૮.૧૪
ટ્રાન્ઝિસ્ટરથી ટ્રૅજેડી
ટ્રાન્ઝિસ્ટર
ટ્રાન્ઝિસ્ટર : ઘન અવસ્થા ઇલેક્ટ્રૉનિક્સ(soild state electronics)નું એક ઉપકરણ જેના દ્વારા ઇલેક્ટ્રૉનિક્સની બધી જ પ્રક્રિયાઓ શક્ય બને છે. ટ્રાન્ઝિસ્ટરના અમુક ભાગમાં અવરોધ (resistance) ઘટી જતો હોઈ અને બીજા ભાગમાં વધી જતો હોવાથી અવરોધના મૂલ્યનું પરિવર્તન થાય છે. તેથી તેનું નામ ‘transfer + resistor’ ઉપરથી ‘transistor’ આપવામાં આવેલું છે. અવરોધના મૂલ્યમાં…
વધુ વાંચો >ટ્રાન્સફૉર્મર
ટ્રાન્સફૉર્મર : ચુંબકીય યુગ્મન(coupling) દ્વારા એકથી બીજા પ્રત્યાવર્તી વિદ્યુતપ્રવાહપરિપથમાં વિદ્યુત-ઊર્જા સ્થાનાંતરિત કરવા માટે વિદ્યુતસ્થિર ઘટક. સામાન્ય રીતે તેમાં વિદ્યુતરોધક(insulated) વાહક દ્રવ્યનાં બે કે વધુ આંટાના ગૂંચળાનો સમાવેશ થાય છે. તેમાં એવી ગોઠવણ કરવામાં આવે છે કે એક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય અભિવાહ (flux) બીજા આંટાઓ સાથે પણ સંકળાય છે. એટલે…
વધુ વાંચો >ટ્રાન્સવાલ
ટ્રાન્સવાલ : દક્ષિણ આફ્રિકા ગણતંત્રના ઈશાન ખૂણે આવેલો એક પ્રાંત. ભૌગોલિક સ્થાન : 25° 00´ દ. અ. અને 29° પૂ. રે.. વિસ્તાર 2,86,065 ચોકિમી., વસ્તી 10,05,000 (2024). દેશના કુલ વિસ્તારના 23% જેટલો વિસ્તાર તે રોકે છે. વસ્તીમાં તે પ્રથમ સ્થાન ધરાવે છે. તેના ઉત્તરના પ્રદેશમાંથી મકરવૃત્ત પસાર થાય છે. ઉત્તર…
વધુ વાંચો >ટ્રાન્સૅક્ટ
ટ્રાન્સૅક્ટ (અનુકાપ-પદ્ધતિ) : કોઈ પણ નિવસન પ્રદેશમાં સીધી લીટી કે પટ્ટી કલ્પીને તેના પરિસરમાં આવેલી વનસ્પતિનું વિતરણ (distribution) અને વિપુલતાનું સર્વેક્ષણ કરવાની પદ્ધતિ. આવા સર્વેક્ષણ વડે જે તે પ્રદેશમાં આવેલ વનસ્પતિસમૂહની નોંધ, પ્રતિચિત્રણ (mapping) અને તેના બંધારણમાં થતા ફેરફારનો અભ્યાસ કરવામાં આવે છે. આ અનુકાપ સીધી રેખા નિશ્ચિત પહોળાઈ ધરાવતી…
વધુ વાંચો >ટ્રાયકોમાઇસેટીસ
ટ્રાયકોમાઇસેટીસ : ફૂગના ઍમેસ્ટીગોમાયકોટિના વિભાગનો એક વર્ગ. આ ફૂગ મુખ્યત્વે જીવતા કીટકો, સહસ્રપાદ અને સ્તરકવચીઓ સાથે સંકળાયેલી હોય છે. જોકે એક જાતિને બાદ કરતાં બધી જ જાતિઓ જલીય યજમાનોના પાચનતંત્રમાં થાય છે. આ ફૂગ સ્થાપનાંગ (hold fast) નામની વિશિષ્ટ રચના દ્વારા કાઇટીનયુક્ત પશ્ચાંત્ર(hind gut)માં ચોંટીને રહે છે. આ ફૂગનું મિસિતંતુ…
વધુ વાંચો >ટ્રાયક્લિનિક પ્રણાલી
ટ્રાયક્લિનિક પ્રણાલી (Triclinic system) : ખનિજસ્ફટિકોના છ સ્ફટિકવર્ગો પૈકીનો એક. આ વર્ગમાં સમાવિષ્ટ તમામ ખનિજસ્ફટિકોને ત્રણ, અસમાન લંબાઈના સ્ફટિક અક્ષ હોય છે. તે પૈકીનો કોઈ પણ એક બીજાને કાટખૂણે કાપતો હોતો નથી. ઊભી સ્થિતિમાં રહેતા અક્ષને ઊર્ધ્વ અક્ષ (vertical axis) કહેવાય છે. બીજો એક અક્ષ નિરીક્ષકના સંદર્ભમાં આગળથી શરૂ થઈ…
વધુ વાંચો >ટ્રાયગોનેલા
ટ્રાયગોનેલા : વનસ્પતિના દ્વિદળી વર્ગના ફેબેસીકુળના ઉપકુળ પેપીલીઓનેસીની એકવર્ષાયુ પ્રજાતિ. તે 50 જેટલી જાતિઓ ધરાવે છે. તે ભૂમધ્ય સમુદ્રીય દેશો, યુરોપ, એશિયા, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં વિતરણ પામેલી છે. તેની ભારતમાં 11 જેટલી જાતિઓ જોવા મળે છે. સામાન્ય રીતે મેથી તરીકે જાણીતી Trigonella foenum-graecum Linn. સમગ્ર ભારતમાં શાકભાજી (culinary) અને…
વધુ વાંચો >ટ્રાયટર્પિનૉઇડ ઔષધો
ટ્રાયટર્પિનૉઇડ ઔષધો : ત્રણ ટર્પિન એકમો હોય એટલે કે 30 કાર્બન પરમાણુવાળી રચના હોય એવાં ઔષધો. તે વનસ્પતિમાંથી વધુ મળે છે. વનસ્પતિમાં ટ્રાયટર્પિન મુખ્યત્વે સૅપોનિન, ગ્લાયકોસાઇડ રૂપમાં હોય છે. સૅપોનિન ધરાવતી આવી વનસ્પતિ માનવી પુરાણકાળથી સાબુની માફક વાપરતો આવ્યો છે. કારણ કે તે પાણી સાથે સાબુની માફક ફીણ ઉત્પન્ન કરે…
વધુ વાંચો >ટ્રાયફોરિયમ
ટ્રાયફોરિયમ : ચર્ચની મધ્યવીથિ સન્મુખ, ઉપરના કમાનવાળા છાપરા કે છત નીચે ત્રણ સ્તરે ખૂલતા ઝરૂખા. રોમનેસ્ક સ્થાપત્યશૈલીમાં તે ચર્ચનું મહત્વનું અંગ બની રહ્યું હતું પણ ગૉથિક સ્થાપત્યમાં તે લુપ્ત થયું. લૅટિન ભાષામાં tresનો અર્થ ત્રણ અને foresનો અર્થ વાતાયન (openings) થાય છે. તેથી ટ્રાયફોરિયમ શબ્દ સામાન્ય રીતે ત્રણ માળના ખૂલતા…
વધુ વાંચો >ટ્રાયમ્ફલ કમાન
ટ્રાયમ્ફલ કમાન : આવનજાવનના માર્ગ પર કોઈ પ્રસંગ કે વ્યક્તિના સંભારણા માટે બનાવવામાં આવેલી વિશાળ સ્મારકરૂપ કમાન. ઇમારતથી આ કમાન અલાયદી હોય છે. તેની રચનામાં બે અથવા ચાર વિશાળ સ્તંભ બનાવાય છે. આવા બે સ્તંભવાળી રચનામાં ઉપર એક કમાન જ્યારે ચાર સ્તંભવાળી રચનામાં વચમાં એેક મોટી અને તેની બંને બાજુ…
વધુ વાંચો >ટ્રેગસ
ટ્રેગસ : એકદળી વર્ગના તૃણાદિ (Poaceae) કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રજાતિ, જેનું વિતરણ મુખ્યત્વે આફ્રિકાના ઉષ્ણ પ્રદેશોમાં, ભારતમાં અને વિશ્વના અન્ય ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. વાંદરિયા ઘાસ (Tragus biflorus schult. Syn. T. racemosus Hook. F.) તરીકે ઓળખાતી આ પ્રજાતિ 15 સેમી. સુધી ઊંચે વધે છે. તૃણ ભૂપ્રસારી અને ચોમાસા દરમિયાન…
વધુ વાંચો >ટ્રૅગાકાન્થ
ટ્રૅગાકાન્થ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ એસ્ટ્રેગેલસ ગમીફેર અને તેની બીજી જાતિઓના પ્રકાંડમાંથી મળતો ગુંદર. વાણિજ્યમાં તે પર્શિયન ટ્રૅગાકાન્થ તરીકે ઓળખાય છે. તે ઈરાન અને ઉત્તર સીરિયામાંથી મળે છે. સ્મર્ના ટ્રૅગાકાન્થ તુર્કસ્તાનમાં મળે છે. ગુંદર આશરે 3 સેમી. લાંબી, 1 સેમી. પહોળી અને 2 મિમી. જાડી પાતળી, ચપટી, વક્ર…
વધુ વાંચો >ટ્રેગિયા
ટ્રેગિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગના યુફોરબિયેસી કુળની શાકીય પ્રજાતિ. તેનું સ્વરૂપ આરોહી (climber) કે વેલામય (twiner) હોય છે અને તે દંશીરોમ (stinging hairs) ધરાવે છે. તે વિશ્વના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં મુખ્યત્વે અમેરિકામાં મળી આવે છે. ભારતમાં તેની લગભગ 10 જેટલી જાતિઓ નોંધાયેલી છે. Tragia involucrata, Linn. (સં. घुस्पर्शा, હિં.…
વધુ વાંચો >ટ્રેજન
ટ્રેજન (જ. 18 સપ્ટેમ્બર 53, ઇટાલિકા; અ. 8 ઑગસ્ટ 117, સેલિનસ) : રોમન શહેનશાહ અને કુશળ વહીવટકર્તા. તેનો જન્મ પ્રથમ સદીમાં રોમના તાબા હેઠળના સ્પેનમાં થયો હતો. શહેનશાહ નેર્વાએ તેને ઈ. સ. 97માં દત્તક લીધો હતો. તેની લશ્કરી અને વહીવટી કારકિર્દી જ્વલંત હતી. શહેનશાહ નેર્વાએ ઈ. સ. 98માં તેને સીઝરની…
વધુ વાંચો >ટ્રૅજેડી
ટ્રૅજેડી : બહુધા પરાક્રમી પાત્રોના જીવનના શોકપ્રધાન તથા ભયવાહી પ્રસંગો ગંભીર તથા ઉદાત્ત શૈલીમાં આલેખતું ગ્રીક નાટ્યસ્વરૂપ. ગ્રીક શબ્દ tragos (goat) અને acidein (to sing) પરથી બનેલા tragoidia (goat song) પરથી ‘ટ્રૅજેડી’ શબ્દ ઊતરી આવ્યો છે; શાબ્દિક અર્થ થાય અજ-ગીત. ટ્રૅજેડીનો સૌપ્રથમ શબ્દપ્રયોગ ગ્રીકોએ ઈ. સ. પૂ. 5માં કર્યો. આ…
વધુ વાંચો >