અંગ્રેજી સાહિત્ય
ડ્રાયડન, જૉન
ડ્રાયડન, જૉન (જ. 9 ઑગસ્ટ 1631, ઍલ્ડવિંકલ, નૉર્ધમ્પટનશાયર; અ. 1 મે 1700, લંડન) : ઇંગ્લૅન્ડના રાજકવિ અને નાટ્યકાર. નૉર્ધમ્પટનશાયરમાં પ્યુરિટન સમાજમાં ક્રૉમવેલના સમયમાં તેમનો ઉછેર થયો. તેમની પ્રથમ કાવ્યકૃતિ પણ ‘હિરોઇક સ્ટાન્ઝાઝ ઑન ધ ડેથ ઑવ્ ક્રૉમવેલ’ હતી, પણ પછી ચાર્લ્સ II ને ફ્રાંસના દેશવટામાંથી પાછા બોલાવવાથી રાજવ્યવસ્થા બદલાઈ ત્યારે…
વધુ વાંચો >ડ્રિંકવૉટર જૉન
ડ્રિંકવૉટર જૉન (જ. 1 જૂન 1882, લિડનસ્ટોન, ઇંગ્લૅન્ડ; અ. 25 માર્ચ 1937, લંડન) : બ્રિટિશ કવિ અને નાટ્યકાર. શરૂઆત કવિ તરીકે. કાવ્યનાં ત્રણચાર પુસ્તકો વીસમી સદીની શરૂઆતમાં પ્રગટ કર્યાં. ઉપરાંત ઓગણીસમી સદીના વિખ્યાત કવિ સ્વિનબર્ન અને વિલિયમ મૉરિસ ઉપર વિવેચનાત્મક પુસ્તકો અનુક્રમે 1912 અને 1913માં પ્રગટ કર્યાં. સત્તરમી સદીના વિખ્યાત…
વધુ વાંચો >ડ્રીમ ઑવ્ ધ રૂડ, ધ
ડ્રીમ ઑવ્ ધ રૂડ, ધ : દસમા શતકની જૂની અંગ્રેજી ભાષામાં લખાયેલ ‘વર્ચેલી બુક’ સંગ્રહમાંનું એક સુપ્રસિદ્ધ ધાર્મિક કાવ્ય. ઇટાલીના વાયવ્ય ખૂણામાં વર્ચેલી નગરના મુખ્ય દેવળના પુસ્તકાલયમાં જતન કરીને જાળવી રાખવામાં આવેલા દસમા શતકની જૂની અંગ્રેજીમાં (ઍંગ્લો-સૅક્સન) લખાયેલા અને પાછળથી ‘વર્ચેલી બુક’ તરીકે જાણીતા થયેલા ગદ્યપદ્યસંગ્રહનાં કાવ્યોમાંનું 156 પંક્તિઓનું સુપ્રસિદ્ધ…
વધુ વાંચો >ડ્રેટન માઇકેલ
ડ્રેટન માઇકેલ (જ. 1563, હાર્ટશિલ; અ. 23, ફેબ્રુઆરી 1631, વૉરવિકશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ કવિ. તે બૅન જૉનસન અને વિલિયમ ડ્રમન્ડ જેવા સમકાલીન લેખકોના વર્તુલમાં સક્રિય હતા. જીવન દરમિયાન તેમને બહુ સંપત્તિ કે સફળતા પ્રાપ્ત ન થયાં, પણ વેસ્ટમિન્સ્ટર ઍબીમાં તેમનું સુંદર સ્મારક સમાવાયું છે, જે તે સમયના ઉમરાવવર્ગમાં તેમની સ્વીકૃતિનું…
વધુ વાંચો >ડ્રેબલ, માર્ગરેટ
ડ્રેબલ, માર્ગરેટ (જ. 5 જૂન 1939, શેફીલ્ડ, સાઉથ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સ્ત્રી-નવલકથાકાર. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ, ‘અ સમર બર્ડ-કેજ’ (1963), ‘ધ ગેરિક ઇયર’ (1964), ‘જેરૂસલેમ ધ ગોલ્ડન’ (1967), ‘ધ વૉટર ફૉલ’ (1969), ‘ધ રેડિયન્ટ વે’ (1987) વગેરે કૃતિઓમાં તેમણે મુખ્યત્વે વ્યક્તિની આસપાસ પ્રસરતા રૂઢિબદ્ધ અને નકારાત્મક વાતાવરણ સામેની તેની અથડામણને…
વધુ વાંચો >થર્બર, જેમ્સ [ગ્રોવર]
થર્બર, જેમ્સ [ગ્રોવર] (જ. 1894, કોલંબસ, ઓહાયો; અ. 2 નવેમ્બર 1961, ન્યૂયૉર્ક) : અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક, કલાકાર અને ટૂંકી વાર્તા અને નિબંધના સર્જક. ઊંચા, પાતળી દેહયષ્ટિવાળા, પરંતુ બાળપણના અકસ્માતે એક આંખ ગુમાવી બેઠેલા. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષણ. વૉશિંગ્ટન ડી.સી.માં સરકારી નોકરી બાદ પૅરિસની એલચી કચેરીમાં અને ત્યારપછી ‘શિકાગો ટાઇમ્સ’, ‘ડિસ્પૅચ’…
વધુ વાંચો >થૅકરે, વિલિયમ મેકપીસ
થૅકરે, વિલિયમ મેકપીસ ( જ. 18 જુલાઈ 1811, કૉલકાતા; અ. 24 ડિસેમ્બર 1863, લંડન) : અંગ્રેજ નવલકથાકાર; ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીના પુત્ર; 1817માં ભારત છોડ્યું; કેમ્બ્રિજમાં અભ્યાસ; આરંભમાં ચિત્રકામમાં રસ, પણ પછી પત્રકારત્વમાં જોડાયા અને જુદાં જુદાં તખલ્લુસો દ્વારા જુદાં જુદાં સામયિકોમાં લેખો પ્રકટ કર્યા, ઠઠ્ઠાચિત્રો આલેખ્યાં. એમણે એમની નવલકથા…
વધુ વાંચો >થૉરો, હેન્રી ડેવિડ
થૉરો, હેન્રી ડેવિડ (જ. 13 જુલાઈ 1817, કૉન્કૉર્ડ, મૅસેચુસેટ્સ; અ. 6 મે 1862) : અમેરિકન નિબંધલેખક, રહસ્યવાદી ચિંતક અને નિસર્ગવાદી. બાળપણનાં થોડાં વર્ષો અને હાર્વર્ડ કૉલેજનાં ચાર વર્ષો સિવાય થૉરોએ આખું જીવન કૉન્કૉર્ડમાં જ ગાળ્યું જ્યાં રાલ્ફ એમર્સન, બ્રોન્સન ઑલ્કોટ, નેથેનિયલ હૉથૉર્ન જેવી વિભૂતિઓ પણ આવતી રહેતી અને ચર્ચાઓ થતી.…
વધુ વાંચો >દત્ત, તોરુ
દત્ત, તોરુ (જ. 4 માર્ચ 1856, કૉલકાતા; અ. 1877, કૉલકાતા) : અંગ્રેજી લેખકોમાં નોંધપાત્ર સ્થાન ધરાવતાં બંગાળી લેખિકા. ગોવિંદચંદ્ર દત્તમાંથી અંગ્રેજી શિક્ષણના પ્રભાવથી ખ્રિસ્તી ગોવિનચંદર બનેલા પિતાનાં ત્રણ સંતાનો અબ્જુ, અરુ અને તરુ. આ પૈકી તરુ સૌથી નાનાં, જે ´તોરુ´ નામે જાણીતાં થયાં. માતાનું નામ ક્ષેત્રમણિ. પિતા સુખી હોવાથી તેમણે…
વધુ વાંચો >દારૂવાલા, કેકી એન.
દારૂવાલા, કેકી એન. (જ. 24 જાન્યુઆરી 1937, લોની, બુરહાનપુર) : અંગ્રેજીમાં લખતા કેન્દ્રીય લેખક. તેમના કાવ્યસંગ્રહ ‘ધ કીપર ઑવ્ ધ ડેડ’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1958માં તેઓ ભારતીય પોલીસ–સેવામાં જોડાયા. પછી વડાપ્રધાનના ખાસ મદદનીશ બન્યા પછી કૅબિનેટ–સચિવના પદે પહોંચ્યા.…
વધુ વાંચો >