૭.૩૦

જેન્શિયનથી જૈન, નૈનમલ

જેન્શિયન (જેન્શિયન મૂળ)

જેન્શિયન (જેન્શિયન મૂળ) : મધ્ય અને દક્ષિણ યુરોપ તથા તુર્કીમાં ઊગતા Gentiana lutea Linn (કુળ: Gentianaceae)નાં સૂકવેલાં મૂળ અને પ્રકંદ. તે 10થી 20 સેમી. લાંબા અને મૂળ હોય તો 2.5 સેમી. સુધીના અને પ્રકંદ હોય તો 6 સેમી. સુધીના વ્યાસના નળાકાર ટુકડા તરીકે મળે છે. મૂળની સપાટી ઉપર ઊભી કરચલીઓ…

વધુ વાંચો >

જેન્શિયાનેસી

જેન્શિયાનેસી : સપુષ્પ વનસ્પતિના દ્વિબીજપત્રી (dicotyledon) સમૂહનું એક કુળ. આ કુળની વનસ્પતિ મોટે ભાગે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, ગાંઠામૂળી ધરાવતી, છોડ સ્વરૂપની અને ભાગ્યે જ ક્ષુપ સ્વરૂપની હોય છે. પર્ણ સાદાં, સન્મુખી, ચતુષ્ક, ભાગ્યે જ એકાંતરિક, અન્-ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ પરિમિત પ્રકારનો, ક્યારેક દ્વિશાખીય; પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી, ચતુ: કે પંચઅવયવી, નિપત્રયુક્ત; વજ્રપત્રો…

વધુ વાંચો >

જેન્સન, જૉહાનિસ હાન્સ ડૅનિયલ

જેન્સન, જૉહાનિસ હાન્સ ડૅનિયલ (જ. 25 જૂન 1907, હૅમ્બર્ગ, જર્મની; અ. 11 ફેબ્રુઆરી 1973, હાઇડલબર્ગ) : પરમાણ્વીય ન્યુક્લિયસના બંધારણની લાક્ષણિકતાઓ અંગે વિશદ સમજૂતી માટે વિજ્ઞાનીઓ મારિયા જ્યૉપર્ટ—મેયર અને યુજીન. પી. વિગ્નર સાથે 1963નાં ભૌતિકશાસ્ત્રનાં સંયુક્ત નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. જેન્સને યુનિવર્સિટી ઑવ્ હૅમ્બર્ગમાં અભ્યાસ કરી તે જ યુનિવર્સિટીની…

વધુ વાંચો >

જેફર્સન ટૉમસ

જેફર્સન, ટૉમસ (જ. 13 એપ્રિલ 1743, ગુચલૅન્ડ, આલ્બેમેરી કાઉન્ટી, વર્જિનિયા; અ. 4 જુલાઈ 1826, મૉન્ટીસેલો, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના ત્રીજા પ્રમુખ (1801–1809), અમેરિકાના સ્વાતંત્ર્ય ઘોષણાપત્રના ઉદગાતા. વર્જિનિયા યુનિવર્સિટીના સ્થાપક, સ્થાપત્યમાં નિપુણ, કાયદાના નિષ્ણાત, અગ્રગણ્ય વિદ્વાન તથા વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી નેતા. તેમનો જન્મ અને ઉછેર વર્જિનિયા રાજ્યના એક ખેડૂત કુટુંબમાં થયો.…

વધુ વાંચો >

જેફર્સ, રૉબિનસન

જેફર્સ, રૉબિનસન (જ. 10 જાન્યુઆરી 1887; અ. 20 જાન્યુઆરી 1962, કૅલિફૉર્નિયા) : અમેરિકન કવિ. વિદ્વાન અને ધર્મશાસ્ત્રવિદ અધ્યાપક પિતાને ત્યાં પેન્સિલ્વેનિયામાં પિટ્સબર્ગ ખાતે જન્મેલા કવિએ 5ની વયે ગ્રીક અને 15ની વયે પહોંચતાં તો અન્ય કેટલીક અર્વાચીન યુરોપીય ભાષાઓ બોલતાં શીખી લીધેલી. યુરોપમાં ખૂબ ઘૂમ્યા અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા જર્મનીમાં અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ

જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ (જ. 11 નવેમ્બર 1938, ખાલપર, જિ. અમરેલી) : સાહિત્યકાર અને કટારલેખક. પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્રની પરીક્ષા પાસ કરી તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે 1961માં નિમણૂક મેળવી તથા બઢતી મેળવીને તાલુકા શાળામાં આચાર્યપદે કામગીરી બજાવી 1995માં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. તેમણે લખવાની શરૂઆત બાળવાર્તાઓથી કરી. પછી ટૂંકી વાર્તા, ધારાવાહી નવલકથા, સંતકથા,…

વધુ વાંચો >

જેમા (જીમા) કલિકા

જેમા (જીમા) કલિકા (કુડ્મલી પ્યાલો – Gemma cup) : દ્વિઅંગી (bryophyta) વનસ્પતિઓમાં રંગે લીલી, બહુકોષી, આધારસ્થળના સંસર્ગમાં આવતા માતૃછોડથી છૂટી પડી અંકુરણ પામતી કલિકા. તે વાનસ્પતિક (vegetative) પ્રજનનનો પ્રકાર છે. માર્કેન્શિયામાં સૂકાય(thallus)ની પૃષ્ઠ બાજુએ પ્યાલા જેવા અવયવમાં ઘણી બહુકોષીય કલિકાઓ ઉત્પન્ન થાય છે. તે પ્યાલાને કુડ્મલી પ્યાલો કે જીમા પ્રકલિકા…

વધુ વાંચો >

જેમિની (ઉપગ્રહશ્રેણી)

જેમિની (ઉપગ્રહશ્રેણી) : 1960ના દાયકાનો અમેરિકાનો ચંદ્ર ઉપરના સમાનવ સફળ ઉતરાણ માટેનો અંતરિક્ષ કાર્યક્રમ. તેનો મુખ્ય ઉદ્દેશ તે દાયકાના અંત સુધીમાં ચંદ્ર ઉપર માનવીને મોકલીને તેને સહીસલામત પાછો લાવવાનો હતો. આ ઉદ્દેશને પાર પાડવા માટે પહેલા તબક્કામાં, અમેરિકાએ મર્ક્યુરી ઉપગ્રહશ્રેણી દ્વારા સફળતાપૂર્વક શરૂઆત કરી હતી. જેમિની ઉપગ્રહશ્રેણી આ ઉદ્દેશને પાર…

વધુ વાંચો >

જેમ્સ, પ્રિન્સેપ

જેમ્સ, પ્રિન્સેપ (જ. 20 ઑગસ્ટ 1799, ઇંગ્લૅન્ડ; અ. 22 એપ્રિલ 1840, ભારત) : ભારતીય પુરાતત્વવિદ્યાના અને અભિલેખવિદ્યાના આંગ્લ અભ્યાસી. ભારતમાં 1819માં 20 વર્ષની વયે કૉલકાતાની સરકારી ટંકશાળમાં મદદનીશ ધાતુશુદ્ધિ પરીક્ષક (assay master) તરીકે જોડાયા. બીજે વર્ષે બઢતી પામીને વારાણસી ગયા. ત્યાં 1820થી 1830 સુધી કામ કર્યું. ત્યાંથી કૉલકાતા બદલી થતાં…

વધુ વાંચો >

જેમ્સ બૉન્ડ

જેમ્સ બૉન્ડ : વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં વિશ્વભરમાં સિનેમાના રૂપેરી પડદા પર વિખ્યાત બનેલું કાલ્પનિક પાત્ર. સતત ઘાતકી પ્રવૃત્તિઓથી ધમધમતા દુશ્મનના અત્યંત શસ્ત્રસજ્જ આમાં શસ્ત્ર વગર ઘૂસી જઈ, તેનો નાશ કરીને સુંદરીઓ સાથે મોજ માણતો સોહામણો જાસૂસ જેમ્સ બૉન્ડ બ્રિટિશ પત્રકાર બૅંકર ઇયાન લકેસ્ટર ફ્લેમિંગ(1906–1964)ની નવલકથાશ્રેણીનું મુખ્ય કાલ્પનિક…

વધુ વાંચો >

જૈન, ગિરિલાલ

Jan 30, 1996

જૈન, ગિરિલાલ (જ. 26 જુલાઈ 1922, પીપળી ખેડા, જિ. સોનેપત, હરિયાણા; અ. 19 જુલાઈ 1993, નવી દિલ્હી) : ભારતના એક પીઢ પત્રકાર. ગિરિલાલ જૈન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના જૂની પેઢીના સમર્થ તંત્રીઓમાંના એક હતા. સફળ અને પ્રભાવશાળી તંત્રી તરીકે સહુની પ્રશંસા મેળવી. દિલ્હીમાં બી.એ.ની ડિગ્રી મેળવી 1948માં ‘ઇન્ડિયન ન્યૂઝ ક્રૉનિકલ’માં…

વધુ વાંચો >

જૈન, (ડૉ.) જ્ઞાનચંદ

Jan 30, 1996

જૈન, (ડૉ.) જ્ઞાનચંદ (જ. 1923, અલ્લાહાબાદ અ. ઑગસ્ટ 2007 કૅલિફોર્નિયા યુ.એસ.એ.) : ઉર્દૂ ભાષાના આધુનિક યુગના નામાંકિત સંશોધક. માધ્યમિક અને કૉલેજશિક્ષણ મેળવ્યા પછી તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં જોડાયા. એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ ‘ઉર્દૂ કી નસરી દાસ્તાને’ પર વિદ્યાવાચસ્પતિની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમના આ મહાનિબંધથી તેમને સંશોધક તરીકે  ખ્યાતિ મળી; અને કેટલાક…

વધુ વાંચો >

જૈનદર્શન

Jan 30, 1996

જૈનદર્શન : ‘દર્શન’ શબ્દનો અર્થ અહીં તત્વજ્ઞાન છે. જૈનદર્શન એટલે જૈન તત્વજ્ઞાન. જૈનદર્શન અનુસાર સત્ (Reality) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. સત્ દ્રવ્ય-પર્યાયાત્મક છે. પર્યાયનો અર્થ છે પરિવર્તન, આકાર, અવસ્થા. કોઈ પણ વસ્તુ કેવળ દ્રવ્યરૂપ નથી કે કેવળ પર્યાયરૂપ નથી. દ્રવ્ય પર્યાય વિના હોતું નથી અને પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. દ્રવ્ય એકનું…

વધુ વાંચો >

જૈન ધર્મ

Jan 30, 1996

જૈન ધર્મ જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકોના આધારે જણાય છે કે પ્રાચીન ભારતમાં મૂળ બે ધર્મપરંપરાઓ હતી – બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરા એટલે વૈદિક પરંપરા. બ્રાહ્મણ પરંપરામાં અહિંસાની પ્રતિષ્ઠા એટલી બધી ન હતી, જ્યારે શ્રમણ પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા હતી. બ્રાહ્મણ ધર્મ અંતે સર્વસ્વ ત્યાગ કરનાર ગૃહસ્થને…

વધુ વાંચો >

જૈન, નૈનમલ

Jan 30, 1996

જૈન, નૈનમલ (જ. 1918) : રાજસ્થાની સાહિત્યકાર. તેમની કૃતિ ‘સગલાં રી પીડા સ્વાતમેઘ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1987ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1941માં એલએલ.બી.ની પરીક્ષા પાસ કર્યા પછી વકીલાતનો આરંભ કર્યો હતો. ઍડ્વોકેટ તરીકેની તેમની લાંબી કારકિર્દીની સાથોસાથ તેમની  સાહિત્યિક ઉપાસનાનું સાતત્ય પણ રહ્યું. તેમણે કૉલેજ તથા…

વધુ વાંચો >