દર્શનસિંઘ બસન

ગુરુદ્વારા (ગુરદ્વાર)

ગુરુદ્વારા (ગુરદ્વાર) : શીખોનું ધર્મમંદિર. દસ ગુરુમાંથી કોઈ એકે ધર્મપ્રચાર માટે જેની સ્થાપના કરી હોય અથવા જ્યાં ગુરુ ગ્રંથસાહિબનો આવિર્ભાવ થયો હોય એવું સ્થાન. શીખોના પહેલા ગુરુ નાનકદેવથી પાંચમા ગુરુ અર્જુનદેવ સુધી આ ધર્મમંદિરોને ‘ધર્મશાળા’ કહેતા હતા. ગુરુ અર્જુનદેવજીએ સૌપ્રથમ અમૃતસરના ધર્મમંદિરને ‘હરિમંદિર’ નામ આપ્યું અને છઠ્ઠા ગુરુ હરિગોબિંદજીએ આવાં…

વધુ વાંચો >

ગોવિંદસિંઘ, ગુરુ

ગોવિંદસિંઘ, ગુરુ (જ. 22 ડિસેમ્બર 1666, પટના, બિહાર; અ. 7 ઑક્ટોબર 1708, નાંદેડ, મહારાષ્ટ્ર) : શીખોના દસમા ગુરુ. તેમનું બચપણનું નામ ગોવિંદરાય હતું. તેમના પિતા તેગબહાદુર શીખોના નવમા ગુરુ હતા. તેમનાં માતાનું નામ ગુજરીજી હતું. 1675માં તેઓ આનંદપુર, જિ. હોશિયારપુર, પંજાબ મુકામે ગુરુ નાનકના સિંહાસન પર દસમા ગુરુ તરીકે બિરાજમાન…

વધુ વાંચો >

ગ્રંથસાહિબ (શ્રી ગુરુ)

ગ્રંથસાહિબ (શ્રી ગુરુ) : શીખ ધર્મનું મહામાન્ય પુસ્તક. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવજીએ આ ગ્રંથ ઈ. સ. 1604માં શરૂ કર્યો. રામસર (અમૃતસર) મુકામે પ્રથમ ચાર ગુરુસાહેબોની વાણી, પોતાની રચના અને ભક્તોની વાણી એકત્ર કરીને 1605માં ભાઈ ગુરુદાસજીના વરદ હસ્તે તે પૂર્ણ થયો. ગ્રંથની આ મૂળ પ્રત અત્યારે કરતારપુરના ગુરુદ્વારામાં છે. પછી…

વધુ વાંચો >

જપજી

જપજી : ગુરુ નાનકદેવની એક ખાસ બાની. માનાર્થે જી શબ્દ જપ શબ્દની સાથે જોડવામાં આવે છે. તેને જપજી કે જપજીસાહેબ પણ કહેવામાં આવે છે. આ ગુરુબાની શીખ સમુદાયના નિત્યનિયમનું મૂળ અંગ છે અને ગુરુ ગ્રંથસાહેબની શરૂઆતમાં આવે છે. જપજીનાં 38 પદો છે અને દરેક પદને પૌડી (પગથિયું) કહેવામાં આવે છે.…

વધુ વાંચો >

તેગબહાદુર

તેગબહાદુર (જ. 1 એપ્રિલ 1621, અમૃતસર; અ. 11 નવેમ્બર 1675, દિલ્હી) : નવમા શીખગુરુ. છઠ્ઠા ગુરુ હરિગોવિંદ સાહિબ તેમના પિતા. 1632માં કરતારપુરમાં ગુજરી નામની યુવતી સાથે લગ્ન થયાં. 1666માં વિધિસર ગુરુપદે બિરાજ્યા. 10 વર્ષ ઉપરાંતના ગુરુપદ દરમિયાન તેમણે અનેક લોકોને સુમાર્ગે વાળ્યા અને ધર્મપ્રચાર માટે માળવા, પુઆધ, બાંગર, બિહાર, બંગાળ,…

વધુ વાંચો >

દશમ ગ્રંથ

દશમ ગ્રંથ : શીખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદસિંહજીની પ્રસિદ્ધ કાવ્યરચનાઓનો ગ્રંથ, જેના કેટલાક ભાગમાં ગુરુજીના દરબારી કવિઓની રચનાઓ પણ છે. ગુરુજીની પોતાની જે રચનાઓ છે, તેના ઉપર ‘શ્રી મુખ્યવાક્ પાતશાહી 10મીં’ લખેલ છે. અવતારો અને દેવીઓના વિષયની રચનાઓ, યુદ્ધવિષયક કાવ્યરચનાઓ તથા ‘સ્ત્રીચરિત્ર’વાળા ભાગો દરબારી કવિઓના છે. આ ગ્રંથ ગુરુમુખી…

વધુ વાંચો >

નાનકદેવ, ગુરુ

નાનકદેવ, ગુરુ (જ. 15 એપ્રિલ 1469, તલવંડી, પાકિસ્તાન; અ. 22 સપ્ટેમ્બર 1539, કરતારપુર) : શીખ ધર્મના સ્થાપક. પિતા કાલૂચંદ બેદી અને માતા તૃપતાજી. ઈ. સ. 1475માં ગોપાલ પંડિત પાસે હિન્દી, 1478માં બ્રિજલાલ પંડિત પાસે સંસ્કૃત તથા 1482માં મૌલવી કુતબુદ્દીન પાસે ફારસી ભણવા માટે તેમને મોકલ્યા. પરંતુ નાનકનું મન અક્ષરજ્ઞાનમાં લાગ્યું…

વધુ વાંચો >

નિરંકારી

નિરંકારી : શીખોનો એક સંપ્રદાય. આકાર વગરના પરબ્રહ્મ કે ઈશ્વરને નિરાકાર કે નિરંકાર કહે છે. તેને માનનારાઓનો સંપ્રદાય તે નિરંકારી સંપ્રદાય. નિરંકારના ઉપાસક ગુરુ નાનક અને તેમના શિષ્યોને પણ નિરંકારી કહે છે. ગુરુ ગ્રંથમાં અમુક જગ્યાએ સંજ્ઞા તરીકે ‘નિરંકારી’ શબ્દ ગુરુ નાનકના શિષ્ય માટે પણ વપરાયો છે; જેમ કે ‘દુબિધા…

વધુ વાંચો >

પરિમાણ

પરિમાણ : ભૌમિતિક અવકાશ(પછી તે રેખા હોય, સમતલ હોય કે અવકાશ હોય)નું પરિમાણ એટલે તે અવકાશના કોઈ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવા માટે જે લઘુતમ માપોની જરૂર પડે તેમની સંખ્યા; દા. ત., અમદાવાદ-મુંબઈ હાઈવે પર કોઈ બિંદુનું સ્થાન નિશ્ચિત કરવા માટે કેવળ એક જ સંખ્યા આપવી પડે (તે હાઈવે પર અમદાવાદથી…

વધુ વાંચો >

ભૂમિતિ (Geometry)

ભૂમિતિ (Geometry) ગણિતની એક શાખા, જેમાં ભૌમિતિક આકૃતિઓનાં આકાર, કદ અને સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. વળી આકાર, ખૂણા અને અંતર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલાં છે તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. geo એટલે ભૂ–પૃથ્વી અને metron એટલે માપન. આ બે શબ્દો પરથી આ શબ્દ બન્યો છે. geometryનો અર્થ…

વધુ વાંચો >