અંગ્રેજી સાહિત્ય

ઈવાલ, યોહૅનિસ

ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…

વધુ વાંચો >

ઈસપ

ઈસપ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગ્રીક પ્રાણીકથાઓ(fables)ના સંગ્રહનો જગવિખ્યાત સર્જક. ઈ. પૂર્વે પાંચમી સદીમાં હેરૉડોટ્સે તેને ઈ. પૂર્વે છઠ્ઠી સદીમાં જીવતો કહ્યો છે. ઈ. સ.ની પ્રથમ સદીના લેખક પ્લુટાર્કે તેને લીડિયાના રાજા ક્રોઈસસનો સલાહકાર ગણ્યો છે. તેનો જન્મ થ્રેસમાં થયો હતો. તે સેમોસ ટાપુમાં ગુલામ હતો અને તેના શેઠ…

વધુ વાંચો >

ઈસેનીન, સર્ગેઈ ઍલેકસાન્ડ્રોવિચ

ઈસેનીન, સર્ગેઈ ઍલેકસાન્ડ્રોવિચ (જ. 4 ઑક્ટોબર 1895, કોન્સ્ટનટિનૉવો, રયાઝાન પ્રાંત, રશિયા; અ. 24 ડિસેમ્બર 1925, લેનિનગ્રાદ) : સોવિયેત કવિ. 16 વર્ષની ઉંમરે ગામની શાળામાંથી અભ્યાસ પૂરો કર્યા પછી સ્વપ્રયત્ને અભ્યાસ ચાલુ રાખ્યો. 9 વર્ષની ઉંમરથી કાવ્યલેખન શરૂ કરેલું. 1912માં તે મૉસ્કો આવીને ભૂગર્ભ બૉલ્શેવિક આંદોલનના સંપર્કમાં આવ્યા. થોડો સમય છાપખાનામાં…

વધુ વાંચો >

ઈસ્કિલસ

ઈસ્કિલસ (જ. ઈ. પૂ. 525, ઍથેન્સ; અ. ઈ. પૂ. 456) : પ્રસિદ્ધ ગ્રીક નાટ્યકાર. જન્મ એથેન્સની નજીક આવેલ ઇલ્યુસિઝમાં. તેમણે સ્વયં પોતાના કબરલેખમાં પોતાનો ઉલ્લેખ યોદ્ધા તરીકે કર્યો છે. તેમના પિતાનું નામ યુફોરિયન. ઈસ્કિલસ કીર્તિવંત યોદ્ધા હતા અને તેમણે મૅરથનની યુદ્ધભૂમિ ઉપર તેમજ સલામિસની યુદ્ધભૂમિ ઉપર પર્શિયનો સામેનાં યુદ્ધોમાં અપાર…

વધુ વાંચો >

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં)

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં) : અજ્ઞાત લેખકના અપૂર્ણ ગ્રંથ ‘ઑન ધ સબ્લાઇમ’માં રજૂ થયેલો સાહિત્યમાં ઉદાત્તતાનો ખ્યાલ. તે પહેલી સદીમાં લખાયેલો પણ તેની હસ્તપ્રત ત્રીજી સદીમાં ઉપલબ્ધ થઈ. તેનું પ્રથમ અંગ્રેજી ભાષાંતર 1652માં જૉન હૉલે કર્યું હતું. ફ્રેન્ચ અનુવાદ 1674માં બુવાલોએ કર્યો હતો. ઉદાત્ત તત્વનો ખ્યાલ વિશાળતા, પ્રાકૃતિક ભવ્યતા અને ધાર્મિક…

વધુ વાંચો >

એ એઇટ ઍન્ડ અ હાફ (1963)

એ એઇટ ઍન્ડ અ હાફ (1963) : શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ તરીકે ઑસ્કાર એવૉર્ડ પ્રાપ્ત કરનાર ચિત્રપટ. મૂળ ઇટાલિયન ફિલ્મ ‘ઑટો ઇ મેઝો’(Otto E Mezzo)નું અંગ્રેજી સંસ્કરણ. નિર્માતા : એન્જેલો રીઝોલી; કથાલેખક અને દિગ્દર્શક : ફ્રેડરિકો ફેલિની; પટકથા : ફ્રેડરિકો ફેલિની, ઍન્તોનિયો ફ્લેઇનો, ટુલિયો પીનેલી તથા બ્રુનેલો રોન્દી; સંગીત : નીનો…

વધુ વાંચો >

એકરમન, જોહાન્ન પીટર

એકરમન, જોહાન્ન પીટર (જ. 21 સપ્ટેમ્બર 1792, વિન્સન, જર્મની; અ. 3 ડિસેમ્બર 1854, વેઇમાર, જર્મની) : જર્મન લેખક. મહાન કવિ ગટેના મિત્ર હતા અને 1823-1832 સુધી ગટેના મદદનીશ તરીકે સ્વૈચ્છિક સેવા આપેલી. તેમણે કવિતા વિશે લખેલ પુસ્તક ‘બૈત્રાજે ઝુર પોએસી’, (Beitrage Zar Poesie) (1825) ગટેને ખૂબ ગમ્યું હતું. તેમણે જેન…

વધુ વાંચો >

એકિલીઝ

એકિલીઝ : ગ્રીક કવિ હોમર(ઈ.પૂ. 800થી 700)ના મહાકાવ્ય ‘ઇલિયડ’નો મહાપરાક્રમી નાયક. તે મિરમિડોનના રાજા પેલિયસ અને સાગરપરી થેટિસનો પુત્ર હતો. તેને યુદ્ધશાસ્ત્ર અને વક્તૃત્વમાં તાલીમ આપનાર ફીનિક્સ હતો અને શિકાર, ઘોડેસવારી, સંગીત તથા વૈદકમાં કિરોન તેનો ગુરુ હતો. પિતા પેલિયસને દેવવાણી સંભળાયેલી કે તેનો પુત્ર યુદ્ધમાં મરાશે. માતા થેટિસે તેને…

વધુ વાંચો >

એકોક્તિ

એકોક્તિ (monologue) : સાહિત્યમાં  ખાસ કરીને નાટકમાં  પ્રેક્ષકગણ સમક્ષ કે વિના પ્રયોજાતી એક પાત્ર કે વ્યક્તિની ઉક્તિરૂપ પ્રયુક્તિ. તેની દ્વારા ચિંતન અને ઊર્મિનો આવિષ્કાર થતો. ક્યારેક તેમાં દીર્ઘ સંભાષણ પણ હોય. પ્રેક્ષક માટે જે માહિતી અન્ય રીતે શક્ય ન હોય તે સ્વગતોક્તિ (soliloquy) દ્વારા રજૂ થતી. એકોક્તિ, સ્વગતોક્તિ અને સંવાદ…

વધુ વાંચો >

એકલૉગ

એકલૉગ (eclogue) : સંવાદ કે એકોક્તિ રૂપે રચાયેલું લઘુ કે દીર્ઘકાવ્યનો એક ભાગ હોય તેવું અંગ્રેજી ગોપકાવ્ય. તેનો શબ્દશ: અર્થ સંચય થાય છે. ઈ. ત્રીજી સદીમાં થઈ ગયેલા ગ્રીક કવિ થિયોક્રિટસ દ્વારા એકલૉગનાં સ્વરૂપગત લક્ષણો રૂઢ થયાં. થિયોક્રિટસે પોતાનું જીવનદર્શન પ્રકૃતિવર્ણનની પડછે મૂક્યું છે. ગ્રામપ્રદેશના ઉલ્લાસમય જીવનને એકોક્તિ કે સંવાદ…

વધુ વાંચો >