અંગ્રેજી સાહિત્ય

રીડ, હર્બર્ટ એડ્વર્ડ (સર)

રીડ, હર્બર્ટ એડ્વર્ડ (સર) (જ. 4 ડિસેમ્બર 1893, કિર્બામોર્સાઇડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 12 જૂન 1968, માલ્ટન, યૉર્કશાયર) : અંગ્રેજ કવિ, કલા અને સાહિત્યના વિવેચક. શિક્ષણ લીડ્ઝ યુનિવર્સિટીમાં. બૅંકમાં બે વર્ષ કામગીરી કર્યા બાદ પ્રથમ વિશ્વયુદ્ધમાં ત્રણ વર્ષ પાયદળ અધિકારી તરીકે સેવા આપી. યુદ્ધ પૂરું થતાં અભ્યાસ પૂરો કર્યો. 1922થી 1931…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ, અન્ના એલિનૉર

રૂઝવેલ્ટ, અન્ના એલિનૉર (જ. 11 ઑક્ટોબર 1884, ન્યૂયૉર્ક શહેર; અ. 7 નવેમ્બર 1962) : અમેરિકાનાં માનવતાવાદી નેત્રી, રાજકારણી અને લેખિકા. માતાપિતાના અકાળ અવસાનને કારણે તેમનો ઉછેર માતામહીએ કર્યો. પ્રારંભે અમેરિકામાં અને પછીથી યુરોપમાં શિક્ષણ મેળવ્યું. 1905માં તેમણે પોતાના દૂરના પિતરાઈ ફ્રૅન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ સાથે લગ્ન કર્યાં. પ્રારંભે શરમાળ વ્યક્તિત્વ ધરાવતાં…

વધુ વાંચો >

રૅન્સમ, જૉન ક્રો

રૅન્સમ, જૉન ક્રો (જ.  પુલસ્કી, ટૅનેસી, અમેરિકા; અ. 1974) : વિવેચક અને કવિ. તેમણે પ્રથમ નેશવિલની વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં અને પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1910–1913) ર્હોડ્ઝ સ્કૉલર તરીકે શિક્ષણ લીધું. વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં 1914થી 1937 સુધી અધ્યાપન કર્યું અને પછી ઓહાયોની કેન્યન કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા (1937થી 1959). ત્યાંથી નિવૃત્ત થયા પછી…

વધુ વાંચો >

રૅબ, ડૅવિડ (વિલિયમ)

રૅબ, ડૅવિડ (વિલિયમ) (જ. 10 માર્ચ 1940, ડુબુક, આયોવા) : અમેરિકન નાટ્યકાર. ડુબુકની લૉરસ કૉલેજમાંથી 1962માં અંગ્રેજીમાં બી.એ.; વિલનૉવા યુનિવર્સિટી, પેનસિલવૅનિયામાંથી 1968માં એમ.એ.; 1965–67 દરમિયાન યુ.એસ. લશ્કરી દળમાં સેવા આપી. 1969–70 સુધી કનેક્ટિકટના ‘ન્યૂ હેવન રજિસ્ટર’માં ફીચર-લેખક તરીકે જોડાયા. વિલનૉવા યુનિવર્સિટીમાં 1970–72 સુધી મદદનીશ પ્રાધ્યાપક રહ્યા અને 1977થી પરામર્શક થયા.…

વધુ વાંચો >

રૅલે, વૉલ્ટર ઍલેક્ઝાન્ડર (સર)

રૅલે, વૉલ્ટર ઍલેક્ઝાન્ડર (સર) (જ. 5 સપ્ટેમ્બર 1861, લંડન; અ. 13 મે 1922, ઑક્સફર્ડ) : અંગ્રેજીના પ્રાધ્યાપક અને વિવેચક. સ્કૉટલૅન્ડના આ વિદ્વાન પોતાના સમયમાં ઑક્સફર્ડમાં ખૂબ જાણીતા એવા અંગ્રેજી સાહિત્યના વિવેચક હતા. લિવરપૂલ યુનિવર્સિટીના આધુનિક સાહિત્યના આસનાધિકારી (chair of modern literature) તરીકે 1889થી 1900 સુધી રહ્યા. ગ્લાસગો યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર…

વધુ વાંચો >

રૉથ, ફિલિપ મિલ્ટન

રૉથ, ફિલિપ મિલ્ટન (જ. 19 માર્ચ 1933, નેવાર્ક, ન્યૂ જર્સી, યુ.એસ.) : અમેરિકન યહૂદીઓના રોજબરોજના જીવનની અત્યુક્તિભરી રજૂઆત કરતા હાસ્યજનક ચરિત્રચિત્રણના આધુનિક સાહિત્યકાર. તેમણે બકનેલ અને યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં શિક્ષણ લીધું હતું. શિકાગોમાં અંગ્રેજીના અધ્યાપક બન્યા પછી તેમણે સર્જનાત્મક લેખન વિશે આયોવા અને પ્રિન્સટન યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમની ટૂંકી વાર્તાઓના…

વધુ વાંચો >

રૉબિન્સન, એડ્વિન આર્લિંગ્ટન

રૉબિન્સન, એડ્વિન આર્લિંગ્ટન (જ. 22 ડિસેમ્બર 1869, હેડટાઇડ, મેઇન, યુ.એસ.; અ. 6 એપ્રિલ 1935, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન કવિ અને પત્રકાર. ગાર્ડિનર શહેરમાં ઉછેર. તેમની કવિતામાં દૃષ્ટિગોચર થતું ‘ટિલબેરી ટાઉન’ તે જ ગાર્ડિનર. શિક્ષણ હાર્વર્ડમાં (1891–93). ન્યૂયૉર્ક સિટીમાં નોકરી. ‘ધ ટૉરન્ટ ઍન્ડ ધ નાઇટ બિફોર’ (1896) તેમનો અંગત રીતે છપાયેલો…

વધુ વાંચો >

રૉય, દિલીપકુમાર

રૉય, દિલીપકુમાર (જ. 1897; અ. 6 જાન્યુઆરી 1980, મુંબઈ) : ભારતના પ્રબુદ્ધ મનીષી, તત્ત્વચિંતક, નાટ્યકાર, કવિ, ગાયક, નવલકથાકાર અને સાધક. તેમને બાલ્યકાળથી જ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારસમૃદ્ધ વાતાવરણ પ્રાપ્ત થયું હતું. તેમના પિતામહ કે. સી. રૉય એક સારા સંગીતશાસ્ત્રી હતા. તેમના પિતા દ્વિજેન્દ્રલાલ રૉય બંગસાહિત્યમાં શેક્સપિયરનું બિરુદ મેળવનાર તેજસ્વી નાટ્યકાર, કવિ…

વધુ વાંચો >

લ ફાનુ, (જોસેફ) શેરિડન

લ ફાનુ, (જોસેફ) શેરિડન (જ. 28 ઑગસ્ટ 1814, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 7 ફેબ્રુઆરી 1873, ડબ્લિન) : આઇરિશ સાહિત્યકાર. ભૂતપ્રેત અને રહસ્યથી ભરપૂર ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓના લેખક. ભૂતપલીતના નિવાસસ્થાનનું હૂબહૂ ચિત્રણ ઉપજાવવાની તેમની સર્જનકલા વાચકોને ભયભીત કરી મૂકે તેવી છે. તેમનું હ્યૂગ્નોટ કુટુંબ ડબ્લિનમાં ખૂબ જાણીતું હતું. નાટ્યકાર આર. બી.…

વધુ વાંચો >

લહા, ચિત્તરંજન (રસમય સેનાપતિ)

લહા, ચિત્તરંજન (રસમય સેનાપતિ) (જ. 10 જાન્યુઆરી 1940, પોટકા, પૂર્વ સિંગભૂમ, બિહાર) : બંગાળી વિવેચક. તેઓ પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી.ની પદવી મેળવ્યા પછી ડી.લિટ્. થયા. તેઓ રાંચી યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે. વળી એ જ યુનિવર્સિટીમાં તેમણે બંગાળીના પ્રાધ્યાપક અને વિભાગના વડા તરીકે પણ કામ કરેલું. ત્યારબાદ ભાગલપુર યુનિવર્સિટીમાં 1980–81…

વધુ વાંચો >