૭.૧૦

ચુ તેહથી ચુંબકીય રસાયણ (magnetochemistry)

ચુ તેહ

ચુ તેહ (જ. 18 ડિસેમ્બર 1886; અ. 6 જુલાઈ 1976 બેજિંગ) : ચીનના મહાન લશ્કરી નેતાઓમાંના એક અને ચીનના સામ્યવાદી સૈન્યના સ્થાપક. એક ખેડૂત પરિવારમાં જન્મેલ ચુ તેહે યુનાન મિલિટરી એકૅડેમીમાં લશ્કરી તાલીમ લીધી હતી અને ત્યાંથી 1911માં સ્નાતક થયા હતા. એ જ વરસે ચીનમાં ચાંગ વંશની સત્તાને ઉખાડી નાખવામાં…

વધુ વાંચો >

ચુ યુઆન ચાંગ

ચુ યુઆન ચાંગ : મધ્યકાલીન ચીનના પ્રખ્યાત મિંગ રાજવંશનો સ્થાપક. મધ્યયુગમાં ચીન થોડા સમય માટે (ઈ. સ. 1280–1368) વિદેશી મૉંગોલોના તાબા નીચે રહ્યું હતું. કુબ્લાઇખાન આ મૉંગોલોનો સૌથી શક્તિશાળી શાસક હતો; પરંતુ તેમની પછીના મૉંગોલ શાસકો નિર્બળ નીવડતાં, ચુ યુઆન ચાંગે તેમની સામેના લોક-બળવાની આગેવાની લઈને તેમને દેશમાંથી હાંકી કાઢ્યા…

વધુ વાંચો >

ચુર

ચુર : સ્વિટ્ઝર્લૅન્ડના ગ્રિસન્સ પરગણાનું પાટનગર તથા મુખ્ય વેપારકેન્દ્ર. રહાઇન તથા પ્લેશર નદીઓના સંગમ પર તે આવેલું છે. લીચટેનસ્ટેન સરહદથી આ નગર 24 કિમી. અંતરે છે. ત્યાંના મોટા ભાગના લોકો જર્મન ભાષા બોલે છે. વેપાર ઉપરાંત તે પર્યટનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. નગરને સીમાડે આવેલી પથ્થરની પ્રાચીન વિશાળ ઇમારતો, આસપાસના…

વધુ વાંચો >

ચુરુ

ચુરુ : રાજસ્થાનનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 45’ ઉ. અ. અને 74° 50’ પૂ. રે.. જિલ્લાનું ક્ષેત્રફળ 16,830 કિમી. છે. રાજસ્થાનના કુલ ક્ષેત્રફળનો તે 4.91% જેટલો ભાગ છે. ચુરુની પૂર્વ દિશાએ ઝુનઝુન અને સિકર જિલ્લા, પશ્ચિમ દિશાએ બિકાનેર, ઉત્તર દિશાએ હનુમાનગઢ, અગ્નિ દિશામાં સિકર અને દક્ષિણે…

વધુ વાંચો >

ચુ-સી

ચુ-સી (જ. 1130; અ. 1200) : મધ્યકાલીન ચીનનો પ્રખર દાર્શનિક. તેના સમય સુધીમાં પ્રાચીન ચીનના મહાત્મા કૉન્ફ્યૂશિયસે આપેલા સિદ્ધાંતો અને નિયમોના અર્થઘટન તથા અમલ વિશે ઘણા વિવાદો ચાલ્યા હતા. ચુ-સીએ આ વિવાદોનું નિરાકરણ લાવીને કૉન્ફ્યૂશિયસવાદને એક વ્યવસ્થિત દાર્શનિક પદ્ધતિનું આખરી સ્વરૂપ આપ્યું, જેને તે સમયની રાજસત્તા શુંગ વંશે પણ માન્ય…

વધુ વાંચો >

ચુ, સ્ટીવન

ચુ, સ્ટીવન (Chu, Steven)(જ. 28 ફેબ્રુઆરી 1948, સેન્ટ લૂઈસ, મિસુરી, યુ. એસ.એ.) : લેસર પ્રકાશ વડે પરમાણુઓનું શીતલન (cooling) તથા તેમને પાશમાં લેવાની (પ્રગ્રહણ) કાર્યપદ્ધતિ વિકસાવવા માટે 1997નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે સ્ટીવન ચુ, ક્લૉડ કોહેન-તનુજી તથા વિલિયમ ડી. ફિલિપ્સને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.…

વધુ વાંચો >

ચુંબકચિકિત્સા

ચુંબક-ચિકિત્સા : રોગને મટાડવા માટેની એક ચિકિત્સાપદ્ધતિ. ઍલૉપથી, આયુર્વેદ, હોમિયોપથી, યુનાની વગેરે ચિકિત્સાપદ્ધતિઓમાં દરદીને દવાઓ આપવામાં આવે છે. દવાઓના ખૂબ ઊંચા ભાવ, સમય સમય પર દવા લેવાની ઝંઝટ અને ઍન્ટિબાયૉટિક દવાઓની આડઅસરોથી લોકો કંટાળી જાય છે. પરિણામે દવા વગરની ચિકિત્સા-પદ્ધતિઓ વિકસી આવી છે. દા.ત., પ્રાકૃતિક ચિકિત્સા, રંગ-ચિકિત્સા, રત્ન-ચિકિત્સા, સ્વમૂત્ર-ચિકિત્સા, સૂર્યકિરણ-ચિકિત્સા,…

વધુ વાંચો >

ચુંબકત્વ (magnetism)

ચુંબકત્વ (magnetism) : ચુંબકીય પદાર્થો વચ્ચે પ્રવર્તતું ભૌતિક બળ. લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવા ચુંબકીય પદાર્થો ઉપર ચુંબકીય ક્ષેત્રની વરતાતી એક ભૌતિક અસર. ચુંબક (magnet) શબ્દ ગ્રીક લોકો loadstone કે leadstone નામના એક પ્રકારના કુદરતી રીતે પ્રાપ્ત થતા મૅગ્નેટાઇટરૂપ પથ્થર (લોખંડનો ચુંબકીય ઑક્સાઇડ, magnetic iron oxide) માટે ગ્રીક લોકો ‘magnet’(ચુંબક)…

વધુ વાંચો >

ચુંબકપ્રકાશીય અસર (magnetooptical effect)

ચુંબકપ્રકાશીય અસર (magnetooptical effect) : ચુંબકપ્રેરિત પ્રકાશીય અસર. તે ત્રણ જુદા જુદા પ્રકારની છે : (1) ફૅરેડે અસર, (2) કૉટન-મોટન અસર અને (3) વોઇટ અસર. (1) ફૅરેડે અસર : 1825માં માઇકલ ફૅરેડેએ કોઈ પ્રકાશીય માધ્યમ ઉપર ચુંબકીય ક્ષેત્રની કેવી અસર થાય છે તે અંગે સંશોધન કર્યું. તેણે શોધી કાઢ્યું કે…

વધુ વાંચો >

ચુંબકશીલતા (magnetic permeability)

ચુંબકશીલતા (magnetic permeability) : પદાર્થનો એક ચુંબકીય ગુણધર્મ. તેનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર વડે પદાર્થમાં ઉદભવતી ચુંબકીય અભિવાહ (flux) ઘનતા (ચુંબકીય પ્રેરણ – magnetic induction) B અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા Hના ગુણોત્તર જેટલું છે. તેને ગ્રીક મૂળાક્ષર ‘મ્યુ’ (μ) વડે દર્શાવવામાં આવે છે.  ચુંબકશીલતા બે પ્રકારની હોય છે : (i) શુદ્ધ…

વધુ વાંચો >

ચુંબકીય પરિપથ (magnetic circuit)

Jan 10, 1996

ચુંબકીય પરિપથ (magnetic circuit) : કાયમી ચુંબક કે વિદ્યુત-પ્રવાહધારિત ગૂંચળામાં ઉત્પન્ન થતા બળ વડે વૈદ્યુત ઉપકરણમાં રચાતો ચુંબકીય અભિવાહ(flux)નો બંધ ગાળો. (ચુંબકીય ફ્લક્સ = ચુંબક-બળરેખાઓની કુલ સંખ્યા). વૈદ્યુત ઉપકરણ તથા તેના ઉપયોગના આધારે, ચુંબકીય પરિપથના (i) અવિભાજિત અને (ii) વિભાજિત એમ બે પ્રકાર છે. અવિભાજિત પરિપથમાં, પરિપથના બધા ભાગમાં એકસરખું…

વધુ વાંચો >

ચુંબકીય પ્રત્યાસ્થ ઘટના (magnetoelastic phenomenon)

Jan 10, 1996

ચુંબકીય પ્રત્યાસ્થ ઘટના (magnetoelastic phenomenon) : ચુંબકીય પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં રાખતાં અથવા તે ચુંબકિત થાય ત્યારે, તેના સ્થિતિસ્થાપક ગુણધર્મો ઉપર થતી અસર. પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂકનો અભ્યાસ તેના સ્થિતિસ્થાપક પ્રાચલો (elastic constants) વડે થતો હોય છે. લોહચુંબકીય (ferromagnetic) કે પ્રતિલોહચુંબકીય (anti- ferromagnetic) પદાર્થનું તાપમાન જેમ વધે તેમ તેનું ચુંબકત્વ ક્રમશ: અર્દશ્ય…

વધુ વાંચો >

ચુંબકીય બળ (magnetic force)

Jan 10, 1996

ચુંબકીય બળ (magnetic force) : ગતિમય વિદ્યુતભાર વચ્ચે તેમની ગતિને કારણે ઉદભવતું બળ. ગજિયા ચુંબક(bar-magnet)માં પરમાણુ માપક્રમ ઉપર ચોક્કસ રીતે રચાતા સૂક્ષ્મ વિદ્યુતપ્રવાહને લઈને તે ચુંબકીય ગુણધર્મ મેળવે છે. વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાર નજીક ચુંબકીય સોયને રાખતાં, સોયનું આવર્તન થઈ, તે તારને લંબદિશામાં ગોઠવાય છે. આ ઘટના ચુંબકીય બળના અસ્તિત્વને…

વધુ વાંચો >

ચુંબકીય મંડળ (magnetosphere)

Jan 10, 1996

ચુંબકીય મંડળ (magnetosphere) : તારા કે ગ્રહની ફરતે ચુંબકીય વર્ચસ્ ધરાવતું પર્યાવરણ. તારા કે ગ્રહની આસપાસ આવેલું ચુંબકીય ક્ષેત્ર, વાયુ ગતિકી (gas dynamics) કરતાં વધુ પ્રભુત્વ ધરાવે છે. ચુંબકીય મંડળ એ 1011 વૉટ ઊર્જાનું સર્જન કરનાર, સૌર પવન વડે ઉદભવતું એક કુદરતી જનિત્ર (generator) છે. સૌર પવન પ્રોટૉન, ઇલેક્ટ્રૉન અને…

વધુ વાંચો >

ચુંબકીય માત્રાઓનું માપન

Jan 10, 1996

ચુંબકીય માત્રાઓનું માપન : ચુંબકીય પરિપથનો ચુંબકીય અવરોધ. વિદ્યુત પરિપથના અવરોધને અનુરૂપ, ચુંબકીય પરિપથનો અવરોધ કે પરિપથની અપારગમ્યતા (reluctance). ચુંબકીય બળરેખાઓ(flux)ના બંધ પથને ચુંબકીય પરિપથ કહે છે. આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે લોખંડની વીંટી ઉપર સમાન રીતે વીંટાળેલ N આંટાનું ગૂંચળું છે. ગૂંચળાના પરિઘની લંબાઈ l મીટર, આડછેદનું ક્ષેત્રફળ A મીટર2…

વધુ વાંચો >

ચુંબકીય રસાયણ (magnetochemistry)

Jan 10, 1996

ચુંબકીય રસાયણ (magnetochemistry) વૈશ્લેષિક (analytical) અને સંરચનાકીય (structural) રસાયણમાં બહોળો ઉપયોગ ધરાવતી રસાયણવિજ્ઞાનની એક અગત્યની શાખા. પદાર્થની ચુંબકીય ગ્રહણશીલતા(susceptibility)નાં માપનો અને તેમાંથી પ્રાપ્ત થતી ચુંબકીય ચાકમાત્રા(ચુંબકીય આઘૂર્ણ – magnetic moment)ના ઉપયોગ દ્વારા સંયોજનમાં ઇલેક્ટ્રૉનની ગોઠવણી અંગેની સમજૂતી તેનાથી મળે છે. પદાર્થના ચુંબકીય ગુણધર્મોના અગ્રણી અભ્યાસી ફૅરેડેએ દર્શાવ્યું છે કે ચુંબકત્વ…

વધુ વાંચો >