અંગ્રેજી સાહિત્ય

બાજવા, રૂપા

બાજવા, રૂપા (જ. 1976, અમૃતસર, પંજાબ) : ભારતીય અંગ્રેજી નવલકથાકાર. તેમણે અમૃતસરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ હિંદી અને પંજાબી ભાષાના જાણકાર છે. તેમને તેમની પુરસ્કૃત નવલકથા ‘ધ સાડી શૉપ’ (2004) બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ નવલકથાનું બ્રિટન, અમેરિકા અને ભારતમાં લાંબા સમય સુધી…

વધુ વાંચો >

બાયરન, જ્યૉર્જ ગૉર્ડન

બાયરન, જ્યૉર્જ ગૉર્ડન (જ. 22 જાન્યુઆરી 1788, ઇંગ્લૅન્ડ; અ. 19 એપ્રિલ 1824, મિસૉલૉન્ધી, ગ્રીસ) : ઇંગ્લૅન્ડનો અત્યંત વિખ્યાત રોમૅન્ટિક કવિ. પગે ખોડવાળા, બચપણમાં પિતાની છત્રછાયા ગુમાવનાર, જીવનના આરંભકાળથી જ શ્રીમંત સગાં તરફથી પોતાની વિધવા માની જેમ પોતે પણ ધિક્કારની તીવ્ર લાગણી અનુભવનાર, સ્કૉટિશ આયાની દેખરેખ નીચે કૅલ્વિનિસ્ટ સંસ્કારમાં ઉછેર પામનાર…

વધુ વાંચો >

બાલ્ડવિન, જેમ્સ (આર્થર)

બાલ્ડવિન, જેમ્સ (આર્થર) (જ. 1924, હાર્લમ, ન્યૂયૉર્ક; અ. 1987) : અમેરિકન નવલકથાકાર. પાદરીના પુત્ર. 17 વર્ષની વયે ઘર છોડીને કેટલાંક વર્ષો પૅરિસમાં જઈને ગાળેલાં. એમનું લેખનકાર્ય ત્યાં શરૂ થયેલું. એમની પહેલી નવલકથા ‘ગો, ટેલ ઇટ ઑન ધ માઉન્ટન’ 1953માં પ્રગટ થઈ. તેમાં પિતાની સંપ્રદાય-શ્રદ્ધા સાથે સમાધાન કરતા યુવકની કથા છે.…

વધુ વાંચો >

બીરબૉમ, સર મૅક્સ

બીરબૉમ, સર મૅક્સ (જ. 24 ઑગસ્ટ 1872, લંડન; અ. 20 મે 1956, રૅપેલો, ઇટાલી) : ઇંગ્લૅન્ડના વ્યંગ્યચિત્રકાર, લેખક તથા અત્યંત વિનોદી-મોજીલા માનવી. મૂળ નામ હેન્રી મેક્સમિલન બીરબૉમ. અભિનેતા-નિર્માતા સર હર્બર્ટ બીરબૉમ ટ્રીના તેઓ સાવકા નાના ભાઈ થતા હતા. એ રીતે તેઓ નાનપણથી જ ફૅશનેબલ સમાજથી ટેવાયેલા અને સુપરિચિત હતા. ઑક્સફર્ડની…

વધુ વાંચો >

બૂસી કૉલ્ટ, ડિયૉન

બૂસી કૉલ્ટ, ડિયૉન (જ. 1820; ડબ્લિન; અ. 1890) : નામી નાટ્યલેખક, અભિનેતા અને રંગભૂમિ-વ્યવસ્થાપક. રંગભૂમિક્ષેત્રે તે સર્વતોમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમણે પોતે લખેલાં અથવા રૂપાંતરિત કરેલાં નાટકોની સંખ્યા 130 જેટલી થાય છે અને તેમના સમયગાળા  દરમિયાન તે સૌથી લોકપ્રિય નાટ્યકાર બની રહ્યા. તેમની મોટાભાગની નાટ્યરચનાઓ અત્યારે વીસરાઈ ચૂકી છે, પણ…

વધુ વાંચો >

બૃહતી

બૃહતી : જુઓ છંદ

વધુ વાંચો >

બેઇઓવુલ્ફ

બેઇઓવુલ્ફ : ઍંગ્લોસૅક્સન ભાષાની પશ્ચિમ બોલીમાં લખાયેલી, 3,182 પંક્તિમાં પ્રસરતી સૌથી જૂની અંગ્રેજી કાવ્યકૃતિ. તેની એકમાત્ર ઉપલબ્ધ હસ્તપ્રત બ્રિટિશ મ્યૂઝિયમમાં છે. આઠમી સદીના કોઈ ઍંગ્લિયન કવિએ તે કાવ્ય લખ્યું હોવાની માન્યતા છે. મૌખિક પરંપરામાં જળવાયેલું આ કાવ્ય નૉર્ધમ્બરલૅંડમાં આઠમી સદીમાં આજના સ્વરૂપને પામ્યું હોય તેમ લાગે છે. કાવ્યની પાર્શ્વભૂમિ દક્ષિણ…

વધુ વાંચો >

બેકન, ફ્રાન્સિસ

બેકન, ફ્રાન્સિસ (જ. 22 જાન્યુઆરી 1561, લંડન; અ. 1 એપ્રિલ 1626, લંડન) : અંગ્રેજ વિચારક, રાજનીતિજ્ઞ અને સાહિત્યકાર. નાની વયથી વિચક્ષણ બુદ્ધિમત્તા તથા વૈચારિક પરિપક્વતા પ્રદર્શિત કરતાં માત્ર 12 વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ મેળવી ત્યાં બે વર્ષ (1573–75) અભ્યાસ કર્યો. ત્યારબાદ (1575ના વર્ષ દરમિયાન) પૅરિસ ખાતેની બ્રિટનની…

વધુ વાંચો >

બૅટ્શમન, સર જ્હૉન

બૅટ્શમન, સર જ્હૉન (જ. 1906, લંડન; અ. 1984) : અંગ્રેજ કવિ. 1972માં સી. ડી. લૂઇસ(Cecil Day Lewis)ના નિધન બાદ ઇંગ્લૅન્ડના રાજકવિ. ભૂતકાળની સ્મૃતિઓ અંગે તીવ્ર સંવેદના ધરાવતા આ કવિની રચનાઓમાં અનેક સ્થાનોની સ્મૃતિ તથા સામાજિક પરિવર્તન ખૂબ જ ચોકસાઈથી મૃદુ શૈલીમાં રજૂ થયેલ હોવાથી તેઓ ટૂંકા ગાળામાં લોકપ્રિય કવિ તરીકે…

વધુ વાંચો >

બેનેટ, (એનૉક) આર્નલ્ડ

બેનેટ, (એનૉક) આર્નલ્ડ (જ. 27 મે 1867, સ્ટૅફર્ડશાયર, હૅન્લી, ઇંગ્લૅન્ડ; અ. 27 માર્ચ 1931, લંડન) : અંગ્રેજ નવલકથાકાર અને નાટ્યકાર. શિક્ષણ ન્યૂકૅસલ મિડલ સ્કૂલમાં. લંડન યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા બાદ પિતાની જેમ વકીલ થવાની ઇચ્છા, પરંતુ તેમની સાથે ઉગ્ર મતભેદ થતાં લંડનમાં કારકુન તરીકે માત્ર 21 વર્ષની ઉંમરે નોકરી સ્વીકારી. વધારાની…

વધુ વાંચો >