૮.૧૯

ડિફ્થેરિયાથી ડૂબક બખોલ

ડૂબક બખોલ

ડૂબક બખોલ (sink hole) : ચૂનાખડકોના પ્રદેશોમાં અમુક સ્થાનોમાં ધોવાણની  લાંબા ગાળાની એકધારી અસરને કારણે તેમજ દ્રાવણની રાસાયણિક ક્રિયાને કારણે ખડકની ભૂમિસપાટીથી નીચે તરફ તૈયાર થયેલી, ઊંડા વિભાગો સાથે સંપર્ક ધરાવતી બખોલ. તેમાં ઊતરતું પાણી નીચે તરફ જાય, અર્દશ્ય પણ થઈ જાય, પરંતુ પ્રવેશમાર્ગ ક્યારેક, જો અવરોધાઈ જાય તો તેમાં…

વધુ વાંચો >

ડિફ્થેરિયા

Jan 19, 1997

ડિફ્થેરિયા : કોરિનેબૅક્ટેરિયમ ડિફ્થેરી નામના જીવાણુથી થતો ચેપી રોગ. આ જીવાણુની ચેપી અને ઝેરી અસરોને કારણે રોગનાં લક્ષણો ઉદભવે છે. આધુનિક વિજ્ઞાનના વિકાસને  કારણે તે આ સદીમાં સૌથી પ્રથમ કાબૂમાં આવેલો રોગ છે અને તેથી તેને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ઘણું જ ઘટી ગયેલું છે. નાક, ગળું અને ચામડીમાં ચેપ…

વધુ વાંચો >

ડિબેંચર

Jan 19, 1997

ડિબેંચર : કરાર દ્વારા કંપનીએ ઉછીનાં લીધેલાં નાણાં/ઊભાં કરેલાં દેવાં અંગે પોતાની મહોર સાથે આપેલો સ્વીકૃતિપત્ર. એમાં દેવાની ચોક્કસ રકમની ચુકવણી ભવિષ્યમાં ચોક્કસ તારીખે થાય ત્યાં સુધી ચોક્કસ દરે વ્યાજની ચુકવણી કરવા અંગેની બાંયધરી આપેલી હોય છે. કંપનીના આ પ્રકારના દેવાની જામીનગીરી તરીકે સામાન્ય રીતે કંપનીની મિલકતો ઉપર તરતો બોજ…

વધુ વાંચો >

ડિમેલો, ઍન્થની

Jan 19, 1997

ડિમેલો, ઍન્થની (જ. 1900, કરાંચી; અ. 24 મે 1961, નવી દિલ્હી) : ત્રીસ વર્ષ સુધી ભારતીય રમતગમતના ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કુશળ આયોજક. ‘ટોની’ના હુલામણા નામે જાણીતા  ઍન્થની ડિમેલો પ્રથમ વિશ્વયુદ્ધના સમયે સિંધના સર્વશ્રેષ્ઠ ખેલાડી હતા. સ્કૂલ અને કૉલેજમાં ક્રિકેટ, ફૂટબૉલ અને હૉકીમાં સુકાનીપદ સંભાળનાર ઍન્થની ડિમેલોએ ખેલકૂદમાં પણ ઘણા…

વધુ વાંચો >

ડિરાક, પૉલ એડ્રિએન મૉરિસ

Jan 19, 1997

ડિરાક, પૉલ એડ્રિએન મૉરિસ (જ. 8 ઑગસ્ટ 1902, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ; અ. 21 ઑક્ટોબર 1984, ટાલાહાસી, યુ. એસ.) : પ્રતિકણ- (antiparticle)ની શોધ માટે વૈજ્ઞાનિક શ્રોડિંજરની સાથે 1933નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ભૌતિકશાસ્ત્રી. તે સ્વિસ પિતા અને અંગ્રેજ માતાનું સંતાન હતા. પ્રારંભિક શિક્ષણ બ્રિસ્ટલમાં મર્ચન્ટ વેન્ચર્સ સ્કૂલમાં લઈને ઉચ્ચ અભ્યાસ માટે બ્રિસ્ટલ…

વધુ વાંચો >

ડિલન, બૉબ – (Bob Dylan)

Jan 19, 1997

ડિલન, બૉબ – (Bob Dylan) (જ. 24 મે 1941, દુલૂઠ, મિનેસોટા, યુ.એસ.) : 2016નો સાહિત્ય વિભાગનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકાના ગીતકાર, ગાયક, કલાકાર અને લેખક. તેમણે અમેરિકાના લોકસંગીત ઉપરાંત ઈસાઈ અને પૉપ સંગીતમાં સારી નામના મેળવી છે. તેમનાં દાદા-દાદી યુક્રેનથી અમેરિકા આવ્યાં હતાં. તેમના પૂર્વજો તુર્કીના યહૂદી હતા. તેમનાં નાના-નાની…

વધુ વાંચો >

ડિવાઇન કૉમેડી, ધ

Jan 19, 1997

ડિવાઇન કૉમેડી, ધ : ઇટાલિયન કવિ ડૅન્ટી ઍલિગિરી(1265–1321)નું રચેલું વિશ્વસાહિત્યનું મહાકાવ્ય. 14000 પંક્તિનું આ કાવ્ય નરકલોક, શુદ્ધિલોક અને સ્વર્લોક નામક ત્રણ ખંડ તથા 100 સર્ગમાં વહેંચાયેલું છે. 1300થી 1320 દરમિયાન પોતાના આયુના ઉત્તરાર્ધમાં કવિએ આ કાવ્ય આરંભ્યું અને પૂરું કર્યું. કાવ્યનાયક તરીકે કવિ પોતે હોઈ, કેટલાકને મતે આ પરંપરાગત મહાકાવ્ય…

વધુ વાંચો >

ડિવિઝન

Jan 19, 1997

ડિવિઝન : જુઓ, સશસ્ત્ર દળ

વધુ વાંચો >

ડિવિડન્ડ અને વ્યાજ

Jan 19, 1997

ડિવિડન્ડ અને વ્યાજ : કંપનીના શૅરહોલ્ડરને સભ્યપદના વળતર તરીકે કંપનીના નફામાંથી આપવામાં આવતો ભાગ તે લાભાંશ કે ડિવિડન્ડ અને કંપનીએ જાહેર જનતા પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં ઉપર વળતર તરીકે આપવી પડતી રકમ તે વ્યાજ. ‘ડિવિડન્ડ’નો કોઈ સ્પષ્ટ અર્થ મળી શકતો નથી. 1956ના કંપનીધારામાં પણ કોઈ જોગવાઈ આ બાબતે નથી. ડિવિડન્ડ…

વધુ વાંચો >

ડિસોઝા, સ્ટેફી

Jan 19, 1997

ડિસોઝા, સ્ટેફી (જ. 26 ડિસેમ્બર 1936, ગોવા; અ. 11 સપ્ટેમ્બર 1998, જમશેદપુર) : ભારતની 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડની અને હૉકીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારી મહિલા ખેલાડી. 1954માં મનિલાના એશિયાઈ રમતોત્સવમાં 4 × 100 મીટર ટપ્પા-દોડ ટીમના એક ખેલાડી તરીકે 49.5 સેકન્ડમાં દોડ પૂરી કરી સુવર્ણચંદ્રક અને 1958માં ટોકિયો…

વધુ વાંચો >

ડિસ્કવરર ઉપગ્રહો

Jan 19, 1997

ડિસ્કવરર ઉપગ્રહો (Discoverer satellites) : લશ્કરી ઉપયોગ માટેના અમેરિકાના પ્રથમ શ્રેણીના ઉપગ્રહો. 1950ના અંતભાગમાં અમેરિકન વાયુસેના માટે ઉપગ્રહો દ્વારા ઉપયોગી લશ્કરી માહિતી ગુપ્ત રીતે મેળવવા માટે અમેરિકાએ ડિસ્કવરર નામના ઉપગ્રહો બનાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો. એજીના નામના રૉકેટના સૌથી ઉપરના તબક્કાને, કૅમેરા અને ઉચ્ચ વિભેદન-માપ માટેની પ્રકાશીય વ્યવસ્થાથી સુસજ્જ કરીને, તેનો…

વધુ વાંચો >