અંગ્રેજી સાહિત્ય
કૅક્સ્ટન વિલિયમ
કૅક્સ્ટન, વિલિયમ (જ. આ. 1422, ટેન્ટરડન, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1491 લંડન) : પ્રથમ અંગ્રેજ મુદ્રક અને અગ્રણી વેપારી. અનુવાદક તથા પ્રકાશક તરીકે અંગ્રેજી સાહિત્ય પરત્વે તેમનું ગણનાપાત્ર પ્રદાન રહ્યું છે. 1463માં ‘ગવર્નર ઑવ્ ધ ઇંગ્લિશ નેશન ઑવ્ મર્ચન્ટ ઍડ્વેન્ચરર્સ’ બન્યા. 1470માં એ પદ છોડી બર્ગન્ડીનાં ડચેસ માર્ગારેટના નાણાકીય સલાહકારનો હોદ્દો…
વધુ વાંચો >કૅડમન
કૅડમન (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સૌપ્રથમ અંગ્રેજી ખ્રિસ્તી કવિ. તેમણે જૂની અંગ્રેજી(Anglo-Saxon)માં ખ્રિસ્તી ધર્મવિષયક કાવ્યો રચ્યાં. કૅડમનના સમયથી દશમી સદી સુધીમાં ધર્મને લગતાં કાવ્યો સારી સંખ્યામાં રચાયાં. આ પ્રકારનાં કાવ્યોના ઉદભવ અને વિકાસમાં કૅડમનનો અગત્યનો ફાળો છે. એક રાતે કૅડમને સ્વપ્નમાં તેજથી ઝળાંહળાં એવો એક અદભુત પુરુષ જોયો. તેણે કૅડમનને…
વધુ વાંચો >કૅથાર્સિસ
કૅથાર્સિસ (catharsis/katharsis) : ગ્રીક કાવ્યશાસ્ત્રની પરિભાષામાં વપરાયેલી સંજ્ઞા. ટ્રૅજેડી લાગણીઓના અતિરેકથી માનવમનને નિર્બળ બનાવનારી હાનિકારક અસર જન્માવે છે એવા પ્લેટોએ કરેલા આક્ષેપનો જવાબ આપતાં પોતાના ગ્રંથ ‘પોએટિક્સ’માં ઍરિસ્ટોટલે કહ્યું કે ‘દયા’ અને ‘ભય’ની લાગણીઓનું તેમના ઉદ્રેક દ્વારા ‘કૅથાર્સિસ’ થતું હોય છે. વિશેષ સ્પષ્ટીકરણના અભાવે રૂપકાત્મક રીતે પ્રયોજાયેલી આ સંજ્ઞાના નિશ્ચિત…
વધુ વાંચો >કૅનેડિયન-અંગ્રેજી સાહિત્ય
કૅનેડિયન-અંગ્રેજી સાહિત્ય : બહુધા કૅનેડાની મુલાકાતે આવનાર પ્રવાસીઓ, સંશોધકો કે બ્રિટિશ અમલદારો અને તેમના પરિવારના આત્મજનો દ્વારા અંગ્રેજીમાં રચાયેલું સાહિત્ય. તે બધાંએ વર્ણનાત્મક લખાણો, રોજનીશી કે પત્રોમાં તેમના પ્રતિભાવોને રજૂ કર્યા છે. પ્રવાસ તથા અવલોકનના આધારે થયેલ સંશોધનને લીધે તે સમયના કૅનેડાનું સ્પષ્ટ ચિત્ર રજૂ થયું છે. દસ્તાવેજી સામગ્રી પૂરી…
વધુ વાંચો >કૅમ્યૂ – આલ્બેર
કૅમ્યૂ, આલ્બેર (જ. 7 નવેમ્બર 1913, મંડોવી, અલ્જીરિયા; અ. 4 જાન્યુઆરી 1960, સાંસ, ફ્રાન્સ) : વીસમી સદીના એક અગ્રણી યુરોપીય સાહિત્યકાર. તેમનાં સર્જનોમાં સમસામયિક જીવનના પ્રશ્નોના વિશ્લેષણ દ્વારા જનસમાજને તેના યથાર્થ પરિપ્રેક્ષ્યમાં મૂલવવાનો પ્રયત્ન કરાયો છે, જે ધ્યાનમાં લઈને તેમને 1957માં નોબેલ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં કૅમ્યૂના…
વધુ વાંચો >કૅરી – (આર્થર) જૉયસ
કૅરી, (આર્થર) જૉયસ (જ. 7 ડિસેમ્બર 1888, લંડનડેરી, ઉત્તર આયર્લૅન્ડ; અ. 29 માર્ચ 1957, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા અંગ્રેજી નવલકથાકાર. જન્મ ઍંગ્લો-આઇરિશ કુટુંબમાં. આઠ વર્ષના હતા ત્યારે માતા મરણ પામી. શાળાનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં. સોળ વર્ષની વયે એડિનબરોમાં ચિત્રકળાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ પૅરિસમાં ક્લિફ્ટન કૉલેજ અને પછી 1909થી…
વધુ વાંચો >કૅરૉલ – લૂઇસ
કૅરૉલ, લૂઇસ (જ. 27 જાન્યુઆરી 1832, ડેર્સબરી, ચેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 14 જાન્યુઆરી 1898, ગિલ્ડફર્ડ, સરે) : અંગ્રેજ બાળસાહિત્યકાર, તર્કશાસ્ત્રી, ગણિતજ્ઞ અને ફોટોગ્રાફર. મૂળ નામ ચાર્લ્સ લુટવિજ ડૉડ્ગસન. જગતભરમાં આબાલવૃદ્ધ વાચકોના પ્રિય વાર્તાકાર. માતા ફ્રાન્સિસ જેન લટ્વિજ. પિતા પાદરી. યૉર્કશાયરના રેક્ટર. ડેર્સબરી ઔદ્યોગિકીકરણની અસરથી વેગળું નાનકડું ગામ. બધાં ભાંડુડાં ઘરમાં જ…
વધુ વાંચો >કૅસલ – ધ
કૅસલ, ધ (જર્મન ભાષામાં પ્રકાશન-વર્ષ 1926, અંગ્રેજી અનુવાદ વિલા મુઈર અને એડવર્ડ મુઈર – 1930) : કાફકાની મરણોત્તર પ્રકાશિત થયેલી અતિખ્યાત નવલકથા. પહેલી વખત જર્મન ભાષામાં પ્રગટ થઈ ત્યારે એકી અવાજે તેને આવકાર પ્રાપ્ત થયો હતો અને એ કૃતિમાં વીસમી સદીના એક મહાન પ્રતિભાશાળી સર્જકનાં દર્શન થયાં હતાં. આ નવલકથાનો…
વધુ વાંચો >કૉકટેલ પાર્ટી
કૉકટેલ પાર્ટી (1950) : ટી. એસ. એલિયટનું પદ્યનાટક. સૌપ્રથમ 1949માં એડિનબર્ગ ફેસ્ટિવલ ખાતે ભજવાયું. એલિયટે 1935થી 1959 દરમિયાન પાંચ નાટકો લખ્યાં, જેમાંનું પ્રથમ નાટક ‘ધ મર્ડર ઇન ધ કેથીડ્રલ’ ટ્રૅજેડી છે, જ્યારે બાકીની ચારેય નાટ્યકૃતિઓ કૉમેડી છે. આ પાંચેય પદ્યનાટકો છે. ‘ધ કૉકટેલ પાર્ટી’ એલિયટની અન્ય નાટ્યરચનાઓની જેમ પૌરાણિક કલ્પનો,…
વધુ વાંચો >