિ. દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી અને હિંદી લેખિકા. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પ્રયાગમાંથી ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી. તેઓ દાર્જિલિંગમાં લોરેટો કૉલેજના હિંદી વિભાગનાં રીડર રહ્યાં; નવી દિલ્હીમાં લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય કમિશનનાં સભ્ય હતાં. તેમની માતૃભાષા નેપાળી હોવા…

વધુ વાંચો >

સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર

સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર : નોબેલ પારિતોષિક સન્માનિત પિરાન્દેલોની સર્વોત્તમ યશસ્વી નાટ્યકૃતિ. પિરાન્દેલો તેના ‘વાસ્તવ’, ‘વ્યક્તિત્વ’ અને તદ્વિષયક સત્ય વિશેના વિશિષ્ટ દૃષ્ટિબિન્દુને આ નાટ્યકૃતિમાં ખૂબ અસરકારક રીતે, વિલક્ષણ નાટ્યપ્રયોગ રૂપે વ્યક્ત કરે છે. આ કૃતિ નાટકનું નાટક કહેવાય; કારણ કે તેમાં સીધેસીધું નાટક નહિ, પણ નાટકની નિર્માણપ્રક્રિયા…

વધુ વાંચો >

સિટવેલ ડેઇમ એડિથ

સિટવેલ, ડેઇમ એડિથ (જ. 7 સપ્ટેમ્બર 1887, સ્કારબરૉ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 9 ડિસેમ્બર 1964, લંડન) : અંગ્રેજ કવયિત્રી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તીવ્ર સંવેદના અને માનવસંબંધોનાં ઊંડાણો વિશેની સમજ ધરાવનાર કવયિત્રી તરીકે તેમનું નામ જાણીતું થયું. ડેઇમ એડિથ સિટવેલ  તેમનું વ્યક્તિત્વ સમજવું અત્યંત અઘરું છે. તેમનો પહેરવેશ એલિઝાબેથના યુગનો હતો. તેમના…

વધુ વાંચો >

સિંજ જૉન મિલિંગ્ટન

સિંજ, જૉન મિલિંગ્ટન (જ. 16 એપ્રિલ 1871, ડબ્લિન પાસે, આયર્લૅન્ડ; અ. 24 માર્ચ 1909, ડબ્લિન) : આઇરિશ નાટ્યકાર અને કવિ. ઍરન ટાપુઓ અને આયર્લૅન્ડના પશ્ચિમના દરિયાકિનારે વસતા માછીમારો અને ખેડૂતોના રોજબરોજના જીવનનું તાદૃશ ચિત્રણ આપનારા પ્રથમ પંક્તિના નાટ્યકાર. પિતા વકીલ હતા. શિક્ષણ ટ્રિનિટી કૉલેજ, ડબ્લિનમાં. એમનો ઇરાદો સંગીતકાર બનવાનો હતો.…

વધુ વાંચો >

સીદી સઈદ

સીદી સઈદ (જ. ? હબ્શા, એબિસિનિયા, આફ્રિકા; અ. 24 ડિસેમ્બર 1576) : ગુજરાતની મુઝફ્ફરી સલ્તનતના અંતકાળનો વિદ્યાઉપાસક અમીર. જેમણે સુલતાન મહમૂદશાહ ત્રીજા (1536-1553) અને સુલતાન અહમદશાહ બીજા(1560-1573)નો સમય જોયો હતો. તેમણે અમદાવાદમાં પ્રખ્યાત જાળીવાળી મસ્જિદ બંધાવી હતી. સીદી સઈદ હબ્શાથી યમન આવીને તુર્કોની ફોજમાં જોડાયા હતા અને મુસ્તફાખાન રૂમી નામના…

વધુ વાંચો >

સેઠ વિક્રમ

સેઠ, વિક્રમ (જ. 20 જૂન 1952, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતીય અંગ્રેજી લેખક તથા નવલકથાકાર. તેમણે કૉર્પસ ખ્રિસ્તી કૉલેજ, ઑક્સફર્ડ ઍન્ડ સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટી, કૅલિફૉર્નિયા તથા નાનજંગ યુનિવર્સિટી, ચીનમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1985-86 દરમિયાન સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટી પ્રેસના સિનિયર સંપાદક રહ્યા તથા લેખનકાર્ય કર્યું. તેમણે અંગ્રેજીમાં 10 ગ્રંથો આપ્યા છે. ‘મૅપિંગ્સ’…

વધુ વાંચો >

સૅડિસ જ્યૉર્જ

સૅડિસ, જ્યૉર્જ (જ. 2 માર્ચ 1578, યૉર્ક, ઇંગ્લૅન્ડ; અ. ? માર્ચ 1664, બૉક્સ્લી, ઍબી, કૅન્ટ) : અંગ્રેજ પ્રવાસી, કવિ અને વસાહતી (colonist). ‘હિરોઇક કપ્લેટ’ નામના છંદમાં વૈવિધ્ય દાખવનાર પ્રયોગશીલ કવિ. ‘રિલેશન ઑવ્ અ જર્ની’(1615)માં મધ્યપૂર્વના દેશોના પ્રવાસની નોંધ છે. સત્તરમી સદીમાં આ પુસ્તકની નવ આવૃત્તિઓ થઈ હતી. 1621-1625ના સમય દરમિયાન…

વધુ વાંચો >