અંગ્રેજી સાહિત્ય

શૉ જ્યૉર્જ બર્નાર્ડ

શૉ જ્યૉર્જ બર્નાર્ડ (જ. 26 જુલાઈ 1856, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 2 નવેમ્બર 1950, હર્ટફૉર્ડશાયર) : આયરિશ નાટ્યલેખક, વિવેચક, સમાજવાદી વિચારસરણીના પ્રવક્તા અને 20મી સદીના અગ્રણી વિચારક. 1925માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા, પણ તેમણે ઇનામની રોકડ રકમનો અસ્વીકાર કરેલો. જ્યૉર્જ બર્નાર્ડ શૉને મુક્ત ચિંતક, મહિલા-અધિકારોના પુરસ્કર્તા અને સમાજમાં આર્થિક સમાનતાના…

વધુ વાંચો >

શ્રીનિવાસ આયંગર, કે. આર.

શ્રીનિવાસ આયંગર, કે. આર. (જ. 17 એપ્રિલ 1908, સત્તુર, જિ. કામરાજ્ય, તામિલનાડુ) : અંગ્રેજીમાં લખતા ભારતના નામાંકિત લેખક, કવિ અને વિવેચક. તેમની કૃતિ ‘ઑન ધ મધર’ નામની જીવનકથાને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અંગ્રેજી ભાષામાં એમ.એ. અને ડી.લિટ્.ની ડિગ્રી મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેળવી. તેમણે શ્રીલંકા, બેલગામ, બાગલકોટ…

વધુ વાંચો >

ષન્મુગસુંદરમ્, મોહન

ષન્મુગસુંદરમ્, મોહન (જ. 11 ફેબ્રુઆરી 1930, ઉડુમલ્પેટ, જિ. કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ અને ભારતીય અંગ્રેજી લેખક. તેમણે એમ.એ., એમ.એલ. અને ડી. લિટ.ની પદવીઓ મેળવી. ત્યારબાદ ન્યાયતંત્રમાં જોડાયા. 197588 દરમિયાન મદ્રાસ હાઇકોર્ટ જજ; 1988માં મદ્રાસ હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય-ન્યાયમૂર્તિ; 1989માં મુખ્ય ન્યાયમૂર્તિ; કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ; છેલ્લે સુપ્રીમ કોર્ટ ઑવ્ ઇન્ડિયાના ન્યાયમૂર્તિ…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સલમાન રશદી

સલમાન રશદી (જ. 19 જૂન 1946, મુંબઈ) : ભારતીય મૂળના અંગ્રેજી સાહિત્યકાર તથા પ્રચલિત ધાર્મિક અને સામાજિક માન્યતાઓનું જાહેર ખંડન કરવાની સ્વતંત્રતાના કટ્ટર હિમાયતી. આખું નામ સલમાન અહમદ રશદી. બાળપણ મુંબઈમાં વિતાવ્યું. ઇંગ્લૅન્ડના વૉરવીકશાયર પરગણાની ખાનગી રગ્બી પ્રિપૅરેટરી સ્કૂલમાં શિક્ષણ લીધા બાદ ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટીની જાણીતી કિંગ્ઝ કૉલેજમાં સાહિત્યના વિષય…

વધુ વાંચો >

સહગલ, નયનતારા

સહગલ, નયનતારા (જ. 10 મે 1927, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : અંગ્રેજીમાં લખતાં ભારતીય લેખિકા. નામાંકિત સંસ્કૃત વિદ્વાન અને વકીલ આર. એસ. પંડિત તથા વિજયાલક્ષ્મી પંડિતની ત્રણ પુત્રીઓ પૈકીનાં વચેટ પુત્રી. તેમનું મોટાભાગનું શૈશવ અલ્લાહાબાદ ખાતેના નહેરુ પરિવારના પૈતૃક મકાન આનંદભવનમાં વીત્યું. પુણેમાં શાળાકીય શિક્ષણ લીધા પછી, મસૂરી નજીકની અમેરિકન મિશનરી શાળા…

વધુ વાંચો >

સાન્તાયન જ્યૉર્જ

સાન્તાયન, જ્યૉર્જ (Santayana) (જ. 16 ડિસેમ્બર 1863, મૅડ્રિડ, સ્પેન; અ. 26 સપ્ટેમ્બર 1952, રૉમ, ઇટાલી) : અમેરિકાના તત્વચિન્તક, કવિ, નવલકથાકાર, સાહિત્યકલાવિવેચક. મૂળ નામ જૉર્જ રુઇઝ દ સાન્તાયન ય બોરેસ. જ્યૉર્જ સાન્તાયન સાન્તાયન જન્મથી આઠ વર્ષ સુધી સ્પેનમાં રહ્યા. પછીનાં ચાલીસ વર્ષ બૉસ્ટન, અમેરિકામાં રહ્યા અને છેલ્લાં ચાલીસ વર્ષ તેમણે યુરોપના…

વધુ વાંચો >

સાયગલ ઓમેશ

સાયગલ, ઓમેશ (જ. 29 માર્ચ 1941, સિમલા, હિમાલય પ્રદેશ) : હિંદી અને ભારતીય અંગ્રેજી લેખક. તેઓ બી.ટેક. (મિકૅનિકલ ઇજનેરી, આઇઆઇટીમાં ઑનર્સ) થયેલા. 1973માં રાજ્યસેવામાં માન્ચેસ્ટર યુનિવર્સિટીની પદવી મેળવી. પછી તેઓ ભારતીય વહીવટી સેવામાં જોડાયા; નૅશનલ કૅપિટલ ટેરિટરી, નવી દિલ્હીમાં ચીફ સેક્રેટરી રહ્યા; 1969-71 દરમિયાન જિલ્લા-મૅજિસ્ટ્રેટ, ત્રિપુરા; 1971-72માં ત્રિપુરા સરકારના સચિવ;…

વધુ વાંચો >

સારોયાન વિલિયમ

સારોયાન વિલિયમ (જ. 31 ઑગસ્ટ 1908, ફ્રૅસ્નો, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 18 મે 1981, ફ્રૅસ્નો) : ટૂંકી વાર્તાકાર, નાટ્યકાર અને નવલકથાકાર. પિતા આર્મેનિયામાંથી અમેરિકા સ્થળાંતર કરીને આવેલ. 15 વર્ષની વયે શાળા છોડી દેવી પડેલી. જાતે જ લખી-વાંચી શિક્ષણ મેળવ્યું. ‘ધ ડેરિંગ યંગ મૅન ઑન ધ ફ્લાઇંગ ટ્રેપીઝ’ (1934) એ દીર્ઘ વાર્તાઓનો…

વધુ વાંચો >

સાવિત્રી

સાવિત્રી : આધુનિક કાળના મહાન ભારતીય દાર્શનિક-યોગી-કવિ શ્રી અરવિન્દે (ઈ. સ. 1872-1950) બ્લૅન્ક વર્સમાં રચેલું અંગ્રેજી મહાકાવ્ય (epic). આ મહાકાવ્યનું ઉપશીર્ષક છે ‘a Legend and a Symbol’ (એક દંતકથા અને એક પ્રતીક). 23,813 પંક્તિઓમાં લખાયેલું આ મહાકાવ્ય અંગ્રેજી ભાષાનું સૌથી લાંબું મહાકાવ્ય છે. સાવિત્રી ત્રણ ખંડોમાં વહેંચાયેલું છે. દરેક ખંડ…

વધુ વાંચો >