અંગ્રેજી સાહિત્ય

ડનબાર, વિલિયમ

ડનબાર, વિલિયમ (જ. આશરે 1460; અ. આશરે 1513) : સ્કૉટલૅન્ડના કવિ અને પાદરી. એમણે સેન્ટ ઍન્ડ્રૂઝ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. પાદરીપદ છોડીને રાજદ્વારી સેવામાં જોડાતા પહેલાં વિસ્તૃત પ્રવાસ કર્યો. તેઓ સ્કૉટલૅન્ડના રાજવી જેમ્સ ચોથાના દરબારી હતા અને 1500થી તેમને રાજવી તરફથી પેન્શન મળતું હતું. રાજવી જેમ્સ ચોથાએ સોંપેલું રાજકીય…

વધુ વાંચો >

ડાઇડો

ડાઇડો : પ્રાચીન ફિનિશિયન પૌરાણિક પાત્ર. ટાયરના ફિનિશિયન રાજાની પુત્રી. એનું અસલ નામ એલિસા હતું. એના પતિ સિચીઅસની હત્યા કર્યા પછી એનો ભાઈ પિગ્મેલિયન એની પણ હત્યા કરે તે પૂર્વે કેટલાક વિશ્ર્વાસુ સાથીઓ સાથે એણે લિબિયા પ્રતિ સમુદ્રપ્રયાણ કર્યું હતું અને મહાનગર કાર્થેજનું નિર્માણ કર્યું હતું અને ત્યાં શાસન કર્યું…

વધુ વાંચો >

ડાઉસન, અર્નેસ્ટ

ડાઉસન, અર્નેસ્ટ (જ. 2 ઑગસ્ટ 1867, લી, લંડન; અ. 23 ફેબ્રુઆરી 1900, ફ્રાન્સ) : ‘ડિકેડન્સ’ યુગના એક આંગ્લ કવિ. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો હતો, પણ ડિગ્રી મેળવ્યા વિના જ અભ્યાસ છોડીને ‘રાઇમર્સ ક્લબ’ નામના કવિજૂથમાં જોડાયા હતા. આર્થર સિમન્સ તથા યીટ્સ તેમના મિત્રો હતા. શરૂઆતમાં તે ‘ધ યલો બુક’…

વધુ વાંચો >

ડાન્ટે, ઍલિગ્યેરી

ડાન્ટે, ઍલિગ્યેરી (જ. 1265, ફ્લૉરેન્સ; અ. 9 સપ્ટેમ્બર 1321, રેવન્ના) : ઇટાલીના તત્વચિંતક કવિ. કુલીન કુળના શરાફી પિતાને ત્યાં જન્મ. 1274માં તેમણે આજીવન પ્રેયસી બની રહેનાર બિયેટ્રિસને નિહાળી ત્યારે બંનેની વય 9 વર્ષની હતી. બિયેટ્રિસે આમાં કોઈ સાનુકૂળ પ્રતિભાવ દાખવ્યો કે કેમ તેની કોઈ વિગત નથી, પણ છેક 9 વર્ષ…

વધુ વાંચો >

ડાયાનિસિયસ ઑવ્ હૅલિકાર્નેસસ

ડાયાનિસિયસ ઑવ્ હૅલિકાર્નેસસ (ઈ. સ. પૂ. પહેલી સદી) : ગ્રીક વિદ્વાન અને લેખક. તે ઈ. સ. પૂ. 30ની આસપાસ રોમમાં આવીને વસ્યા હતા. અહીં સાહિત્યિક વાગ્મિતાના શિક્ષક થયા અને રોમના સાહિત્યિક વર્તુળમાં સ્થાન પામ્યા. એમના આ સ્વીકારસ્વાગતના પ્રત્યુત્તર રૂપે એમણે રોમન પ્રજાની ઉત્પત્તિના સમયથી તે પ્રથમ પ્ચૂનિક યુદ્ધના સમય લગીનો…

વધુ વાંચો >

ડિકિન્ઝ, ચાર્લ્સ

ડિકિન્ઝ, ચાર્લ્સ (જ. 7 ફેબ્રુઆરી 1812, પૉર્ટ્સમથ; અ. 9 જૂન 1870 કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી નવલકથાકાર, તેમના જન્મનાં બે વર્ષ બાદ કુટુંબ લંડન આવ્યું. તેમના પિતા નૌકાદળમાં એક સામાન્ય કારકુન હતા. પિતાની ગરીબાઈના કારણે 12 વર્ષની વયે ચાર્લ્સને આજીવિકા માટે કામ શરૂ કરવું પડ્યું. થોડા મહિના એમણે એક દુકાનમાં શીશી…

વધુ વાંચો >

ડિકિન્સન, એમિલિ

ડિકિન્સન, એમિલિ (જ. 10 ડિસેમ્બર 1830, એમ્હર્સ્ટ, મૅસેચૂસેટ્સ; અ. 15 મે 1886) : અમેરિકન કવયિત્રી. તેમનો જીવનકાળ વીત્યો ઓગણીસમી સદીમાં, પરંતુ કવિ તરીકે પ્રસિદ્ધિ મળી વીસમી સદીમાં. પરબીડિયાંની પાછળ અને કાગળની કોથળીઓ પર લખાયેલાં અનેક કાવ્યોની થપ્પીઓ મૃત્યુ પછી એમના ટેબલનાં ખાનાંમાંથી મળી આવેલી. કુલ 1775 કાવ્યોમાંથી સાતેક જ એમના…

વધુ વાંચો >

ડિકેડન્સ, ધ

ડિકેડન્સ, ધ : સાહિત્ય કે કલાનો અવનતિકાળ, કોઈ દેશના કોઈ અમુક સમયની સાહિત્ય કે કલાની પ્રવૃત્તિ કોઈ અગાઉના યુગનાં સર્જનોને મુકાબલે  નિકૃષ્ટ કોટિની હોય ત્યારે આ શબ્દપ્રયોગ થાય છે. મોટેભાગે ઍલિક્ઝેન્ડ્રિન યુગ (ઈ. સ. પૂ. 500થી 50) તથા ઑગસ્ટસ(ઈ. સ. 14)ના અવસાન પછીના સમયગાળા માટે આ શબ્દ વપરાય છે. ઓગણીસમી…

વધુ વાંચો >

ડિ ક્વિન્સી, ટૉમસ

ડિ ક્વિન્સી, ટૉમસ (જ. 15 ઑગસ્ટ 1785; મૅન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 8 ડિસેમ્બર 1859, એડિનબર) : આંગ્લ નિબંધકાર અને વિવેચક. 15 વર્ષની વયે મૅન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાં દાખલ થયા અને હોશિયાર વિદ્યાર્થી તરીકે છાપ ઊભી કરી, પરંતુ નરમ તબિયત તથા તે વખતે  પ્રચલિત બનેલી કલ્પનારંગી રખડપટ્ટીની ભમ્રણાના માર્યા 17 વર્ષની વયે શાળા…

વધુ વાંચો >

ડિઝરાયલી, બેન્જામિન

ડિઝરાયલી, બેન્જામિન (જ. 21 ડિસેમ્બર 1804, લંડન; અ. 19 એપ્રિલ 1881, લંડન) : ઇંગ્લૅન્ડનો પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. જન્મ ઇટાલિયન યહૂદી કુટુંબમાં થયો હતો. દાદા સ્થળાંતર કરીને  ઇટાલીથી ઇંગ્લૅન્ડ ગયેલા. બેન્જામિને ક્લાર્ક તરીકે જીવનનો આરંભ કરી, શૅરના સટ્ટામાં મોટી ખોટ ખાધી તથા ‘રિપ્રેઝેન્ટેટિવ’ વર્તમાનપત્ર શરૂ કર્યું. તેમાં પણ નિષ્ફળતા મળી.…

વધુ વાંચો >