અંગ્રેજી સાહિત્ય

ભટ્ટ, સંતપ્રસાદ રણછોડદાસ

ભટ્ટ, સંતપ્રસાદ રણછોડદાસ (જ. 24 ફેબ્રુઆરી 1916, સૂરત; અ. 24 મે 1984, અમદાવાદ) : ગુજરાતના અંગ્રેજી ભાષાના જાણીતા પ્રાધ્યાપક, વિદ્વાન, જોશીલા વક્તા, નીડર રાજકારણી અને લેખક. પિતા રણછોડદાસ અને માતા વિજયાગૌરી બંને શિક્ષણના વ્યવસાયમાં હતાં એથી એમને શિક્ષણ તો વારસામાં જ પ્રાપ્ત થયું હતું. વ્યવસાયી માતા-પિતાનું એકનું એક સંતાન એથી…

વધુ વાંચો >

ભારતીય અંગ્રેજી સાહિત્ય

ભારતીય અંગ્રેજી સાહિત્ય ઈ. સ. 1757માં પ્લાસીના યુદ્ધ પછી વેપારાર્થે ભારત આવેલી ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળની ભૂમિ પર શાસનનો દોર હાથમાં લેવા માંડ્યો. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા નંખાયા તેની સાથે અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી ભારતીય સાહિત્ય અને સમાજમાં એક પ્રકારની નવચેતના અને રાષ્ટ્રીયતા જાગવા લાગી. તેની…

વધુ વાંચો >

મકૅગ, નૉર્મન

મકૅગ, નૉર્મન (જ. 1910, એડિનબરો, ઈસી સ્કૉટલૅન્ડ, યુ.કે.; અ. 1996) : સ્કૉટલૅન્ડના કવિ. તેમણે સૌપ્રથમ યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યો. લગભગ 40 વર્ષ સુધી તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું. 1967–69 દરમિયાન એડિનબરો યુનિવર્સિટી ખાતે ‘ક્રિએટિવ રાઇટિંગ’ના સૌપ્રથમ ફેલો હતા. 1970–77 દરમિયાન તેઓ સ્ટર્લિંગ યુનિવર્સિટી ખાતે ‘ઇંગ્લિશ સ્ટડિઝ’ના વ્યાખ્યાતા રહ્યા.…

વધુ વાંચો >

મરે, જેમ્સ (સર)

મરે, જેમ્સ (સર) (ઑગસ્ટસ હેન્રી) (જ. 1837, ડેનહોમ, સ્કૉટલૅન્ડ; અ. 1915) : જાણીતા ભાષાવિજ્ઞાની અને કોશકાર. 1855થી ’85 દરમિયાન તેમણે ગ્રામર-સ્કૂલ-શિક્ષક તરીકે કાર્ય કર્યું. તેમણે 1873માં પ્રગટ કરેલ ‘ડાયલૅક્ટ્સ ઑવ્ ધ સધર્ન કન્ટ્રિઝ ઑવ્ સ્કૉટલૅન્ડ’થી તેમની ખ્યાતિ વ્યાપક બની. ‘ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી’ અને પાછળથી ‘ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી’ તરીકે ઓળખાયેલ કોશનું…

વધુ વાંચો >

મરે, જૉન મિડલ્ટન

મરે, જૉન મિડલ્ટન (જ. 1889; અ. 1957) : અંગ્રેજ પત્રકાર અને વિવેચક. ઉચ્ચ શિક્ષણ ઑક્સફર્ડની બ્રેસેનૉઝ કૉલેજમાં પ્રાપ્ત કર્યું. કૉલેજકાળ દરમિયાન સાહિત્ય અને પત્રકારત્વ તરફની તેમની અભિરુચિ ધ્યાન ખેંચે તેવી હતી. અભ્યાસકાળ દરમિયાન જ તેઓ ‘રિધમ’ના તંત્રીપદે નિમાયા. પાછળથી 1919થી 1921 સુધી ‘ઍથેનિયમ’નું તંત્રીપદ સંભાળ્યું. 1923માં તેવા જ સાહિત્યિક સામયિક…

વધુ વાંચો >

મરે, જ્યૉર્જ  ગિલ્બર્ટ

મરે, જ્યૉર્જ  ગિલ્બર્ટ (જ. 1866, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 1957) : ઑસ્ટ્રેલિયાના જાણીતા વિદ્વાન અને લેખક. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; 1889માં તેઓ ગ્લાસગો યુનિવર્સિટીમાં જોડાયા અને 1908માં તેઓ ગ્રીક ભાષાના પ્રાધ્યાપક નિમાયા. પ્રશિષ્ટ સાહિત્યના ઇતિહાસકાર તથા ગ્રીક નાટ્યકારોની કૃતિઓના અનુવાદક તરીકેની પ્રશસ્ય અને પરિશ્રમભરી કામગીરીના પરિણામે ‘વર્તમાન સમયના સૌથી અગ્રગણ્ય…

વધુ વાંચો >

મરે, પૉલી

મરે, પૉલી (જ. 20 નવેમ્બર 1910, બાલ્ટિમોર, મેરીલૅન્ડ) : અમેરિકાનાં અશ્વેત વકીલ, લેખિકા, નાગરિક હકના આંદોલનકર્તા અને મહિલા સમાન હકનાં પ્રારંભિક પુરસ્કર્તા. 1977માં તેઓ એપિસ્કોપલ પાદરી તરીકે દીક્ષાસંસ્કાર પામનારાં સર્વપ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ હતાં. વૉશિંગ્ટન ડી. સી. ખાતેની હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેઓ કાયદાનાં વિદ્યાર્થી હતાં, ત્યારે 1940ના દશકામાં નાગરિક હકો…

વધુ વાંચો >

મર્ડૉક, જીન આયરિસ

મર્ડૉક, જીન આયરિસ (જ. 15 જુલાઈ 1919, ડબ્લિન; અ. 1999) : બ્રિટિશ મહિલા નવલકથાકાર, નાટ્યકાર તથા વિવેચક. લગ્ન બાદ તેઓ શ્રીમતી જે. ઓ. બેલી તરીકે ઓળખાતાં હતાં. બાળપણ લંડનમાં ગાળ્યા બાદ ફ્રોબેલ એજ્યુકૅશનલ ઇન્સ્ટિટ્યૂટ તથા બ્રિસ્ટલની બૅડમિન્ટન સ્કૂલમાં અભ્યાસ. 1938–42 ઑક્સફર્ડમાં સમરવિલ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. 1942–44 વચ્ચે બ્રિટિશ ટ્રેઝરીમાં…

વધુ વાંચો >

મલાયો-પૉલિનેશિયન ભાષાઓ

મલાયો-પૉલિનેશિયન ભાષાઓ : ઑસ્ટ્રોનેશિયન ભાષાઓ તરીકે પણ ઓળખાતું, મલેશિયા અને ઇન્ડોનેશિયન આર્કિપેલેગોના તેમજ ફિલિપાઇન્સ, વિયેટનામના કેટલાક પ્રદેશો, કંબોડિયા, તાઇવાન, માડાગાસ્કર અને મધ્ય તથા દક્ષિણ પેસિફિક (ઑસ્ટ્રેલિયા અને ન્યૂગિની સિવાય) ટાપુઓમાં બોલાતી-લખાતી ભાષાઓનું એક મોટું જૂથ. સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાને લીધે આ ભાષાઓના અભ્યાસ પરત્વે તજ્જ્ઞોનું ધ્યાન સવિશેષ ખેંચાયું છે. તાઇવાનથી…

વધુ વાંચો >

મહફૂજ, નજીફ

મહફૂજ, નજીફ (જ. 1911, જમાલિયા, ઇજિપ્ત) : 1988ના વર્ષના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકવિજેતા ઇજિપ્તવાસી નવલકથાકાર. સનદી અધિકારીના તેઓ સાતમા સંતાન હતા. 1934માં તેઓ કેરો યુનિવર્સિટીમાંથી ફિલસૂફીના વિષયમાં સ્નાતક થયા અને ઇજિપ્તની સનદી સેવાના સાંસ્કૃતિક વિભાગમાં જોડાયા અને 1971માં ત્યાંથી નિવૃત્ત થયા. તેઓ અરબી ભાષામાં લખે છે. તેમની બારેક નવલકથાઓના અંગ્રેજીમાં…

વધુ વાંચો >