૭.૦૨

ચમસ–ચમસિનથી ચરબી (fat) (1)

ચમસ–ચમસિન્

ચમસ–ચમસિન્ : સોમલતા વાટીને કાઢેલો સોમરસ પીવા માટેનું કાષ્ઠપાત્ર. તે ન્યગ્રોધ (વડ), ઉદુંબર (ઊમરો) કે પિપ્પલ(પીંપળા)ના કાષ્ઠનું બને. તે લંબચોરસ કે સમચોરસ પણ હોય. તેને હાથો હોય તો તે ત્સરુમત્ ચમસ કહેવાય, હાથો ન હોય તો અત્સરુ ચમસ કહેવાય. હાથાના ગોળ કે ચોરસ આકાર ઉપરથી તે કયા ઋત્વિજ માટેનું છે…

વધુ વાંચો >

ચમારદુધેલી (નાગલા દુધેલી)

ચમારદુધેલી (નાગલા દુધેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેડેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pergularia daemia (Forsk.) Chiov syn. P. extensa N. E. Br.; Daemia extensa R.Br (સં. ફલકંટકા, ઇંદિવરા; મ. ઉતરણી, ઉતરંડ; હિં. ઉતરણ; ક. કુરૂટિગે, કુટિગ; તા. વેલિપારૂત્તિ; તે. ગુરુટિચેટ્ટ, જસ્તુપુ; મલા. વેલિપારૂત્તિ) છે. તે વાસ મારતી ક્ષીરરસયુક્ત વળવેલ…

વધુ વાંચો >

ચમેલી (જૅસ્મિન)

ચમેલી (જૅસ્મિન) : દ્વિદળી વર્ગમાં આવેલા ઑલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum grandiflorum Linn. (સં. ચંબેલી, ચેતકી, જાતિ, માલતી; હિં. ચંબેલી; મ. જાઈ; ક. જાજિમલ્લિગે; તે. જાજી, માલતી; મલા. પિચ્યાકં, માલતી; અં. સ્પૅનિશ જૅસ્મિન, કૉમન જૅસ્મિન) છે. તે મોટી આરોહણ કરવા મથતી કે વળવેલ સ્વરૂપ ક્ષુપ વનસ્પતિ છે…

વધુ વાંચો >

ચમોલી

ચમોલી : ઉત્તરાખંડ રાજ્યની ઈશાન તરફ, મધ્ય હિમાલયમાં આવેલો જિલ્લો અને ગામ. આ સમગ્ર જિલ્લો પહાડી પ્રદેશનો બનેલો છે. અહીંની સરાસરી ઊંચાઈ લગભગ 1071 મીટર છે, પણ આ પ્રદેશ કોઈ કોઈ જગ્યાએ 3047 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે. આ પ્રદેશમાંથી અલકનંદા નદી વહે છે. તે ઉત્તરે તિબેટની સરહદ પરના…

વધુ વાંચો >

ચયન

ચયન : નિત્યહોમ અને અન્ય વૈદિક યજ્ઞો માટે અરણિવૃક્ષનાં બે લાકડાંનું મંથન કરી ઉત્પન્ન કરેલો અગ્નિ (શ્રૌતાગ્નિ) રાખવા માટેની ઓટલી કે સ્થંડિલ. તે સ્થંડિલની રચનાનો વિધિ પણ ચયન કહેવાય. ચયનનું બીજું નામ ચિતિ છે. અગ્નિશાળામાં ઉત્તરવેદીના ઓટલા ઉપર જુદા જુદા આકારની ઇષ્ટકાઓ(ઈંટો)ના પાંચ થર કરી ચિતિની રચના થાય છે. ચિતિ…

વધુ વાંચો >

ચયાપચય (metabolism)

ચયાપચય (metabolism) સજીવતંત્ર જેના વડે જીવનને માટે આવશ્યક દ્રવ્યની ઉત્પત્તિ અને કાર્યશક્તિની ઉપલબ્ધિ કરે છે; તે સર્જનાત્મક અને ખંડનાત્મક (અનાવશ્યક દ્રવ્યોને શરીરમાંથી દૂર કરવાની ક્રિયા) પ્રક્રિયાઓના સમુચ્ચયને ચયાપચય (ચય + અપચય) કહે છે. ચયાપચયના બે પ્રકાર છે : કાર્યશક્તિક (energic) અને મધ્યસ્થ (intermediary). શરીરમાં નિર્માણ થતી ઉષ્મા સાથે સંકળાયેલી જૈવિક…

વધુ વાંચો >

ચયાપચય, નિમ્નતમ (basal metabolism)

ચયાપચય, નિમ્નતમ (basal metabolism) : આરામના સમયે શરીરમાંથી ઉત્પન્ન થતી ગરમી. જમ્યા પછી 12થી 18 કલાક બાદ શારીરિક અને માનસિક આરામ કરતી વ્યક્તિ દ્વારા અનુકૂળ હોય એવા તાપમાન, દબાણ અને ભેજવાળા વાતાવરણમાં જે ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે તેને નિમ્નતમ ચયાપચય કહે છે અને તેના દરને નિમ્નતમ ચયાપચયી દર (basal…

વધુ વાંચો >

ચયાપચય (વનસ્પતિ)

ચયાપચય (વનસ્પતિ) વનસ્પતિકોષમાં નિરંતર થતી કુલ જૈવ-રાસાયણિક ક્રિયાઓ. સામાન્ય રીતે જે પ્રક્રિયાઓમાં સરળ રચના અને નીચા ઊર્જાસ્તરવાળા નાના અણુઓમાંથી ઊંચા ઊર્જાસ્તરવાળા પરસ્પરમાં ગૂંથાયેલા ઘટકોવાળા મોટા ઊર્જાસમૃદ્ધ અણુઓનું નિર્માણ થાય તેમને ચય (anabolism) અને જેમાં ઊર્જાસમૃદ્ધ સંયોજનોમાં રહેલ જૈવિક ઊર્જા મુક્ત થાય તેમજ કોઈ પણ ઘટકનું વિઘટન થાય તેને અપચય (catabolism)…

વધુ વાંચો >

ચરક (આયુર્વેદાચાર્ય)

ચરક (આયુર્વેદાચાર્ય) : ભારતવર્ષના પ્રાચીનકાળના એક સમર્થ આયુર્વેદાચાર્ય તથા ગ્રંથસંસ્કારકર્તા વિદ્વાન વૈદ્ય. ભારતના પ્રાચીન વ્યાકરણાચાર્ય પતંજલિ તથા આયુર્વેદના શલ્યક્રિયા(સર્જરી)ના જનક આચાર્ય ‘સુશ્રુત’ના તેઓ પુરોગામી હતા. ભારતમાં આયુર્વેદની ઔષધિ (મેડિસીન) શાખાના આદ્યપ્રવર્તક ભગવાન પુનર્વસુ, આત્રેય કે કૃષ્ણાત્રેય નામના મહર્ષિ ગણાય છે. તેમણે અગ્નિવેશ, ભેલ, હારિત, જતૂકર્ણ અને ક્ષારપાણિ નામના મેધાવી શિષ્યોને…

વધુ વાંચો >

ચરક-સંહિતા

ચરક-સંહિતા : આયુર્વેદનો આયુર્વેદાચાર્ય ચરક દ્વારા નવસંપાદિત પ્રસિદ્ધ ગ્રંથ. ભારતમાં આયુર્વેદિક જ્ઞાનના આદિપ્રવર્તક કે ‘વૈદકના પિતા’ તરીકે મહર્ષિ ભરદ્વાજ ગણાય છે. તેમના જ્ઞાનનો વારસો પુનર્વસુ આત્રેય અને ધન્વન્તરિને મળેલો. પુનર્વસુ આત્રેયના પટ્ટશિષ્ય તે અગ્નિવેશ, જેણે ગુરુના મુખેથી પ્રાપ્ત જ્ઞાનને લિપિબદ્ધ કરી ‘અગ્નિવેશ તંત્ર’ નામે સંહિતા લખી. કેટલાંક વર્ષો પછી આચાર્ય…

વધુ વાંચો >

ચરણદાસ

Jan 2, 1996

ચરણદાસ (જ. 1703, ડેહરા, રાજસ્થાન; અ. 1782) : વૈષ્ણવ સંત કવિ. નામ રણજિતસિંહ. તે વૈશ્ય હતા. કેટલાક તેમને બ્રાહ્મણ કહે છે. નાનપણથી જ તેમનામાં વૈરાગ્યવૃત્તિ હતી. 19 વર્ષની યુવાવસ્થામાં તેમણે શુકદેવ ગુરુ પાસેથી શબ્દમાર્ગની દીક્ષા લીધી. શુકદેવ ગુરુ ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર પાસેના હતા. દીક્ષા પછી રણજિતસિંહનું નામ ચરણદાસ રખાયું. ચરણદાસની સાધનામાં…

વધુ વાંચો >

ચરણદાસ ચોર

Jan 2, 1996

ચરણદાસ ચોર : હબીબ તન્વીરે (1923–2009) લખેલું અને દિગ્દર્શિત કરેલું નાટક. ભારતીય પરંપરામાં પોતાની કેડી શોધતા સ્વાતંત્ર્યોત્તર ભારતીય રંગમંચની વિકાસયાત્રામાં આ નાટક સીમાચિહન છે. 1974ના ઑક્ટોબરમાં ભિલાઈમાં હબીબ તન્વીર અને તેમના નયા થિયેટર દ્વારા સંચાલિત કાર્યશિબિરમાં રાજસ્થાની લોકવાર્તાઓના સંપાદક અને લેખક વિજયદન દેથાએ કહેલી વાર્તા આ નાટકનો આધાર છે. પોતે…

વધુ વાંચો >

ચરણવ્યૂહસૂત્ર

Jan 2, 1996

ચરણવ્યૂહસૂત્ર (લગભગ ઈ. પૂ. 2500) : ચારેય વેદોના મંત્રો વગેરે સાહિત્યની અધ્યયન, પારાયણ અને કર્મવિધિભેદે થયેલી શાખાઓનું નિરૂપણ ધરાવતો ગ્રંથવિશેષ. તેના રચયિતા શૌનક પાંડવવંશી જનમેજય રાજાના સમકાલીન હતા. શૌનક વેદસાહિત્યના ઉદ્ધારક તરીકે પુરાણપ્રસિદ્ધ છે. તેમણે વૈદિક સાહિત્યના પરિશીલન સારુ તેમના નૈમિષારણ્યના આશ્રમમાં દીર્ઘકાલીન સત્રયજ્ઞો કર્યાના ઉલ્લેખો પુરાણોમાં છે. શુનકનો પુત્ર…

વધુ વાંચો >

ચરબી (fat) (1)

Jan 2, 1996

ચરબી (fat) (1) : એક પ્રકારનું પોષક દ્રવ્ય (nutrient). તેને મેદ અથવા સ્નેહ પણ કહે છે. ઊર્જા, નવરચના તથા દેહધાર્મિક અથવા શારીરિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી એવા આહારના રાસાયણિક ઘટકોને પોષક દ્રવ્યો કહે છે. કાર્બોદિત પદાર્થો, ચરબી, પ્રોટીન, ક્ષાર, વિટામિન (પ્રજીવકો) તથા પાણી એમ 6 પ્રકારનાં પોષક દ્રવ્યો હોય છે.…

વધુ વાંચો >