ગુરુદ્વારા (ગુરદ્વાર)

February, 2011

ગુરુદ્વારા (ગુરદ્વાર) : શીખોનું ધર્મમંદિર. દસ ગુરુમાંથી કોઈ એકે ધર્મપ્રચાર માટે જેની સ્થાપના કરી હોય અથવા જ્યાં ગુરુ ગ્રંથસાહિબનો આવિર્ભાવ થયો હોય એવું સ્થાન. શીખોના પહેલા ગુરુ

ગુરુદ્વારા (ગુરદ્વાર)

નાનકદેવથી પાંચમા ગુરુ અર્જુનદેવ સુધી આ ધર્મમંદિરોને ‘ધર્મશાળા’ કહેતા હતા. ગુરુ અર્જુનદેવજીએ સૌપ્રથમ અમૃતસરના ધર્મમંદિરને ‘હરિમંદિર’ નામ આપ્યું અને છઠ્ઠા ગુરુ હરિગોબિંદજીએ આવાં ધર્મમંદિરો માટે ‘ગુરુદ્વારા’ શબ્દ પ્રયોજ્યો. ગુરુદ્વારા વિદ્યાર્થીઓ માટે વિદ્યાલય, આત્મજિજ્ઞાસુઓ માટે જ્ઞાનઉપદેશનું સ્થાન, દર્દીઓ માટે ઔષધાલય, ભૂખ્યા માટે ભોજનશાળા, સ્ત્રીજાતિના રક્ષણ માટે લોહમય દુર્ગ અને મુસાફરો માટે વિશ્રામગૃહ બની રહે છે. ધર્મમંદિર હોવાથી અહીં ગ્રંથસાહિબની પૂજા અને સંકીર્તન ચાલે છે.

દર્શનસિંઘ બસન